Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ થયું

યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ૧૯ એપ્રિલે, કેદારનાથ ૨૨ એપ્રિલે અને બદ્રીનાથ ૨૩ એપ્રિલે ખુલશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ માર્ચ ૨૦૨૬ — ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૬ માટેની નોંધણી શરૂ થઇ ગઇ છે. દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ માટે નોંધણી કરાવાનું શરૂ કરી દીધું છે. આજે શુક્રવારે, સવારે ૭ઃ૦૦ વાગ્યે સત્તાવાર રીતે રજિસ્ટ્રેશન ઓપન થયું.

જો તમે પણ બાબા કેદાર અથવા બદ્રી વિશાલના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ વર્ષે, યાત્રા એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય છે.

આ યાત્રા ૧૯ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથ મંદિરના કપાટ ૨૨ એપ્રિલે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. બદ્રીનાથ મંદિરના કપાટ ૨૩ એપ્રિલે ખુલશે.ભક્તો registrationandtouristcare.uk.gov.in પર જઈને તેમના સ્લોટ બુક કરાવી શકે છે.

જે લોકો ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે ૧૭ એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂન ખાતે ઓફલાઇન કાઉન્ટર ખોલવામાં આવશે. વિભાગે કોઈપણ સહાય માટે હેલ્પલાઇન નંબરઃ ૦૧૩૫-૧૩૬૪ જાહેર કર્યો છે.

નોંધણી શરૂ થઈ ગઈ છે, ત્યારે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ચારધામ હોટેલ એસોસિએશને આ નિર્ણયને સ્થાનિક વ્યવસાયો માટે હાનિકારક ગણાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ રાજેશ મહેતાએ ચેતવણી આપી છે કે જો સરકાર પુનર્વિચાર નહીં કરે, તો માર્ચના બીજા ભાગમાં વિરોધ શરૂ કરવામાં આવશે. જોકે, સરકારનો તર્ક છે કે હિમાલય ક્ષેત્રની સલામતી અને સુરક્ષા માટે ભીડ નિયંત્રણ જરૂરી છે.

Related posts

મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.

Master Admin

ઉડુપી કથાનો થયો વિરામ; ઋષી પંચમીથી અગ્રવન આગ્રા(ઉ.પ્ર.)થી શરૂ થશે ૯૮૪મી રામકથા

Master Admin

ત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે

Master Admin

Leave a Comment

Translate »