Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના ૧૧ ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ

ભાજપે ખેલ પાડ્યો!

હરિયાણામાં બેલેટ પેપરની ગોપનિયતા ભંગ અંગે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ માર્ચ ૨૦૨૬ — બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભા ચૂંટણીમાં NDAને જીત મળી છે. બિહાર સહિત ૧૦ રાજ્યોમાં રાજ્યસભાની ૩૭ બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો ગઇકાલે મોડી રાત સુધી જાહેર થયા છે. બિહાર, ઓડિશા અને હરિયાણામાં ૨૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જે બાદ બાકીની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની તમામ પાંચ બેઠકો NDAએ જીતી લીધી છે, જ્યારે ઓડિશામાં BJD અને કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગને કારણે ભાજપને બે બેઠકો મળી છે. હરિયાણામાં ચૂંટણી પરિણામોમાં વિવાદોના કારણે મતગણતરી લગભગ ૫ કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા. દેશના ૧૦ રાજ્યોમાં સોમવારે રાજ્યસભાની ૩૭ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં ૨૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. બાકીની ૧૧ બેઠકો માટે બિહાર, ઓડિશા અને હરિયાણામાં મતદાનની જરૂર પડી હતી. બિહારમાં ૫, ઓડિશામાં ૪ અને હરિયાણામાં ૨ બેઠકો હતી. હરિયાણામાં બેલેટ પેપરની ગોપનિયતા ભંગ અંગે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે મતગણતરી ૫ કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા. સૌથી વધુ ધ્યાન બિહારની રાજ્યસભા ચૂંટણીએ ખેંચ્યું હતું. અહીંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર અને શિવેશ કુમાર NDAના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. NDAએ બિહારની તમામ પાંચ રાજ્યસભા બેઠકો પર જીત મેળવી છે. એક બેઠક માટે દ્ગડ્ઢછ અને મહાગઠબંધનના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે, મહાગઠબંધનના ૪ ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા હતા, જેનો ફાયદો NDA ના ઉમેદવારને મળ્યો હતો. ઓડિશામાં BJD અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ક્રોસ-વોટિંગના આધારે ભાજપે ખેલ પાડીને ૨ રાજ્યસભા બેઠકો જીતી લીધી. ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બેલેટ પેપરની ગોપનિયતાના ભંગ અને મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસોના આરોપોને કારણે મતદાન પ્રક્રિયામાં થોડીવાર માટે વિક્ષેપ પણ આવ્યો હતો. અનેક BJD અને કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને પક્ષમાં બળવો કરી ભાજપને ફાયદો પહોંચાડ્યો. સૂત્રો અનુસાર BJDના અંદાજે આઠ ધારાસભ્યોએ ભાજપ માટે ક્રોસ-વોટિંગ કર્યું હતું.

 

Related posts

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો કરાયો

Master Admin

SIRના કામમાં કોંગ્રેસના આક્ષેપ વચ્ચે ચૂંટણીપંચે જાહેર કરી વિગતો

Master Admin

ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં

Master Admin

Leave a Comment

Translate »