- એમેઝોન નાઉ ઉપલબ્ધ હોય તેવાં શહેરોમાં ડીલ હેઠળ ખરીદવામાં આવેલી દર બેમાંથી એક વસ્તુની ડીલિવરી ફક્ત થોડી જ મિનિટોમાં કરવામાં આવી હતી. અગાઉના પ્રાઇમ ડેની સરખામણીએ થોડાં જ કલાકોમાં અથવા તે જ દિવસે 3ગણા કરતાં વધુ પ્રોડક્ટ્સની ડીલિવરી કરવામાં આવી હતી.
- પ્રાઇમની મેમ્બરશિપ માટેના 70% કરતાં વધુ સાઇન-અપ્સ ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી થયાં હતાં.
- પ્રાઇમ ડે 2026માં અત્યાર સુધીમાં સૌથી વધુ નાના અને મધ્યમ વ્યવસાયોએ ભાગ લીધો હતો, જેમાં વિક્રેતાઓની વિક્રમી સંખ્યાએ રૂ. 10 લાખના વેચાણનો આંકડો પાર કર્યો હતો અને ભાગ લેનાર બે-તૃતીયાંશ કરતાં વધુ એસએમબી ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી હતાં.
- દર બેમાંથી લગભગ એક પ્રાઇમ મેમ્બરે ચૂકવણીના માધ્યમ તરીકે એમેઝોન પેની પસંદગી કરી હતી, જ્યારે આ પ્રાઇમ ડે દરમિયાન એમેઝોન પે લેટરમાં વાર્ષિક ધોરણે (YoY) 2.5 ગણાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. ગ્રાહકોએ બેંક ઑફર્સ, કૅશબૅક, ફ્રી અને ઝડપી ડીલિવરી તેમજ નો-કોસ્ટ ઇએમઆઈના વિકલ્પોનો અભૂતપૂર્વ લાભ ઉઠાવ્યો હતો.
- ક્રિટિક્સ દ્વારા પ્રશંસા પામેલી પ્રાઇમ ઓરિજિનલ સીરીઝ ‘રાખ’ પ્રાઇમ ડેના લાઇન-અપમાં સૌથી અલગ તરી આવતું ટાઇટલ બની હતી, જેણે છેલ્લા 2 વર્ષમાં કોઈપણ પ્રાઇમ ઓરિજિનલ સીરીઝ માટે સૌથી મોટું ડેબ્યૂ કર્યું હતું. તેના પ્રીમિયર થયાના ગણતરીના દિવસોમાં જ આ સીરીઝ 23 દેશોમાં #1 ટ્રેન્ડ થવા લાગી હતી અને 60 દેશોમાં ટોચના10ની યાદીમાં આવી ગઈ હતી.
બેંગલુરુ | ૧૦ જુલાઈ ૨૦૨૬ | એમેઝોન ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તેની પ્રાઇમ ડેની 10મી આવૃત્તિ અત્યાર સુધીનો સૌથી ઝડપી પ્રાઇમ ડે બની હતી. એમેઝોન નાઉ ઉપલબ્ધ હોય તેવાં શહેરોમાં ડીલ હેઠળ ખરીદવામાં આવેલી દર બેમાંથી એક વસ્તુની ડીલિવરી ફક્ત થોડી જ મિનિટોમાં કરવામાં આવી હતી.પ્રીમિયમ ઇલેક્ટ્રોનિક્સ અને બ્યુટીથી લઈને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી વિવિધ કેટેગરીમાં ગ્રાહકોએ અલ્ટ્રા ફાસ્ટ ડીલિવરીનો લાભ લીધો હતો. તે જ દિવસે કરવામાં આવતી ડીલિવરીમાં 3 ગણા કરતાં વધુનો વધારો નોંધાયો હતો અને હોંશિયારપુર, ઉજ્જૈન તથા ધારવાડ સહિતનાં ટીયર 2 અને ટીયર 3 શહેરો સુધી તેની પહોંચ વિસ્તરી હતી.નવા પ્રાઇમ સાઇન-અપ્સમાંથી 70% કરતાં વધુ ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી આવ્યા હોવાથી, પ્રાઇમની મેમ્બરશિપસાચા અર્થમાં ભારતનાખૂણેખૂણા સુધી પહોંચી શકી હતી.
