Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર

તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે

નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮ જૂન ૨૦૨૬ — મિડલ-ઈસ્ટમાં એકવાર ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાન અને ઈઝરાયેલ બંને એકબીજા ઉપર મિસાઈલો છોડી રહ્યા છે. આવા ગંભીર સંજોગોમાં ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક એલર્ટ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવાની સલાહ આપી છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આ વિસ્તારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ભારતીય નાગરિકોને કડક સૂચના આપી છે કે તેઓ હાલ પૂરતી ઈરાનની કોઈ પણ પ્રકારની યાત્રા ન કરે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે, સુરક્ષાની દૃષ્ટિએ અત્યારે ત્યાં જવું બિલકુલ યોગ્ય નથી.
આ સાથે જ, ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને ઈરાનમાં હાજર ભારતીયોને પણ દેશ છોડવા માટે કહ્યું છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયે ઈરાનમાં રહી રહેલા તમામ ભારતીયો જે પણ સાધન ઉપલબ્ધ હોય, તેનો ઉપયોગ કરીને તાત્કાલિક દેશની બહાર નીકળી જાય.

તમને જણાવી દઈએ કે, ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ ઈરાનના ઘણા શહેરોને નિશાન બનાવ્યા હતા. ઈઝરાયેલે વોરશિપ્સ અને બેલિસ્ટિક મિસાઈલોથી તેહરાન, ઈસ્ફહાન, તબરીઝ સહિતના કેટલાય વિસ્તારોમાં એટેક કર્યો હતો. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને ઈરાન પર જવાબી કાર્યવાહી કરવાની ના પાડી હતી. તેમ છતાં ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલો છોડી દીધી હતી. હવે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ એક લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, વર્તમાન સીઝફાયરના ઉલ્લંઘન માટે અમેરિકા સીધું જ જવાબદાર છે.

બઘાઈના જણાવ્યા મુજબ, ઈઝરાયેલની હરકતોને અમેરિકી નીતિઓથી અલગ કરીને જોઈ શકાય નહીં. તેમણે દાવો કર્યો કે, ઈઝરાયેલ જે કંઈ પણ કરી રહ્યું છે, તેની પાછળ અમેરિકાની નીતિઓ જ કામ કરી રહી છે.

Related posts

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

અમેરિકામાં બરફનું તોફાન, ૨૦ રાજ્યોમાં ઈમર્જન્સી લાગુ કરાઈ

Master Admin

યુદ્ધ સમાપ્ત થવાના આરે… ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો!

Master Admin

Leave a Comment

Translate »