Nirmal Metro Gujarati News
article

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ વધી છે- પૂજ્ય બાપુ

મારું મીશન કોઈને સુધારવાનું નથી, સહુના સ્વીકારનું છે

પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે. અધ્યાત્મ જગત અજ્ઞાત છે.

“માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય” કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન ભૂમિ, અહિંસાની ભૂમિ, પરા-અપરા વિદ્યાની ભૂમિ અને શૂન્યતા અને પૂર્ણતા વચ્ચે સેતુ બાંધતી આ ભૂમિની સમસ્ત ચેતનાને વંદન કર્યા.

બાપુની વ્યાસપીઠ શ્રોતાઓને સ્વતંત્રતા આપે છે. તેથી ઘણા શ્રોતાઓ બાપુને ચિઠ્ઠી મોકલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. બાપુ શ્રોતાઓની જીજ્ઞાસાને સમય અને સમજ મુજબ સંતોષે છે.

આજે આનંદ વિશ્વવિદ્યાલયને કેન્દ્રમાં રાખીને પૂજ્ય બાપુએ કુલપતિના છ લક્ષણો જણાવ્યા.

તેમણે કહ્યું કે કુલપતિનું કાર્ય ફક્ત વહિવટ કરવાનું નથી, તેમની પાસે બહુ મોટી જવાબદારી છે. યોગ્ય મૂલ્યાંકન પછી આ હકીકત સ્વીકારીએ તો સમાજને અવશ્ય લાભ થશે.

પહેલી લાક્ષણિકતા છે ઔદાર્ય. પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટીના કુલપતિ સુધી સહુમાં ઉદારતા હોવી જોઈએ, સંકીર્ણતા નહીં. બુદ્ધ પુરુષ કોઈ પણ કારણ વગર પોતાના આશ્રિતો પર આશીર્વાદ વરસાવે છે. આપણી લાયકાત કે પાત્રતા જોયા વિના, તેઓ આપણા પર અપાર ઉદારતા વરસાવે છે.

બાપુએ કહ્યું કે આજે દુનિયામાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, દરેક વ્યક્તિ પોતાની જીદ પર અડગ છે. દુનિયામાં અશાંતિનું એક કારણ એ છે કે કોઇનામાં ઉદારતા નથી. કોઈ કોઈને માફ કરતું નથી! આ કારણે દુનિયાની સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. આજે, ભલે તે ધાર્મિક જગત હોય, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક જગત – લોકો પોતાનાં વચનને વળગી રહેતા નથી.

અને આધ્યાત્મિક જગતમાં વચનનો મહિમા છે.

ગુરુ આશ્રિતને ફક્ત એક જ વાર કહે છે, વારંવાર કહેતા નથી. આશ્રિતે તેમના વચનનું પાલન કરવું જોઈએ.

બાપુએ કહ્યું –

“મારું મીશન કોઈને સુધારવાનું નથી, સહુને સ્વીકારવાનું છે! સ્વીકાર માટે, ખૂબ વિશાળ હૃદય અને ઉદાર દ્રષ્ટિકોણ જોઈએ. બુદ્ધ પુરુષનું ઔદાર્ય એવું હોય કે આશ્રિત પચાવી ન શકે. સદ્ગુરુ આશ્રિત પર જાણે ઓળઘોળ થઇ જાય!

બાપુએ કહ્યું કે પરમાત્મા બહુ જ ઉદાર છે તેથી આપણે પણ ઉદાર બનવું જોઇએ.”

બાપુએ યુવાનોને સંબોધીને કહ્યું કે “જો તમારે ઉદારતા શીખવી હોય, તો પ્રેમચંદજીને વાંચો – સારા પુસ્તકો વાંચો. તમારા મનની બારીઓ ખુલ્લી રાખો, જેથી સારા વિચારો પ્રવેશી શકે. પ્રકૃતિના પાંચ તત્વો, જડ હોવા છતાં ખૂબ ઉદાર છે.

