Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મોદીની મહત્ત્વપૂર્ણ બેઠકઃ તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ

ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમીક્ષા

યુદ્ધના કારણે ભારતમાં આવી રહેલા પડકારો સામે રાજ્યોની તૈયારી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ માર્ચ ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં માઠી અસર પડી રહી છે. ભારતમાં પણ ઓઈલ અને ગેસ અંગે ચિંતા વધી છે. એવામાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી છે. યુદ્ધના કારણે ભારતમાં આવી રહેલા પડકારો સામે રાજ્યોની તૈયારી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ યુદ્ધ અંગે લોકસભા અને રાજ્યસભામાં સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકારોને સહકાર આપવા તથા ટીમ ઈન્ડિયાની ભાવનાથી કામ કરવા હાંકલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તેના કારણે ઉભા થયેલા ઉર્જા સંકટની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાની ભાવના પર ભાર મૂક્યો છે.

યુદ્ધ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લૉકડાઉન લાગુ થવાની અફવાઓ જોર પકડી રહી હતી. આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભારત સરકાર પાસે લૉકડાઉન લાદવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી અને આવી અફવાઓ તદ્દન ખોટી છે. મંત્રીએ જણાવ્યું કે અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ નાગરિકોએ ગભરાવાની કે પેનિક (Panic) થવાની જરૂર નથી. સરકાર ઊર્જા, સપ્લાય ચેઈન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ પર દરરોજ રિયલ ટાઈમ નજર રાખી રહી છે. તેમણે લોકોને શાંત રહેવા અને જવાબદારીપૂર્વક વર્તવા અપીલ કરી છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૦-૧૦ રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૦ રૂપિયા ઘટાડીને ૩ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.

Related posts

ભારતમાં ૧૮૦ ફ્લાઈટ્‌સ રદ, મુસાફરો મુશ્કેલીમાં

Master Admin

ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર

Master Admin

બીએસઈ અને એનએસઈના મેઇનબોર્ડ પર સૂચિબદ્ધ થયું ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA Solar)નું શેર

Master Admin

Leave a Comment

Translate »