એમેઝોનના ભારત અને ઉભરતા દેશોમાં પ્રાઇમ અને કસ્ટમર ફુલફિલમેન્ટ એક્સપિરિયન્સના વાઇસ પ્રેસિડેન્ટ અક્ષય સાહીએ જણાવ્યું હતું કે,‘અમને અમારા ગ્રાહકોને વધુમાં વધુ બચત કરવામાં મદદ કરવી ગમે છે અને પ્રાઇમ ડે એ પ્રાઇમ મેમ્બરશિપ દ્વારા મળતાં પરવડે તેવા મૂલ્ય, ઝડપી ડીલિવરી, શાનદાર ડીલ્સ, નવાલૉન્ચ અને બ્લૉકબસ્ટર મનોરંજનની શ્રેષ્ઠ ઉજવણી છે.પ્રાઇમ ડેની 10મી આવૃત્તિ એ એક એવું સીમાચિહ્ન છે, જેની ઉજવણી કરતી વખતે અમને અમારા વિક્રેતાઓ, ભાગીદારો અને દેશભરના લાખો ગ્રાહકો સાથે ગર્વની લાગણી થઈ રહી છે.આ અત્યાર સુધીનો અમારો સૌથી ઝડપી પ્રાઇમ ડે હતો, જેમાં એમેઝોન નાઉ ઉપલબ્ધ હોય તેવાં શહેરોમાં ડીલ હેઠળ ખરીદવામાં આવેલી દર બેમાંથી એક વસ્તુની ડીલિવરી ફક્ત થોડી જ મિનિટોમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાના અને મધ્યમ વ્યવસાયોની અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી પણ નોંધાઈ હતી, જે ફરી એકવાર સાબિત કરે છે કે, પ્રાઇમ ડે અમારા ગ્રાહકો માટે જેટલો મહત્વપૂર્ણ છે, એટલો જ અમારા વિક્રેતાઓ માટે પણ છે.’
પ્રાઇમે રોજિંદા જીવનને બહેતર બનાવ્યું
- એમેઝોન નાઉ પરથી ખરીદી કરનારા પ્રાઇમ મેમ્બર્સે રૂ. 99થી વધુના ઑર્ડર પર ફ્રી ડીલિવરી, રૂ. 1,499થી વધુના ઑર્ડર પર રૂ. 200ના કૅશબૅક, તમામ ઑર્ડર પર ઝીરો ફી અને દરેક ખરીદી પર નિશ્ચિત કૅશબૅકનો લાભ મેળવ્યો હતો.
- પ્રાઇમ મેમ્બર્સે એમેઝોન નાઉ પર આકર્ષક ડીલ્સનો લાભ લઈને તેમની પ્રોડક્ટ્સની ડીલિવરી ફક્ત થોડી જ મિનિટોમાં મેળવી હતી. આ પ્રાઇમ ડે દરમિયાન એમેઝોન નાઉ પર આવેલા લગભગ અડધા ઑર્ડર્સ કરિયાણા ઉપરાંત કેમેરા, પર્સનલ કૅર એપ્લાયેન્સિસ અને અન્ય પ્રોડક્ટ્સના હતાં.
- અગાઉના પ્રાઇમ ડેની સરખામણીએ તે જ દિવસે કરવામાં આવતી ડીલિવરીમાં 3 ગણા કરતાં વધુનો વધારો નોંધાયો હતો, જેમાં પ્રાઇમ ડે દરમિયાન આવેલા દર 4માંથી એક ઑર્ડરની ડીલિવરી ગ્રાહકોને તે જ દિવસે કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાઇમ ડે પૂરો થાય તે પહેલાં જ કુલ ઑર્ડર્સમાંથી અડધા કરતાં વધુ ઑર્ડર્સની ડીલિવરી કરી દેવામાં આવી હતી.
વિવિધ કેટેગરીમાં પ્રીમિયમાઇઝેશન
- સ્કિનકૅર, હેરકૅર, ફ્રેગ્રન્સિસ અને મેકઅપ સહિતના પ્રીમિયમ બ્યુટી સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે (YoY) 3 ગણો વધારો નોંધાયો હતો, જ્યારે રૂ. 2,500થી વધુ કિંમતનાં પ્રીમિયમ ગ્રૂમિંગ એપ્લાયેન્સિસનું વેચાણ વાર્ષિક ધોરણે (YoY) બમણું થયું હતું.
