રામકથામાં કૃષ્ણ જન્મોત્સવ અને રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થઇ.
આપણી રક્ષા રામ,રામનામ,રામકથા,રામદર્શનની લાલસા અને પરમની પાદૂકા કરે છે.
ભારત પદનું નહીં પાદુકાનું પૂજક છે.
મોમ્બાસા-કેન્યામાં અરૂણભાઇ-પ્રમીલાબેન સામાણી(મામા-મામી) પરિવારનાં મનોરમ મનોરથથી શરૂ થયેલી રામકથાનાં પૂર્ણાહૂતિ દિવસે
સુનુ મુનિ તોહિ કહઉં સહરોસા;
ભજહિ જે મોહિ તજિ સકલ ભરોસા.
કરહું સદા તિન્હ કે રખવારિ;
જિમિ બાલક રાખઇ મહતારિ.
આ બીજ પંક્તિઓ સાથે ભુશુંડિ સ્ટાઇલથી બાકીનાં બધા કાંડનું વિહંગ દર્શન કરાવતા સીતારામ વિવાહબાદ રામ વનવાસ,ચિત્રકૂટ નિવાસ,વાલ્મિકીને રહેવાના સ્થળ પૂછ્યા અને ભરતદ્વાજ પાસે રસ્તો પૂછ્યો.દશરથનો પ્રાણ ત્યાગ અને ચિત્રકૂટમાં ભરતનું બહુ મોટું આત્માનિવેદન.બાપુએ કહ્યું ભારત પદનું નહીં પાદુકાનું પૂજક છે.સ્વાભાવિક જ છેલ્લો દિવસ એટલે સૌની આંખો ભીની.
ગઈકાલની કૃષ્ણ જન્મની રાત યાદ કરીને કહ્યું કે ઉપસંહારક સૂત્રો કહેતા જણાવ્યું કે પરમાત્માની વિભૂતિઓનો અંત નથી તો વિભૂનો અંત તો કેમ હોય!પણ અનુભવથી કહું કે આપણી રક્ષા રામ સાથે જોડાયેલી પાંચ વસ્તુથી થાય છે:એક-રામ રક્ષા કરે છે,બીજું રામનું નામ રક્ષા કરે છે,ત્રીજું રામકથા રક્ષા કરે છે,ચોથું રામ દર્શનની લાલસા આપણી રક્ષા કરે છે અને પાંચમું પરમ તત્વની-રામની પાદુકા આપણું રક્ષણ કરે છે.
રામકથા અહીંની ભલી ભોળી કારી ગોરી પ્રજાને અર્પણ કરી.
આગામી-૯૬૨મી રામકથા,માનવીય ક્રૂરતાની પરાકાષ્ઠા સમી ઓશોવિટ્ઝ-બિરકેનૌ યાતના શિબિરમાં યહૂદી નરસંહાર-હોલોકોસ્ટનાં પિડીતોનાં સ્મરણાર્થે કેટોવીચ પોલેન્ડ ખાતે ૨૩થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે.
સમય તફાવતને અનુલક્ષીને તેનું વૈદિક ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર ભારતમાં પહેલા દિવસે સાંજે ૭:૩૦થી ૧૦:૩૦ અને બાકીનાં દિવસોમાં બપોરે ૧:૩૦થી ૫:૦૦ દરમિયાન પ્રસારણ થશે.
આસ્થા ટીવી ચેનલ પર ડી-લાઇવ પ્રસારણ ૨૪ ઓગસ્ટથી ૧ મે રોજ સવારે ૯:૩૦થી ૧:૦૦ દરમિયાન થશે.
શુક્રવારનો કથાસાર:
અનુગ્રહ પાત્રતા જોતો જ નથી.
આપણી પાસે રહેલી ચાર વસ્તુ-શરીર,પ્રાણ,આત્મા અને પરમાત્મા-આ બધાની રક્ષા રામ કરે છે.
ભારતનો સ્વતંત્ર દિવસ અને સ્વાતંત્ર દિવસ બધાને વધાઈ સાથે સવારે બાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવેલો.
જે લોકોએ પોતાના જીવનનું બલિદાન દીધું એમનું સ્મરણ કરીને કહ્યું કે ભારત સંકીર્ણ નથી મહાભારત છે.
તિરંગાની સામાજિક,રાજકીય,ધાર્મિક વ્યાખ્યાથી ઉપર બાપુએ આધ્યાત્મિક અર્થઘટન કરતાં કહ્યું કે ઉપરનો જે ગેરુઓ-ભગવો રંગ છે એ શિવજીનો રંગ છે.એ કોઈ સામાન્ય સંપ્રદાય ન સમજતા.આ ત્યાગ અને બલિદાનનું,શહીદીનું પ્રતીક છે.વિશ્વના કલ્યાણનો રંગ છે.
લીલો રંગ એ કૃષ્ણનો છે.કૃષ્ણ હંમેશાં ‘હરા-ભરા’ રહ્યા છે.
આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ.
અને રામ શ્વેત રંગના છે.શ્વેત રંગ ઉદાસીનતાનું પ્રતીક છે.નિષ્કલંક ઉદાસીનતા એટલે શ્વેત.
તિરંગાની વચ્ચે જે ચક્ર છે એ બુદ્ધનું ધર્મ ચક્ર છે.
