Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

યુદ્ધ વચ્ચે સરકારની મોટી જાહેરાત, ૪૦થી વધુ સામાનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી ખતમ

યુદ્ધને કારણે સરકારે નાબૂદ કરી ઇમ્પોર્ટ ડ્યુટી

૩૦ જૂન સુધી રસાયણ અને ખાતર ઉદ્યોગને મળશે લાભ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ એપ્રિલ ૨૦૨૬ –– મધ્યપૂર્વમાં ચાલી રહેલા જંગને કારણે ઉભા થયેલા વૈશ્વિક સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે ખાતર કંપનીઓને મોટી રાહત આપી છે. સરકારે એમોનિયમ નાઇટ્રેડ પર લાગનાર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં રાહત આપી છે. સાથે ઘણા પેટ્રોકેમિકલ ઉત્પાદકો પર પણ આયાત શુલ્ક હટાવી દીધું છે. આ છૂટ ૨ એપ્રિલથી ૩૦ જૂન સુધી લાગૂ રહેશે.

સરકારે ખાતર અને રસાયણ ઉદ્યોગને રાહત આપતા ઘણા જરૂરી કાચા માલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી શૂન્ય કરી દીધી છે. આ નિર્ણય તેવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે દુનિયાભરમાં જંગ અને સપ્લાય સંકટને કારણે ઉદ્યોગો પર સતત દબાવ વધી રહ્યો છે.
નાણા મંત્રાલય તરફથી જારી નોટિફિકેશન પ્રમાણે આશરે ૪૦ પ્રકારના પેટ્રોકેમિકલ કાચા માલ અને મધ્યવર્તી ઉત્પાદનો પર આયાત શુલ્ક ખતમ કરવામાં આવ્યું છે. તેમાં એમોનિયમ નાઇટ્રેટ, મેથનોલ, ફિનોલ, પીવીસી અને પોલીપ્રોપાઇલીન જેવા મહત્વના રસાયણ સામેલ છે. સરકારનું કહેવું છે કે આ પગલું સામાન્ય જનતાના હિતમાં ઉઠાવવામાં આવ્યું છે, જેથી વર્તમાન વૈશ્વિક સંકટ વચ્ચે ઉદ્યોગોનો રાહત મળી શકે.

સરકારના આ નિર્ણયથી કાસ કરી ખાતર કંપનીઓને મોટી રાહત મળવાની આશા છે. એમોનિયમ નાઇટ્રેટ જેવા રસાયણ ખાતર બનાવવા માટે જરૂરી હોય છે. તેનાથી ઉત્પાદન ખર્ચ ઓછો થશે અને આપૂર્તિ વ્યવસ્થા પર દબાવ પણ ઘટશે.

એમોનિયમ નાઈટ્રેટ પર લાદવામાં આવતો કૃષિ માળખાગત સુવિધા અને વિકાસ ઉપકર પણ દૂર કરવામાં આવ્યો છે, જે ખાતર ક્ષેત્રને વધારાનો લાભ આપશે. કુલ મળી સરકારનું આ પગલું ઉદ્યોગો માટે ખર્ચ ઘટાડનાર મોટું રાહત પેકેજ માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી ઉદ્યોગો માટે કાચો માલ સસ્તો થઈ જશે. સપ્લાય ચેનની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે અને ઉત્પાદન ખર્ચ ઘટશે. સાથે મોંઘવારીને નિયંત્રણ કરવાનો સહારો મળશે. જે રસાયણોને છૂટ આપવામાં આવી છે, તેમાં પાયાના ઔદ્યોગિક રસાયણ સામેલ છે, જેમ કે મિથેનોલ, એસીટિક અમ્લ, ફિનોલ, ટોલ્યુઇન અને એમોનિયા, જેનો ઉપયોગ લગભગ દરેક રસાયણ ઉદ્યોગમાં થાય છે.

પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક કાચા માલ પર ડ્યૂટી હટાવવાથી પેકેજિંગ, વાહન, ઈલેક્ટ્રોનિક અને ઉપભોક્તા સામાન બનાવનાર ક્ષેત્રને ફાયદો થશે. ઉચ્ચ સ્તરીય એન્જિનિયરિંગ સામર્ગીનો ઉપયોગ અંતરિક્ષ, રક્ષા, સ્વાસ્થ્ય ઉપકરણ અને ઈલેક્ટ્રોનિક્સમાં થાય છે. આ સિવાય ઘણા રસાયણોનો ઉપયોગ પીવીસી પાઇપ, પેન્ટ, કોટિંગ અન ઇંસુલેશન સામગ્રી બનાવવામાં પણ થાય છે.
વાહન ઉદ્યોગમાં પ્લાસ્ટિકના સ્પેરપાર્ટ્‌સ અને સીટ ફોમ બનાવવામાં પણ આ રસાયણનો ઉપયોગ થાય છે. જે ઉત્પાદકો પર ડ્યૂટી હટાવવામાં આવી છે, તેમાં ઘણા રસાયણો એવા છે જેનો ઉપયોગ દવા ઉદ્યોગમાં થાય છે, જેનાથી દવાના ઉત્પાદનમાં સરળતા રહેશે. એમોનિયમ નાઇટ્રેડ પર ડ્યૂટી હટાવવાથી ખાતરની ઉપલબ્ધતા રહેશે અને તેની કિંમતોને સ્થિર રાખવામાં મદદ મળશે.

Related posts

શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ

Master Admin

TRAI લાવી રહ્યું છે હાઈ-ટેક સિસ્ટમ, પબ્લિક Wi-Fiના ટેન્શનનો અંત

Master Admin

એપ્રિલમાં GST કલેક્શન ૨.૪૩ લાખ કરોડના ઐતિહાસિક સ્તરે

Master Admin

Leave a Comment

Translate »