Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

૧ એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી

૧૦૦૦થી વધુ મેડિસિનના ભાવ વધશે

તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ માર્ચ ૨૦૨૬ — હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) માં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે ૦.૬% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં WPI માં (+) ૦.૬૪૯૫૬% નો વાર્ષિક ફેરફાર જોવા મળ્યો છે. આ વધારો ૧,૦૦૦ થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે. જેમાં મુખ્યત્વે પેરાસીટામોલ કે જે તાવ અને દુખાવા માટે સૌથી વધુ વપરાતી દવા છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે વપરાતી એઝિથ્રોમાસીન જેવી દવાઓ, એનીમિયા અને વિટામિન્સ લોહીની ઉણપ દૂર કરવાની દવાઓ અને મિનરલ્સ, સ્ટીરોઈડ્‌સ કે જે ગંભીર બીમારીઓ અને શ્વસન સંબંધી સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ મામૂલી વધારો પૂરતો નથી. ચાલુ ઈરાન યુદ્ધને કારણે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલ (APIs) અને સોલ્વન્ટ્‌સના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. ગ્લિસરીનની કિંમતમાં ૬૪% નો વધારો થયો છે. આ ઉપરાંત પેરાસીટામોલ APIની કિંમતમાં ૨૫% નો વધારો થયો છે. પેકેજિંગ મટિરિયલ જેવા કે એલ્યુમિનિયમ ફોઈલ અને ઁફઝ્ર ના ભાવ ૪૦% સુધી વધ્યા છે. દવાઓના ઉત્પાદન ખર્ચમાં ૩૦-૩૫% નો વધારો થયો છે, જેની સામે ૦.૬% નો ભાવ વધારો ઉદ્યોગ માટે પૂરતો નથી. અમે આ મુદ્દે દ્ગઁઁછ સમક્ષ રજૂઆત કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના ૨૧૫ કેસ

Master Admin

સંસદમાં મહિલા અનામત માટે PM મોદીનો માસ્ટરપ્લાન તૈયાર

Master Admin

૪૪ હજાર મેટ્રિક ટન LPGલઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

Master Admin

Leave a Comment

Translate »