Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

રાંચીમાં સ્થિતિ કાબૂ બહારઃ વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, લાઠીચાર્જ બાદ હિંસક ઘર્ષણ

રાંચીમાં વિદ્યાર્થી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો, છતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રગાન ગાવા લાગ્યા : વિદ્યાર્થીઓએ ૬ બેરિકેડ તોડી નાખ્યા છે, તેમની CBI તપાસની માંગ

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાંચી, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ — ઝારખંડના પાટનગર રાંચીમાં JPSC પરીક્ષા ગેરરીતિ અને પેપર લીકની CBI તપાસની માંગ સાથે શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન સોમવારે ચરમસીમાએ પહોંચી ગયું હતું. ’વિધાનસભા ઘેરાવ’ માર્ચ દરમિયાન તમામ સુરક્ષા બેરિકેડ્‌સ તોડીને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા પરિસરમાં ઘૂસી ગયા હતા અને ગેટ નંબર ૧ પર જમાવડો કર્યો હતો. પોલીસે માર્ચને રોકવા માટે રસ્તાઓ પર કાંટાળા તાર અને ભારે બેરિકેડ્‌સ ગોઠવ્યા હતા. પરંતુ આક્રોશિત વિદ્યાર્થીઓ આ તારોને પોતાના હાથ વડે ઊંચકીને દૂર લઈ ગયા હતા. પરિસ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ હતી કે સેંકડો વિદ્યાર્થીઓ વિધાનસભા પરિસરની અંદર ઘૂસી ગયા હતા અને કેટલાંક પ્રદર્શનકારીઓ રસ્તા પર જ સૂઈને સરકાર વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા.

વિધાનસભા તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે ભીડ વિખેરવા માટે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. પરંતુ વિખેરાવાને બદલે વિદ્યાર્થીઓ ફરી એકઠા થઈ ગયા હતા અને પોલીસનો સામનો કર્યો હતો. વિદ્યાર્થીઓની પ્રચંડ સંખ્યાને જોતાં વિધાનસભા સંકુલની સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પ્રશાસને ઝારખંડના અન્ય જિલ્લાઓની પોલીસને તાત્કાલિક અસરથી રાંચી પહોંચવાનો આદેશ આપ્યો હતો.

દિવસભર ચાલેલા ભારે હોબાળા, ઘર્ષણ અને ટીયર ગેસના મારા વચ્ચે ઝારખંડ વિધાનસભાનું આજનું સત્ર પૂર્ણ થયું હતું. કાર્યવાહી સ્થગિત થયા બાદ રાંચી પોલીસે વિધાનસભાના ગેટ નંબર ૧ પર બેસેલા તમામ આંદોલનકારી વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અને પોતપોતાના ઘરે પરત ફરવા માટે જાહેરમાં અપીલ કરી હતી.

વિદ્યાર્થીઓ આગળ વધતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ફરીથી તીવ્ર ઘર્ષણ થયું હતું. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે ભીડને વિખેરવા માટે વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના ગોળા છોડ્યા હતા, જેનાથી રસ્તાઓ પર નાસભાગ મચી ગઈ હતી.

આ આંદોલન વચ્ચે ઝારખંડ લોકસેવા આયોગ (JPSC)) સિવિલ સેવા પરીક્ષા ગેરરીતિ કેસમાં CID એ JPSCના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ ન્. દ્ભરૈટ્ઠહખ્તીંની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સહયોગ આપવા માટે તેમણે ગયા મહિને જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, અને અનેક રાઉન્ડની પૂછપરછ બાદ તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ, રાંચીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી બાદ રાજકારણ પણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષ પર ડબલ સ્ટાન્ડર્ડ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરુણ ચુગે કહ્યું કે, જે લોકો દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને હાઇજેક કરવા માટે છેલ્લી ઘડી સુધી તરફડિયાં મારી રહ્યા હતા, તે નેતાઓ આજે ક્યાં ગાયબ છે? ઝારખંડના યુવાનો પર ટીયર ગેસ છૂટી રહ્યો છે ત્યારે તેઓ મૌન કેમ છે?

પોલીસના લાઠીચાર્જ અને વોટર કેનનની કાર્યવાહી બાદ પણ વિદ્યાર્થીઓ પાછા હટ્યા નહોતા. કડક કાર્યવાહી વચ્ચે વિદ્યાર્થીઓ એકઠા થઈને દેશનું રાષ્ટ્રગાન ગાવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓનો આ અનોખો વિરોધ અને સરકાર સામેનો આક્રોશ હવે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર વિદ્યાર્થીઓની CBIતપાસની માંગ સામે શું વલણ અપનાવે છે.

ઝારખંડના વિદ્યાર્થીઓ છેલ્લા ૧૫ દિવસથી CBI તપાસની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. આ જ મુદ્દે આજે અમે તમામ મુખ્યમંત્રીને મળીને વિદ્યાર્થીઓની માંગ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવા જઈ રહ્યા હતા. પરંતુ અમને આવાસની બહાર જ રોકી દેવામાં આવ્યા અને ખેલગાંવ સ્થિત કેમ્પ જેલમાં ડિટેન કરવામાં આવ્યા. સરકારની આ તાનાશાહીનો જવાબ આપવામાં આવશે. ઝારખંડના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આજે જ ધરણાં પર બેઠા હતા. ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિત અનેક વરિષ્ઠ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. રાંચીના જીઁએ પોલીસ જવાનોને ધીરજ રાખવા પણ હાંકલ કરી છે. જેથી જંતર મંતર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય. પોલીસે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે કૂચ કરવાની પણ અપીલ કરી છે. પોલીસની તૈયારી છે કે વિધાનસભા તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓને ફરીથી ધરણાં સ્થળ તરફ લઈ જવામાં આવે.

ઝારખંડના CM હેમંત સોરેનની સરકારના મંત્રી યોગેન્દ્ર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીઓના આંદોલનમાં ભારતીય જનતા પાર્ટી પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓના આંદોલનને હાઈજેક કરવા માંગે છે.
ઝારખંડના અન્ય એક મંત્રી સુદિવ્ય સોનુએ કહ્યું છે કે, સરકારે હાઈ લેવલ સમિતિ બનાવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહી છે.

તેમની મોટા ભાગની માંગ સ્વીકારી લેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ કહ્યું છે કે, મુખ્યમંત્રી સોરેને સ્પષ્ટ કરવું જોઈએ છે કે તેઓ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગે છે કે નહીં. વિદ્યાર્થીઓની માંગ છે કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ તો તેમાં વાંધો શું છે? મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના કહેવામાં આવી ગયા છે.

Related posts

અલગ દેખાવા માટે ડિઝાઇન: POVA 8 નું વેચાણ 18 જૂનથી સમગ્ર ભારતમાં શરૂ થશે

Master Admin

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યો

Master Admin

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે

Master Admin

Leave a Comment

Translate »