Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા

આજે ભારત બંધનું એલાન

ભારત બંધની અસર મોટા શહેરોમાં જોવા મળી શકે છે જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની સંભાવના

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા છે. ૧૨ ફેબ્રુઆરી એટલે કે કાલે ટ્રેડ યુનિયન, કિસાન સંગઠનો અને કેટલાય સામાજિક સંગઠનોએ સરકારની નીતિઓ વિરુદ્ધ આ બંધનું સમર્થન કર્યું છે. આવા સમયે બેન્કિંગ સેવાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સરકારી ઓફિસોના કામકાજ આંશિક રીતે ઠપ થઈ શકે છે. જેનાથી સામાન્ય લોકોને તકલીફ વેઠવી પડશે.

ભારત બંધની અસર ખાસ કરીને મોટા શહેરોમાં જોવા મળી શકે છે. જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. કેટલાય રાજ્યોમાં ખાનગી સ્કૂલ અને કોલેજ પણ સાવધાનીના ભાગ રૂપે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે અમુક જગ્યા પર ઓનલાઈન ક્લાસિસનો વિકલ્પ અપનાવી શકે છે.

ભારત બંધના કારણે સરકારી અને ખાનગી બેન્કોની શાખાઓમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ચેક ક્લિયરન્સ, કેશ ટ્રાન્ઝેક્શન અને બ્રાન્ચ વિઝિટ સાથે જોડાયેલા કામમાં મોડું થઈ શકે છે. જો કે ડિજિટલ બેન્કિંગ સેવાઓ જેવી કે યુપીઆઈ, નેટ બેન્કિંગ અને એટીએમ સામાન્ય રૂપથી કામ કરતા રહેશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ યુનિયનના સમર્થનના કારણે બસ અને ટેક્સી સેવાઓ કેટલાય શહેરોમાં પ્રભાવિત થઈ શકે છે. અમુક જગ્યા પર રોડ જામ અને પ્રદર્શનના કારણે ટ્રાફિક જામ થવાની સંભાવના રહેલી છે. રેલવે અને ફ્લાઈટ સેવાઓ પર સામાન્ય રીતે મર્યાદિત અસર પડે છે. પણ સ્થાનિક વાહનવ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.

કેટલીય સરકારી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી ઓછી રહી શકે છે. જેનાથી ફાઈલ વર્ક અને પબ્લિક સર્વિસમાં મોડું થઈ શકે છે. સ્કૂલ અને કોલેજ પ્રશાસન સ્થાનિક હાલતને જોતા રજા અથવા ઓનલાઈન ક્લાસનો નિર્ણય કરી શકે છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જરૂરી સેવાઓને બંધમાંથી બહાર રાખવામાં આવશે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા ફોર્સ તૈનાત કરવામાં આવશે. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહો અને ખાલી સત્તાવાર સૂચના પર વિશ્વાસ કરવો.

Related posts

યુદ્ધ વચ્ચે સરકારની મોટી જાહેરાત, ૪૦થી વધુ સામાનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી ખતમ

Master Admin

કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન

Master Admin

મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ

Master Admin

Leave a Comment

Translate »