બીજું લક્ષણ છે માધુર્ય.

મૂળ પુરુષમાં મધુરતા હોવી જોઈએ. તે બોલે ત્યારે જાણે આપણા કાનમાં મધ રેડાવું જોઈએ. બુદ્ધપુરુષ બોલે ને આપણે ધન્ય ધન્ય થઇ જઇએ!

ત્રીજું લક્ષણ છે સૌંદર્ય. દેહની સુંદરતા પણ ભગવાન તરફથી મળેલું વરદાન છે. સુંદરતાને શિકારીની આંખોથી નહીં પણ પૂજારી આંખોથી જોવી જોઈએ. પરંતુ અહીં કેવળ શારીરિક સૌદર્યની વાત નથી. અષ્ટાવક્રજી સુંદર ન હતા, પરંતુ પરમ જ્ઞાની વ્યક્તિ હોવાને કારણે સુંદર દેખાય છે. આવા મહાપુરુષોમાં, સાધનાની સુંદરતા, હરિ સ્મરણ અને ભજનની સુંદરતા છે. ધ્યાન અને યોગનું પણ સૌંદર્ય હોય છે. આ શાશ્વત સૌંદર્ય છે.

ચોથું લક્ષણ છે ગાંભીર્ય. ગંભીરતાનો અર્થ મોઢું ચડાવીને બેસવું, એવો નથી. એવી ગભીરતા તો શ્રાપ ગણાય!

ભીતરી ગંભીરતા હોવી જોઈએ. કૈલાશપતિ મહાદેવ ગંભીર છે.

પાંચમું લક્ષણ છે ધૈર્ય. મેરુ પર્વત અને મેરુ દંડ – બંનેના પરિપ્રેક્ષ્યમાં ગંગા સતીએ મનની સ્થિરતા વિશે વાત કરી છે. વ્યક્તિએ એટલું ધૈર્ય રાખવું જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ – સુખ, દુ:ખ, સન્માન કે અપમાન – તેને વિચલિત કરી ન શકે.

અને છઠ્ઠું લક્ષણ છે શૌર્ય. કુલપતિ – આચાર્ય – બુદ્ધ પુરુષમાં શૌર્ય – દ્રઢ મનોબળ હોવું જોઇએ.

પૂજ્ય બાપુએ કહ્યું કે “પરમાત્મા પરમ અવ્યવસ્થાનું નામ છે.”

કોઈ ગણિત ત્યાં કામ કરતું નથી. ક્યારે શું થશે તે કોઈ જાણતું નથી. આધ્યાત્મિક જગત અજ્ઞાત છે. અહીં તો ભોરીંગના રાફડામાં હાથ નાખવાનો છે.

બાપુએ કહ્યું કે “શાસ્ત્રો ફક્ત ત્યારે જ આત્મસાત થાય છે, જ્યારે તે ગુરુ મુખી હોય છે.”

મૌન એટલે મુની ભાવમાં સ્થિત થવું. આવા મૌની બુદ્ધ પુરુષ આકાશનો થાંભલો છે.

ગંગા સતિ તો કહે છે કે સદ્દગુરુ તારે તો જ તરવું છે નહીંતર હજાર વાર ભલે ડૂબવું પડે!

પરમ તપસ્વી દાદા ગુરુ વિષ્ણુ દેવાનંદગીરી મહારાજે કહ્યું છે કે પ્રેમ એ આત્માનો ધર્મ છે.

દરેક વ્યક્તિએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિમાં આત્મા હોય છે.

કથાના ક્રમમાં પ્રવેશતા પહેલા, બાપુએ રામના જન્મ પ્રસંગની ખુશીમાં શ્રોતાઓને રાસ કરાવ્યો.

