Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 

ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને એ ટક્કર એટલી બધી ભયાનક હતી કે ટ્રેક્ટરમાં સવાર દસ લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતાં. આ કરુણ ઘટનાના સમાચાર પૂજ્ય મોરારીબાપુને મળતા તેમણે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ બનારસ સ્થિત રામકથાના શ્રોતા શ્રી કિશનભાઇ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

માસિક પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતી સમસ્યા

Master Admin

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો  

Reporter1

ઇબોલા એક નવો વૈશ્વિક ખતરો છે- કોવિડ -૧૯ પછી, શું વિશ્વ બીજા વિનાશક આરોગ્ય સંકટની આરે છે ડબલૂએચઓ એ આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી- ભારત-આફ્રિકા ફોરમ સમિટ ૨૮-૩૧ મે, ૨૦૨૬ સુધી મુલતવી રાખી-માર્ગદર્શિકા જારી

Master Admin
Translate »