Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ

  • વિધાનસભાથી કર્યું વૉકઆઉટ
  • રાજ્યપાલે કહ્યું કે, ’મારો માઈક બંધ કરી દેવામાં આવ્યો અને મને બોલવા ન દીધો. તેનાથી મારું અપમાન થયું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુ,તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૬: તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ આર.એન. રવિ વચ્ચેનો વિવાદ ફરી એક વાર સામે આવ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધન આપ્યા વિના વૉકઆઉટ કર્યું હતું. તેમની માગ હતી કે પરંપરાગત રાજ્ય ગીત (તમિલ થાઈ વાઝથુ) બાદ તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવે, પરંતુ સ્પીકર એમ. અપ્પાવુએ આ માગને નકારી કાઢી હતી. રાજ્યપાલના મતે આ બંધારણીય ફરજનું ઉલ્લંઘન છે. પરિણામે આર.એન. રવિએ ગૃહને સંબોધિત કર્યા વિના જ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો.

રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે ગૃહનો બહિષ્કાર કર્યો છે. આ પહેલા તેમણે ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ ભાષણ નહોતું આપ્યું. તમિલનાડુ લોકભવને પ્રેસ રિલીઝ જારી કરીને આ સમગ્ર મામલે જાણકારી આપી છે.

તમિલનાડુ વિધાનસભામાં રાજ્યપાલ આર.એન. રવિએ કહ્યું કે, ’મને ખૂબ જ દુઃખ છે કે, રાષ્ટ્રગીતને સન્માન આપવામાં નથી આવી રહ્યું. ભાષણમાં વિક્ષેપ પડ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું મારી જવાબદારીઓથી સારી રીતે વાકેફ છું. પરંતુ રાષ્ટ્રગીતને યોગ્ય સન્માન મળવું જોઈએ.’

રાજ્યપાલની માગ પર પ્રતિક્રિયા આપતા તમિલનાડુના સ્પીકર અપ્પાવુએ કહ્યું કે, ’વિધાનસભામાં માત્ર ધારાસભ્યોને જ પોતાના વિચારો શેર કરવાની છૂટ છે. બીજું કોઈ પોતાના વિચારો ન થોપી શકે. સરકારે રાજ્યપાલના સંબોધનની તૈયારીઓ કરી રાખી હતી.’

જોકે, રાજ્યપાલે કહ્યું કે, ’મારો માઈક બંધ કરી દેવામાં આવ્યો અને મને બોલવા ન દીધો. તેનાથી મારું અપમાન થયું છે.’

Related posts

ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ

Master Admin

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયા 2026 ફરી બેંગલુરુમાં

Master Admin

ફેનેસ્ટાએ વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં 17મો શૉરૂમ શરૂ કરીને રાજ્યમાં પોતાનો દબદબો વધુ મજબૂત બનાવ્યો

Master Admin
Translate »