Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

રશિયાએ યુક્રેન પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યો, ૧૫ લોકોના મોત

હુમલામાં ૭ અન્ય લોકો ઘાયલ થયા

હુમલાઓમાંથી એકમાં કંપનીની બસ કેન્દ્રમાં હતી, જે નીપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં શિફ્ટ પછી ખનિકોને લઈ જતી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
કીવ, તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૬ – યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિની વાટાઘાટો વચ્ચે રશિયાએ કીવ શહેર પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યો છે. નીપ્રોમાં રશિયન ડ્રોને એક બસને નિશાન બનાવીને હુમલા કર્યો છે. યુક્રેની ઇમરજન્સી સેવાઓએ આપેલી વિગતો પ્રમાણે આ હુમલાના કારણે ૧૫ લોકોના મોત થયા છે. હુમલામાં ૭ અન્ય લોકો ઘાયલ થયા અને ભયાનક આગ લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે, જોકે, આગમાં કાબૂમાં લેવામાં આવી છે.યુક્રેનની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની DTEKએ જણાવ્યું કે આ બસ તેમની હતી. કંપનીએ રશિયા પર નીપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં DTEKની ખાણો પર મોટા પાયે આતંકવાદી હુમલો કર્યાંનો આરોપ લગાવ્યો છે. નીપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારની રાજધાની નીપ્રો છે. આ હુમલો ૨૦૨૬નો સૌથી મોટો હુમલો છે. જેમાં ૧૫ લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયાં છે. હુમલાઓમાંથી એકમાં કંપનીની બસ કેન્દ્રમાં હતી, જે નીપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં શિફ્ટ પછી ખનિકોને લઈ જતી હતી. તે વખતે હુમલો થયો અને બસમાં ભયાનક આગ લાગી ગઈ હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાતચીતનો બીજો દોર આગામી અઠવાડિયે અરબી દુબઈમાં થવાનો છે, પરંતુ શાંતિના વાટાઘાટો વચ્ચે આ હુમલો થયો છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુક્રેન નક્કર વાતચીત માટે તૈયાર છે અને યુદ્ધને પૂર્ણ કરવા માટેની વાત ચાલી રહી છે. પરંતુ તેવામાં રશિયાએ હુમલો કરીને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. શું હુમલાથી યુદ્ધ વચ્ચે શાંતિનો ભંગ થશે? પ્રશ્ન એ પણ છે કે શું હવે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિવાર્તા થશે?

Related posts

બાંગ્લાદેશે ભારત પાસેથી માગ્યા ૨ લાખ ટન ચોખા

Master Admin

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનની પડખે ઉભુ રહ્યું !

Master Admin

પાક.માં આર્મી ચેક પોસ્ટ ઉપર આત્મઘાતી હુમલામાં ૧૮ના મોત

Master Admin

Leave a Comment

Translate »