Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

લોકસભામાં રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

શું અમેરિકા નક્કી કરશે કે આપણે ક્યાંથી તેલ ખરીદીએ : રાહુલ

સરકારે ખેડૂતો વિશે વિચાર્યું નહીં, યુએસ ટેરિફ ૩% થી વધીને ૧૮% થઈ ગયો છે : રાહુલ ગાંધીનો પ્રહાર

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: સંસદમાં લાંબા સમય સુધી વિરોધ ચાલ્યા બાદ રાહુલ ગાંધીએ આજે લોકસભામાં બજેટ ૨૦૨૬ પર ચર્ચામાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા પૂછ્યું કે અમેરિકા આપણા નિર્ણયો કેવી રીતે નક્કી કરી રહ્યું છે. હવે શું અમેરિકા નક્કી કરશે કે આપણે તેલ ક્યાંથી ખરીદીએ? તેમણે આપણા કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખોલી દીધું. સરકારે ખેડૂતો વિશે વિચાર્યું નહીં. યુએસ ટેરિફ ૩% થી વધીને ૧૮% થઈ ગયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીયો પાસે સૌથી વધુ ડેટા છે. ડેટા સુરક્ષા સર્વોપરી છે. આપણા લોકોની પ્રતિભા અને વિચારસરણીને પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે. જો બાંગ્લાદેશ કાપડ નિકાસ કરે છે, તો તેના પર શૂન્ય ટેરિફ છે. આપણો કાપડ ઉદ્યોગ ખતમ થઈ ગયો. અમેરિકન નિકાસ વધી, આપણને શું ફાયદો થયો? ટ્રમ્પે ટેરિફ વધાર્યો. હવે શું અમેરિકા નક્કી કરશે કે આપણે તેલ ક્યાંથી ખરીદીએ?

રાહુલ ગાંધીએ કહ્યું, “કેન્દ્ર સરકારે વેપાર સોદામાં ગરીબ ખેડૂતોને કચડવાનો માર્ગ મોકળો કર્યો છે. આ પહેલાં ક્યારેય કોઈ વડા પ્રધાને આવું કર્યું નથી. ઇતિહાસમાં પહેલી વાર, આપણા ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે. યુએસ આયાત ૪૬ અરબ યુએસ ડોલરથી વધીને ૧૪૬ અરબ યુએસ ડોલર થશે. આપણો ટેરિફ ૩% થી વધીને ૧૮% થયો છે અને તેમનો ટેરિફ ૧૬% થી ઘટીને શૂન્ય થઈ ગયો છે.”

રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે સ્થિરતાની દુનિયાથી અસ્થિરતાની દુનિયા તરફ આગળ વધી રહ્યા છીએ. વડા પ્રધાન અને દ્ગજીછએ થોડા સમય પહેલા ચોંકાવનારી રીતે કહ્યું હતું કે યુદ્ધનો સમય પૂરો થઈ ગયો છે. પરંતુ યુક્રેનમાં સંઘર્ષ ચાલુ છે અને ઈરાનમાં સંઘર્ષ ચાલુ છે. આનો અર્થ એ છે કે આપણે સ્થિરતાથી અસ્થિરતા તરફ આગળ વધી રહ્યા છીએ. અન્ય અનેક વૈશ્વિક મુદ્દાઓનો ઉલ્લેખ કરતા, રાહુલે કહ્યું કે આજે ભારતના ૧.૪ અબજ લોકો સામેના પડકારો તદ્દન અલગ છે.

Related posts

ચૂંટણી પહેલા જ રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું

Master Admin

દેશમાં LPG અછતની સ્થિતિ બની ચિંતાજનક

Master Admin

ત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે

Master Admin

Leave a Comment

Translate »