Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ કરારનો અંત

૫૦ વર્ષમાં પહેલીવાર હવે કોઈ નિયમ નહીં

ન્યૂ સ્ટાર્ટ સંધિ પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને રોકવા માટે ૨૦૧૦માં કરવામાં આવેલો એક ઐતિહાસિક કરાર હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રો પરની છેલ્લી મોટી કાનૂની મર્યાદા હવે ખતમ થઈ ગઈ છે. આજે એટલે કે, ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિ ની મુદત પૂરી થઈ ગઈ છે. લગભગ ૫૦ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બંને દેશોના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો, જેમ કે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલો, સબમરીન લોન્ચ મિસાઇલો અને બોમ્બર પર કોઈ બંધનકર્તા મર્યાદા કે નિયમ રહ્યો નથી. આ ઘટનાથી વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની નવી સ્પર્ધા શરૂ થવાનો ખતરો વધી ગયો છે. ન્યૂ સ્ટાર્ટ સંધિ પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને રોકવા માટે ૨૦૧૦માં કરવામાં આવેલો એક ઐતિહાસિક કરાર હતો. ૨૦૧૦માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે આના પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ ૨૦૧૧માં અમલમાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય એવા વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોની તૈનાતી મર્યાદિત કરવાનો હતો. જે કોઈ દેશના મુખ્ય રાજકીય, સૈન્ય અને ઔદ્યોગિક ઠેકાણાઓને નિશાન બનાવવા સક્ષમ હોય.૨૦૨૩ માં રશિયાએ યુક્રેન યુદ્ધમાં અમેરિકાની મદદને કારણભૂત ગણાવીને આ સંધિમાં ભાગ લેવાનું (જેમ કે નિરીક્ષણ) બંધ કરી દીધું હતું. આજે, ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આ સંધિ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે. હવે બંને દેશો પોતાની ઈચ્છા મુજબ પરમાણુ શસ્ત્રો વધારવા માટે સ્વતંત્ર છે.રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તે હવે ન્યૂ સ્ટાર્ટ સંધિથી બંધાયેલું નથી. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાએ રાષ્ટ્રપતિ પુતિનના તે પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી. જેમાં બંને દેશોને વધુ ૧૨ મહિના સુધી સંધિની મર્યાદાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર એ આને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે “ગંભીર ક્ષણ” ગણાવી છે.નવી શસ્ત્ર સ્પર્ધાઃ રશિયા અને અમેરિકા બંને મિસાઇલોની સંખ્યા વધારવા અને વધારાના વોરહેડ્‌સ તૈનાત કરવા માટે મુક્ત છે.ચીનનું પરિબળઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં કોઈપણ પરમાણુ વાટાઘાટોમાં ચીનને સામેલ કરવું જોઈએ.

Related posts

દુનિયાના એવા ૫ાંચ ડ્રગ માફિયા, જેની સામે અમેરિકા જેવી મહાસત્તા પણ લાચાર બની!

Master Admin

ઈરાનને સૌથી મોટો ઝટકો, અલી લારીજાનીના મૃત્યુની પુષ્ટી

Master Admin

ઓઇલ સંકટ વચ્ચે ૬ દેશો ઈરાન વિરુદ્ધ એકજૂટ થયાં

Master Admin

Leave a Comment

Translate »