ફિલ્ડ માર્શલ જનરલ માણેકશાનો અદભુત પ્રસંગ પણ કહીને આમ અને ખાસનો સંબંધ બતાવ્યો.
ભંતેજી મૈત્રીનાં પ્રશ્નમાં આશ્રિતે કોઈ ચિંતા ન કરવાનું કહીને ઉમેર્યું કે પોતાનું પાત્ર ઊંધું ન થવા દેવું,પાત્રમાં કોઈ છિદ્ર ન થઈ જાય અને પાત્રમાં કોઈ મલિનતા કે કચરો ન આવી જાય એ ધ્યાન રાખવું.કારણ કે
અનુગ્રહ પાત્રતા જોતો જ નથી.
આપણી પાસેની ચાર વસ્તુ-શરીર,પ્રાણ,આત્મા અને પરમાત્મા-આ બધાની રક્ષા રામ કરે છે.
અષ્ટ તત્વોની,વિશ્વામિત્રના યજ્ઞની અને અહલ્યાની રક્ષા પણ રામ કરે છે.
શનિવારની કથા પ્રસાદી:
હુકમ કરો પણ ‘હું’ કમ કરો.
શ્રેષ્ઠની રક્ષા એની મા કરતી હોય છે.
સેવક સ્વામીની રક્ષા કરે છે.
હનુમાનજીએ રામની રક્ષા કરી છે.
આપણા ગુરુ આપણી રક્ષા કરતા હોય છે.
પરમાત્માનાં શબ્દ,સ્પર્શ,રૂપ,રસ,ગંધ આપણી રક્ષા કરે છે.
આઠમા દિવસે જન્માષ્ટમીની બાપુએ બધાને ખૂબ વધાઈ આપીને કહ્યું કે પરાત્પર બ્રહ્મ,પૂર્ણાવતાર, શુદ્ધાવતાર.જે પ્રભુએ સાધુઓનાં પરિત્રાણ માટે અવતાર લીધો છે.સનાતન ધર્મ જ્યાં જ્યાં છે એવું કોઈ ઘર નહીં હોય જ્યાં કૃષ્ણ જન્મનો ઉત્સવ અને ઉત્સાહ નહીં હોય!
આપણી પરંપરાનાં ૧૧ નારાયણોમાં-આદિ નારાયણ,લક્ષ્મીનારાયણ,બદરીનારાયણ,નર નારાયણ,રામ નારાયણ,શિવ નારાયણ,સૂર્યનારાયણ, સત્યનારાયણ,હનુમાન નારાયણ,ગણેશ નારાયણ, અને દુર્ગા નારાયણની વાત કરીને કહેલું કે
મોટાભાગે શિવજીનો અભિષેક ગંગાજળથી થાય છે રામનો અભિષેક મા કૌશલ્યા સરયુનાં જળથી કરતા હતા.કૃષ્ણનો અભિષેક આંસુઓથી થાય છે.ગદગદ ગીરાથી થાય છે.જિંદગીમાં અતથી ઇતિ સુધી કોઈ આખી એક નવલકથાને વાંચી હોય તો એ હરીન્દ્ર દવેની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ એ વાંચી છે.
જણાવ્યું કે હુકમ કરો પણ ‘હું’ કમ કરો.
રામ બધાની રક્ષા કરે છે,પણ રામની રક્ષા કોણ કરે છે?કૃષ્ણ આખા વ્રજ મંડળની રક્ષા કરે છે.અને જ્યારે ગિરિરાજની લીલા કરે છે.ટચલી આંગળીથી ગિરિરાજને ઉઠાવી અને લીલા પૂરી કરી અને ઘરે આવે છે ત્યારે માં યશોદા તેને ગોદમાં લઈ લે છે.અને કૃષ્ણને કહે છે કે હું તારી રક્ષા કરું છું.શ્રેષ્ઠની રક્ષા એની મા કરતી હોય છે.સેવક સ્વામીની રક્ષા કરે છે. હનુમાનજીએ રામની રક્ષા કરી છે.ક્યારેક-ક્યારેક નાનાભાઈ લક્ષ્મણે રામની રક્ષા કરી છે.ક્યારેક ધર્મપત્ની પણ ઈશ્વરની રક્ષા કરે છે.સન્નારી રક્ષા કરે છે.ઝાંસીની રાણીએ પણ રક્ષા કરી.નરસિંહના રૂપમાં પ્રહલાદની રક્ષા થઈ છે.
માનસમાં બાલકાંડ ભોજનશાળા,અયોધ્યા કાંડ ધર્મશાળા,અરણ્યકાંડ પર્ણશાળા,કિષ્કિંધા કાંડ વ્યાયામ શાળા,સુંદરકાંડ પાઠશાળા,લંકાકાંડ પ્રયોગશાળા અને ઉત્તરકાંડ ગૌશાળા છે.
આપણા ગુરુ આપણી રક્ષા કરતા હોય છે.
આપણી પાસે ઇન્દ્રિયનો એક એક વિષય હોય છે:શબ્દ,રૂપ,રસ,ગંધ વગેરે..રામનો શબ્દ-બે પ્રકારના શબ્દ-એક નાભિ જે આકાશવાણી અને એક નભ જે અંતરવાણી-એ આપણી રક્ષા કરે છે.રામનો શબ્દ, સ્પર્શ,રસ,રૂપ અને ગંધ આપણી રક્ષા કરે છે.