- ગ્રાહકોએ ઘરેમેળવવામાં આવતાં મનોરંજનના અનુભવને બહેતર બનાવ્યો હતો, જેમાં રૂ. 35,000થી વધુ કિંમતનાં પ્રીમિયમ ટીવીના વેચાણમાં વાર્ષિક ધોરણે (YoY) 2 ગણો વધારો નોંધાયો હતો અને વધુ મોટી સ્ક્રીન ધરાવતા ટેલિવિઝન (65 ઇંચ અને તેથી વધુ)ની ખરીદી તરફ ગ્રાહકોનું વલણ વધ્યું હતું.
- સેમસોનાઇટ, ડેલ્સી પેરિસ, સ્વિસ મિલિટ્રી અને વિક્ટોરિનોક્સ જેવી બ્રાન્ડ્સના નેતૃત્વમાં પ્રીમિયમ ટ્રાવેલ લગેજના વેચાણમાં વાર્ષિક ધોરણે (YoY) 1.5 ગણો વધારો નોંધાયો હતો.
ભારતે એસ્પિરેશનલ ખરીદીના આગામી તબક્કાને આગળ વધાર્યો
- ટુ-વ્હીલર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે (YoY) 1.65 ગણો વધારો નોંધાયો હતો, જ્યારે રૂ. 5 લાખથી વધુ કિંમતની પ્રીમિયમ બાઇક્સના વેચાણમાં વાર્ષિક ધોરણે (YoY) 2.3 ગણો ઉછાળો નોંધાયો હતો, જેમાં હાર્લી-ડેવિડસન, કેટીએમ, ટ્રાયમ્ફ અને રૉયલ એનફિલ્ડ જેવી બ્રાન્ડ્સનોદબદબો રહ્યો હતો. હાર્લી-ડેવિડસન, કેટીએમ અને ટ્રાયમ્ફ મોટરસાઇકલ્સના દર 10માંથી 7 ખરીદદારો ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી હતા.
- ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં ઇન્ટરનેશનલ હૉમ એન્ડ કિચન બ્રાન્ડ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે (YoY) 4.5 ગણો વધારો નોંધાયો હતો, જે રાષ્ટ્રીય સ્તરે થયેલી વૃદ્ધિ કરતાં વધુ હતો, જે મેટ્રો શહેરોની બહાર પણ એસ્પિરેશનલ બ્રાન્ડ્સની માગ વધી રહી હોવાનું સૂચવે છે.
ગ્રાહકોએ એઆઈ આધારિત ટેક્નોલોજી અને સ્માર્ટર હૉમ્સને અપનાવ્યાં
- પ્રાઇમ ડે દરમિયાન વેચાયેલા વિન્ડોઝ લેપટોપ્સમાંથી દર પાંચમાંથી એક લેપટૉપ એઆઈ પીસી હતું.
- રોબોટિક વેક્યૂમ્સ, કૉફી મશીન્સ અને આઇસ મેકર્સ સહિતનાં નવા યુગનાં કિચન પ્રોડક્ટ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે (YoY) 4.3 ગણો વધારો નોંધાયો હતો.
- પરિવારો કનેક્ટેડ હૉમ સોલ્યુશન્સમાં વધુને વધુ રોકાણ કરી રહ્યાં હોવાથી 2 ગણા વધુ ગ્રાહકો સ્માર્ટ વૉટર પ્યુરિફાયર્સ તરફ આકર્ષાયા હતા.
ચૂકવણીના સ્થિતિસ્થાપક વિકલ્પોએ મોટી ખરીદીને પ્રોત્સાહન આપ્યું
- પ્રાઇમ ડે દરમિયાન લગભગ દર બેમાંથી એક ગ્રાહકે ચૂકવણીના પસંદગીના માધ્યમ તરીકે એમેઝોન પેની પસંદગી કરી હતી.
- મોબાઇલ્સ, ટીવી, ઇલેક્ટ્રોનિક્સ અને મોટા એપ્લાયેન્સિસની દર ચારમાંથી એક ખરીદી ઇએમઆઈ પર કરવામાં આવી હતી, જેમાં દર પાંચમાંથી ચાર ખરીદી નો-કોસ્ટ ઇએમઆઈ મારફતે કરવામાં આવી હતી.