શિવજી પાર્વતીજીને રામ કથા સંભળાવી રહ્યા છે. શિવજી ભૂસુંડીજી સાથે બાલ રામને જોવા માટે જ્યોતિષના વેશમાં અયોધ્યામાં આવે છે. અને તે મા કોશલ્યાના સદનમાં બાલ રામનાં દર્શન કરે છે. પાર્વતીજી પણ પોતાનું સ્વરૂપ બદલીને ભગવાનના દર્શન માટે રમકડાંવાળી બનીને અયોધ્યા જાય છે.

બાપુએ કહ્યું કે જો કોઈ માણસ પાસે સુવિદ્યા હોય તો તે ભગવાન સુધી પહોંચી શકે છે. શિવજી જ્યોતિષ વિદ્યાના આધારે ભગવાનના દર્શન પામ્યા છે.

બાપુએ ગુરુ વશિષ્ઠજી દ્વારા ચારે ભાઈઓનાં નામકરણ અને દરેક નામનો અર્થ સમજાવ્યો.

પછી ભગવાન રામ, ત્રણે ભાઈઓ સાથે ગુરુ ગૃહે જાય છે અને અલ્પ કાળમાં બધી વિદ્યા તેમની પાસે આવી જાય છે. રામ માત્ર સ્વાધ્યાય કરતા નથી, પણ સદાચરણ પણ કરે છે. દરરોજ પ્રાત:કાળે રામ માતા, પિતા, આચાર્ય અને અતિથિને પ્રણામ કરે છે. બાપુએ કહ્યું કે શ્રેષ્ઠ, વરિષ્ઠ અને વિશિષ્ટ લોકોને પ્રણામ કરવાથી આયુષ્ય , વિદ્યા, યશ અને બળ વધે છે. બાકીનું આયુષ્ય સારી રીતે પસાર થાય છે. જ્ઞાનથી તેજ, વિવેક અને વિનય આવે છે અને યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વધે છે. દેહબળ , મનોબળ અને આત્મબળ વધે છે.

ભગવાનના યજ્ઞોપવીત સંસ્કાર પછી વિશ્વામિત્રજી અયોધ્યામાં પધારે છે.

વાલ્મીકિએ જેને “સિદ્ધાશ્રમ” કહ્યો છે, તેને તુલસીદાસજી “શુભાશ્રમ” કહે છે. વિશ્વામિત્રજી મહારાજ દશરથજી પાસે આવે છે. રામ અને લક્ષ્મણને “વિશ્વના મિત્ર” બનાવવા માટે પોતાની સાથે તેમને મોકલવા કહે છે. કથાના ક્રમમાં અહીં સુધી પહોંચાડીને પૂજ્ય બાપુએ પોતાની વાણીને વિરામ આપ્યો.

–આજની કથા દરમિયાન બાપુએ ગમે ત્યારે, ગમે ત્યાં” માનસ સિંદુર” વિષય અંતર્ગત કથા ગાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

— કથાંતે રાજગીર સ્થિત “નાલંદા વિશ્વ વિદ્યાલય” ના કુલપતિ શ્રી સચીન ચતુર્વેદીને પૂજ્ય બાપુએ વ્યાસપીઠ પરથી શાબ્દિક આવકાર આપ્યો. શ્રી ચતુર્વેદીજીએ વ્યાસપીઠની વંદના કરીને યુવાનોમાં ચારિત્ર્ય નિર્માણ કરવાની વાત પર ભાર મૂક્યો

Related posts

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

Reporter1

યહૂદી નરસંહારની પીડા-યાતનાઓની શાતા માટે કેટોવીસા-પોલેન્ડથી ૯૬૨મી રામકથાનો આરંભ થયો

Reporter1

Triveni 3 MP (3 Master performances) Concert Tour Unveiled: Legendary Collaboration Between Anup Jalota, Hariharan, and Shankar Mahadevan, in Association with MH Films under Fameplayers , to Captivate Audiences Across India

Reporter1
Translate »