Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujaratPolitics

વિધાનસભામાં મોટા ભાગના ધારાસભ્યો એક શબ્દથી આશ્ચર્યમાં મુકાયા હતા

એક મંત્રીએ મામુર શબ્દનો પ્રયોગ કર્યો હતો

ગુજરાત વિધાનસભામાં MLA શૈલેષ પરમારના પ્રશ્નમાં સરકારે જવાબ માટે મામુર એવો ઉલ્લેખ કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૩ માર્ચ ૨૦૨૬ –– ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે એક એવો ગુજરાતી શબ્દ જાણવા મળ્યો, જે તમામ ધારાસભ્યો માટે નવો હતો, અને વિધાનસભામાં મોટા ભાગના ધારાસભ્યો એક શબ્દથી આશ્ચર્યમાં મુકાયા હતા. આજે એક મંત્રીએ મામુર શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેના બાદ કોંગ્રેસના ધારાસભ્યએ તેનો અર્થ પૂછતા મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો. આમ, વિધાનસભાની કાર્યવાહી આ દરમિયાન રસપ્રદ બની રહી હતી. મામુર શબ્દનો મંત્રીના મુખે અર્થ સાંભળી સૌ આશ્ચર્યમાં મૂકાયા હતા.MLA શૈલેષ પરમારના પ્રશ્નમાં સરકારે જવાબ માટે મામુર એવો ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે છેલ્લા ૨ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જળસંચય જન ભાગીદારી ૨.૦ કાર્યક્રમ હેઠળ કેટલી રકમ ફાળવાઈ તેવો સવાલ કર્યો હતો. સરકારે શૈલેષ પરમારના સવાલ સામે લેખિતમાં માત્ર મામુર લખીને જવાબ આપ્યો હતો. ત્યારે શૈલેષ પરમારે ગૃહમાં પૂછ્યું હતું કે, આ મામુર એટલે શું?

ત્યારે આ સવાલના જવાબમાં ગૃહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની જગ્યાએ બેસીને આ શબ્દ માટે કોમેન્ટ કરી હતી. આ સમયે અધ્યક્ષ શંકર ચૌધરીએ મામરુનો અર્થ મુખ્યમંત્રીએ ‘ભરપુર આપ્યું’ તેવું કહ્યું હતું. મંત્રીએ જવાબ આપ્યો કે, મામુર એટલે શૂન્ય. આ સમયે મામરુ શબ્દ પર ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

મામુર શબ્દનો અર્થ આબાદ, સંપન્ન, ખેડેલું, કે કોઈ ચોક્કસ જગ્યાએ નીમેલું (નિમણૂક પામેલું) કે નક્કી કરેલ થાય છે. આ શબ્દ સમૃદ્ધિ અથવા નિમણૂક દર્શાવે છે. મામુર સરકારી શબ્દ છે જે માગ્યા મુજબ રજૂ વ્યકિતનું શોર્ટફોમ છે. જ્યાં માગેલી માહિતીનો જવાબ જો શૂન્યમાં હોય તો સરકારી કામકાજમાં મામુર શબ્દ વપરાય છે.

નર્મદા કેનાલમાં વારંવાર પડતા ગાબડાનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. ધારાસભ્ય અમરતજી ઠાકોરે સરકારને ગર્ભિત સવાલ પૂછ્યો હતો. નર્મદા કેનાલમાં ઉંદરોના કારણે ગાબડા પાડવામાં આવતા હોવાનું કારણ સામે આવ્યું છે. સરકાર આવા ઉંદરોને પકડવાનું આયોજન કરવા માંગે છે કે નહીં તેવું પૂછ્યું હતું. દરમાં રહેતા ઉંદરના કારણે ગાબડા પડે છે કે મહેલમાં રહેતા ઉંદરના કારણે ગાબડા પડે છે. અધ્યક્ષે કરી હાસ્યસભર ટિપ્પણી સારું થયું સભ્યએ ઉંદર પકડવા બિલાડી લાવવાની માંગ ન કરી.

ખાડી યુદ્ધને કારણે ગેસની મુશ્કેલીનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર કહ્યું કે, હજુ યુદ્ધની શરૂઆત થઈ છે. ત્યારે ગેસના બાટલા, એલપીજી કે સીએનજીની મુશ્કેલી ઉભી થઈ છે. જો કે મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાકિદે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉભો કર્યો. તેઓએ કહ્યું કે, આ કેન્દ્રીય સરકાર હસ્તકની મેટર છે તેની ચર્ચા ન થઈ શકે. અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો કે, ગઈકાલે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક બોલાવી મોરબીનો ઉદ્યોગોને કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાન રાખવાની સૂચના આપી. જો ગૃહમાં આ મુદ્દા પર વાત થશે તો ખોટો સંદેશો થશે. ગેસની કોઈ મુશ્કેલી નથી. ખોટી લાઈનો લાગશે એટલે આ પ્રશ્ન સંવેદનશીલ છે.

Related posts

તમારું બેન્ક એકાઉન્ટ ભાડે આપતા પહેલાં સો વાર વિચારજો

Master Admin

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં ૭ કરોડનું સાયબર ફ્રોડ

Master Admin

ઓલ ગુજરાત ફેડરેશનઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 6ઠ્ઠીઅને 7મી માર્ચ, 2026ના રોજ યોજાયેલ બે દિવસીય ટેક્સ કોનક્લેવ 2026નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Master Admin

Leave a Comment

Translate »