- એમેઝોન પે લેટર પર વ્યાજમુક્ત હપ્તાઓમાં વાર્ષિક ધોરણે (YoY) 2.5 ગણાથી વધુનો વધારો નોંધાયો હતો, જેના કારણે પ્રીમિયમ ખરીદીઓ વધુ સુલભ બની હતી.
વિવિધ બિઝનેસે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી કરી
- પ્રાઇમ ડે દરમિયાન એમેઝોન બિઝનેસમાં નવા ગ્રાહકોના સાઇન-અપ્સમાં 6 ગણો વધારો નોંધાયો હતો, જ્યારે પ્રાઇમ સાઇન-અપ્સમાં 10 ગણો ઉછાળો નોંધાયો હતો.
- લેપટૉપ્સ, ટેલિવિઝન્સ અને હેડફોન્સ જેવી કેટેગરીના નેતૃત્વમાં જથ્થાબંધ ડીલ્સમાં લગભગ 7 ગણો વધારો નોંધાયો હતો, કારણ કે વિવિધ બિઝનેસે અર્લી ઍક્સેસ, ઝડપી ડીલિવરી અને પ્રાઇમ ડેની એક્સક્લુસિવ ઑફર્સનો લાભ લીધો હતો.
પ્રાઇમ ડે એમેઝોન ઇન્ડિયાનું સૌથી મોટું સેલરબ્રેશન બન્યું
- અત્યાર સુધીમાં સૌથી વધુ નાના અને મધ્યમ વ્યવસાયોએ ભાગ લીધો હતો, જેમાં વિક્રેતાઓની વિક્રમી સંખ્યાએ રૂ. 10 લાખના વેચાણનો આંકડો પાર કર્યો હતો.
- ભાગ લેનારા બે-તૃતીયાંશ કરતાં વધુ એસએમબી ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી હતાં, જે સમગ્ર ભારતમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં પ્રાઇમ ડેની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
પ્રાઇમ વીડિયો પર મનોરંજન
- પ્રાઇમ ડે 2026 પહેલાંના અઠવાડિયામાં પ્રાઇમ વીડિયો પર અનેક ભાષાઓમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સીરીઝ તથા ફિલ્મોની શ્રેણી પ્રીમિયર કરવામાં આવી હતી. રાખ, દૃશ્યમ 3, ગ્રામ ચિકિત્સાલય, કરુપ્પુ, પ્રોજેક્ટ હેઇલ મેરી, ધી શીપ ડિટેક્ટિવ્સ અને યોર ફોલ્ટ: લંડન સહિતનાં ટાઇટલ્સ સમગ્ર ભારતમાં સ્ટ્રીમ કરવામાં આવ્યાં હતાં.
- ક્રિટિક્સ દ્વારા પ્રશંસા પામેલી પ્રાઇમ ઓરિજિનલ સીરીઝ ‘રાખ’ લાઇન-અપમાં સૌથી અલગ તરી આવતું ટાઇટલ બની હતી, જેણે છેલ્લા 2 વર્ષમાં કોઈપણ પ્રાઇમ ઓરિજિનલ સીરીઝ માટે સૌથી મોટું ડેબ્યૂ કર્યું હતું. આ ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ થ્રિલર સતત ત્રણ અઠવાડિયા સુધી પ્રાઇમ વીડિયો પર વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલી નૉન-ઇંગ્લિશ સીરીઝ તરીકે ટોચ પર રહી હતી અને 198 દેશો તથા પ્રદેશોના દર્શકોએ તેને સ્ટ્રીમ કરી હતી. તેના પ્રીમિયર થયાના ગણતરીના દિવસોમાં જ આ સીરીઝ 23 દેશોમાં #1 ટ્રેન્ડ થવા લાગી હતી અને 60 દેશોમાં ટોચના 10ની યાદીમાં આવી ગઈ હતી.
- ભારતીય ટાઇટલ્સે વૈશ્વિક દર્શકોને આકર્ષવાનું ચાલુ રાખ્યું હતું. પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના પ્રાઇમ ડે લાઇન-અપના ભાગરૂપે રીલીઝ થયેલાં ભારતીય ભાષાનાં ટાઇટલ્સને 207 કરતાં વધુ દેશો અને પ્રદેશોના દર્શકોએ જોયાં હતાં.
== સમાપ્ત ==

