Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી

શું પીએમ માટે જવાબ માટે સમય હશે? : કોંગ્રેસ

USમાં સંતાનનો જન્મ થતાં જ નાગરિકતા મળી જતી હોવાથી ચીન-ભારતના લોકો અહીં આવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૪ એપ્રિલ ૨૦૨૬ — ભારત સાથે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ થઈ છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત દ્વેષ બહાર આવ્યો છે. ટ્રમ્પે એક જ દિવસમાં પોતાના નિવેદનાં યુ ટર્ન લઈને વિવાદ ટાળવા પ્રયાસ કર્યો છે. ટ્રમ્પે ભારત અને ચીનને નર્કના દ્વાર ગણાવ્યા હતા. બાદમાં વિવાદ થતો જોઈને ટ્રમ્પે ભારતને મહાન દેશ અને ખાસ મિત્ર તરીકે ઓળખાવી પ્રશંસા કરી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્‌્રુથ સોશિયલ પર એક રેડિયો પોસ્ટ કાસ્ટના અંશ શેર કર્યા હતા. આ પોસ્ટમાં જન્મસિદ્ધ નાગરિકત્વ કાયદાની ટીકા કરવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, આ બંને દેશના લોકો માત્ર પોતાના સંતાનને જન્મ આપવા અમેરિકા આવે છે. અમેરિકામાં સંતાનનો જન્મ થયો હોય તો તેમને પણ તરત નાગરિકત્વ મળી જાય છે. પોસ્ટમાં ટ્રમ્પે ભારત અને ચીન નર્કના દ્વાર સમાન ગણાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, કેલિફોર્નિયાના ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતીયોનું વર્ચસ્વ છે અને તેઓ અમેરિકાના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છે. ટ્રમ્પની આ પોસ્ટથી અમેરિકામાં વસતા ભારતીય સમાજમાં આક્રોશ ફેલાયો હતો અને પુષ્કળ ટીકા થઈ હતી. ટ્રમ્પના નિવેદનને વાળી લેવાનો પ્રયાસ કરતાં અમેરિકી દૂતાવાસના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મ્સે કહ્યું હતું કે, રિપબ્લિકન નેતાએ ભારત વિષે સદભાવ સાથે સારી-સારી વાતો કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ભારત એક મહાન દેશ છે અને સૌથી ઉપર મારું સારું મિત્ર છે. “અમે તે ટિપ્પણીઓ જોઈ છે, અને તેના જવાબમાં યુએસ એમ્બેસી (અમેરિકી દૂતાવાસ) દ્વારા બહાર પાડવામાં આવેલું અનુગામી નિવેદન પણ જોયું છે,” તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું. “આ ટિપ્પણીઓ દેખીતી રીતે જ પાયાવિહોણી (અજાણતામાં કરાયેલી), અયોગ્ય અને અભદ્ર છે. તે ચોક્કસપણે ભારત-અમેરિકાના સંબંધોની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી નથી, બન્ને દેશોના સંબંધો લાંબા સમયથી પરસ્પર સન્માન અને સમાન હિતો પર આધારિત છે,” તેમ તેમણે જણાવ્યું હતું.કોંગ્રેસે ટ્રમ્પ દ્વારા ભારત માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન સામે સવાલ ઉઠાવ્યા હતા. પક્ષે પૂછ્યું હતું કે શું વડાપ્રધાન પાસે ૧૪૦ કરોડ ભારતીયોના આ “અપમાન” અને “ધમકી” સામે પ્રતિક્રિયા આપવા માટે થોડો સમય હશે?

Related posts

યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, ૯ દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર

Master Admin

નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી

Master Admin

અમેરિકાના મિશિગન રાજ્યમાં બરફના તોફાન

Master Admin

Leave a Comment

Translate »