Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

મહેસાણા બાયપાસ હાઇવે પર વિરમગામ રેલવે લાઈનનો ઓવર બ્રિજ અત્યંત જોખમી

૫ ફૂટ લાંબા ગાબડા અને બહાર નીકળેલા સળિયા

બ્રિજમાં ઠેર-ઠેર ગાબડા પડવાને કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો પર જોખમ તોળાઈ રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા ,તા.૭ મે ૨૦૨૬ — મહેસાણા બાયપાસ હાઇવે પર વિરમગામ રેલવે લાઈન પર આવેલો ઓવરબ્રિજ અત્યંત જોખમી બની ગયો છે. હાઇવે પરના આ મહત્વના બ્રિજમાં ઠેર-ઠેર ગાબડા પડવાને કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો પર જોખમ તોળાઈ રહ્યું છે.

બ્રિજની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેના સ્લેબમાં અંદાજે પાંચ ફૂટ જેટલા મોટા ગાબડા પડી ગયા છે. આ ગાબડાને કારણે બ્રિજના બાંધકામમાં વપરાયેલા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. આ અણીદાર સળિયાઓ વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જો કોઈ વાહનનું ટાયર આ સળિયામાં ફસાય તો મોટી પલટી કે અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

આ બ્રિજ વિરમગામ રેલવે લાઈન પર હોવાથી નીચેથી સતત ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. જો બ્રિજનો સ્લેબ વધુ ડેમેજ થાય તો રેલવે વ્યવહારને પણ અસર પહોંચી શકે છે. સ્લેબમાંથી બહાર નીકળેલા સળિયા બ્રિજના સ્ટ્રક્ચરની મજબૂતી પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે. હાઇવે પર ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી આ સ્થિતિ અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.

Related posts

ભારતના મેન્યુફેક્ચરિંગ અને હાઈ-ટેક્નોલોજી ક્ષેત્ર માટે ભવિષ્યની જરૂરિયાત મુજબ ટેલેન્ટ તૈયાર કરવા NAMTECH અને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU)એ કોલોબ્રેશન કર્યુ.

Master Admin

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર

Master Admin

Leave a Comment

Translate »