Nirmal Metro Gujarati News
article

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

 

અમદાવાદ , 26 માર્ચ, 2025 – મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવાર ના રોજ ચેટીચંડ ના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટ થી અતિ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવા માં આવેલ છે. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી,નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા,જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થશે.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ,૨૭ પ્રસાદી ના ટ્રક તથા બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ ,૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રા માં ભાગ લેશે. આ શોભાયાત્રામાં અત્યાર ના કરંટ અફેર ને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવવામાં આવશે

આ શોભાયાત્રા કાર્યક્રમ માં સાંસદ દિનેશ ભાઈ મકવાણા, મણિનગર ના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ , પૂર્વ ઔડા ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ,નરોડા વિધાન સભાના ધારાસભ્ય પાયલબેન કૂકરાણી તથા નરોડા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડૉ માયાબેન કોડનાણી તથા સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજ ના આગેવાનો પણ જોડાશે.

Related posts

૯૪૪મી રામકથાનું ભાવપૂર્ણ સમાપન;૯૪૫મી કથાનો નાદ તલગાજરડીય વાયુ મંડળ-ત્રિભુવન ભૂમિ કાકીડી(મહૂવા)થી ૧૯ ઓક્ટોબરથી ગૂંજશે.

Reporter1

ઈચ્છા,ભય અને ક્રોધથી જે મુક્ત થાય એ સદા મુક્ત છે. રામચરિતમાનસ એ અક્ષરાવતાર છે

Reporter1

Prepare for a smoother albeit slower ride

Reporter1
Translate »