Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

વિપક્ષે મોટી ભૂલ કરી, હવે અંજામ ભોગવવો પડશે

કેબિનેટ બેઠકમાં બોલ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર મોટી રાજકીય ભૂલ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૮ એપ્રિલ ૨૦૨૬ — મહિલા અનામત બિલને લઈને સંસદમાં ચાલી રહેલા રાજકીય ટકરાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર એક “મોટી રાજકીય ભૂલ” છે અને તેના ગંભીર પરિણામો તેમને ભવિષ્યમાં ભોગવવા પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદ ભવનમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પીએમ મોદીએ મહિલા અનામત સાથે જોડાયેલું બંધારણ સુધારણા બિલ લોકસભામાં પસાર ન થઈ શકતા નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, વિરોધી પક્ષે આ નિર્ણય પર આખી જિંદગી પસ્તાવું પડશે અને આવનારા સમયમાં તેની કિંમત ચૂકવવી પડશે.

આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓ અને પાર્ટીના નેતાઓને એક નવો રાજકીય ટાસ્ક પણ આપ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ સંદેશ દેશના દરેક ગામડા સુધી પહોંચાડવો જોઈએ કે વિરોધ પક્ષની મહિલાઓ વિશે વિચારસરણી નકારાત્મક છે. તેમના મતે આ મુદ્દો માત્ર સંસદ સુધી મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ તેને દરેક વ્યક્તિ સુધી લઈ જવો જરૂરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને એમ પણ કહ્યું કે વિરોધ પક્ષ હવે પોતાના આ વલણને સાચું ઠેરવવા અને તેને છુપાવવા માટે અલગ-અલગ તર્કો આપી રહ્યો છે, પરંતુ જનતા બધું સમજી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલા સશક્તિકરણ જેવા મહત્વના મુદ્દા પર વિરોધ પક્ષનું આ વર્તન તેની વાસ્તવિક વિચારસરણીને ઉજાગર કરે છે.

વડાપ્રધાને એવો પણ આરોપ લગાવ્યો કે, વિરોધ પક્ષે આ બિલનું સમર્થન ન કરીને મહિલાઓના હિતો વિરુદ્ધ કામ કર્યું છે.
તેમણે કહ્યું કે આ માત્ર એક રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશની અડધી વસ્તીના અધિકારો સાથે જોડાયેલો વિષય છે અને આના પર રાજકારણ કરવું દુર્ભાગ્યપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, મહિલા અનામત સાથે સંબંધિત સંવિધાન (૧૩૧મો સુધારા) બિલ તાજેતરમાં લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવી શક્યું ન હતું. ત્યારબાદ સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ વધી ગયા છે. સરકારનું કહેવું છે કે, આ બિલ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની દિશામાં એક ઐતિહાસિક પગલું હતું. જ્યારે વિરોધ પક્ષનો અભિગમ આનાથી અલગ રહ્યો છે. વિપક્ષોનું કહેવું છે કે તેઓ મહિલા અનામતની વિરુદ્ધમાં નથી, પરંતુ તેને સિમાંકન (ડ્ઢીઙ્મૈદ્બૈંટ્ઠર્ૈંહ) અને વસ્તીગણતરી સાથે જોડવાનો વિરોધ કરીએ છે. તેમનો આરોપ છે કે સરકાર આ બિલના માધ્યમથી દેશના ચૂંટણી નકશામાં ફેરફાર કરવા માંગતી હતી.

કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનના આ સખત વલણથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે આવનારા સમયમાં મહિલા આરક્ષણનો મુદ્દો રાજકીય અને જનસંપર્ક સ્તરે વધુ જોરશોરથી ઉઠાવવામાં આવશે. સરકાર આને એક મોટા અભિયાન તરીકે આગળ વધારવાની તૈયારીમાં છે, જેમાં જનતા વચ્ચે જઈને વિરોધ પક્ષની ભૂમિકાને મુખ્યત્વે ઉજાગર કરવામાં આવશે.

Related posts

યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો

Master Admin

મહારાષ્ટ્રની ૨૯ નગર નિગમમાંથી ૨૧ સીટ પર ભાજપનો કબજો

Master Admin

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો કરાયો

Master Admin

Leave a Comment

Translate »