Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

મરઘાં ફાર્મની આડમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ

ગુજરાત ATSની ઉત્તર પ્રદેશમાં રેડ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ગુજરાત ATSએ શફાત અહેમદ ફારૂકીની ધપરકડ કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૮ માર્ચ ૨૦૨૬ — ગુજરાત ATSએ યુપીના આંબેડકર નગરમાં રેડ કરી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ગુજરાત ATSએ શફાત અહેમદ ફારૂકીની ધપરકડ કરી હતી.શફાત પાસેથી ૪.૬ ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. જે તપાસમા મળેલા ઇનપુટના આધારે ATSએ તપાસ આગળ ધપાવી હતી. તેની સાથે સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની ધરપકડ બાદ પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા હતા. આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.

તપાસ દરમ્યાન પંકજ અને કપિલ નામના આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. જે બંને આરોપીઓએ અમદાવાદમાં ૩૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો.જેથી પંકજ અને કપિલની તપાસ કરતા ઉત્તર પ્રદેશની ફેક્ટરી સુધી ગુજરાત એટીએસ પહોંચી છે. કારણ કે બન્ને આરોપી વારંવાર યુપીના આંબેડકર નગર જિલ્લામાં જતાં આવતા હતા.જ્યાં રેડ કરી કાર્યવાહી કરવામા આવી હતી. આ અંગે ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ કહ્યું હતું કે, છ્‌જીએ યુપી પોલીસને સાથે રાખી આંબેડકર નગર જિલ્લાના રામનગર ગામમાં એક ખેતર પર રેડ કરી હતી. જ્યાં ત્રણ નાના શેડ બનાવી ડ્રગ્સનું પ્રોડક્શન કરવામાં આવતું હતું.

ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ વધુમાં કહ્યું હતું કે, રેડ દરમિયાન પોલીસને ૬ કિલો મેફેડ્રોન, ૫૦ કિલો લિક્વિડ મેફેડ્રોન, ૮૮ કિલો કેમિકલ અને આશરે ૨૦૦ કિલો રો મટીરીયલ મળી આવ્યું હતું.કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી કયું ડ્રગ્સ સપ્લાય થતું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.ATSએ સ્થળ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ડ્રગ્સ બનાવવાની કામગીરી કરતા હતા.આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.

Related posts

વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે 250થી વધુ બાળકો માટે આનંદોત્સવનું આયોજન

Master Admin

અમદાવાદના કાંકરિયામાં પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો

Master Admin

ડિજિટલ એરેસ્ટના નામે વૃદ્ધ પાસે ૨૨ લાખ પડાવ્યા

Master Admin

1 comment

Adrian4943 March 20, 2026 at 10:02 am Reply

Leave a Comment

Translate »