Nirmal Metro Gujarati News
article

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

 

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં હાજરી આપી હતી. મંદિરના નવનિર્માણ અને પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ૧૦૮ કુંડીનો યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓશ્રીએ આયોજકો અને યજ્ઞના યજમાનોને આ પ્રસંગની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ અવસરે ધારાસભ્ય શ્રી જીતુભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સેવાઓના દાતાશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મોરારી બાપુએ સૌને દેવ એકાદશીની શુભકામનાઓ પાઠવી

Master Admin

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી

Reporter1

Turkish Technic Provides Redelivery Check for IndiGo’s Airbus A320neo

Reporter1
Translate »