Nirmal Metro Gujarati News
Dharmik

વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન

આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.
ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ કથા દરેકને *પોતાની સાથે જોડે છે:સ્વામી ચિદાનંદ સરસ્વતી.
સત્ય,પ્રેમ,કરુણા અને અહિંસા સનાતન છે.
જે ધર્મ વૈશ્વિક દિશા દર્શાવતો હોય એ સનાતન.
વૈધિક એટલે કે વિશ્વમાં કોઈનો ધિક્કાર ન કરે એ સનાતન ધર્મનું લક્ષણ છે.
રામ,કૃષ્ણ,શિવ સનાતન પુરુષ છે.
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં તેમજ અહિંસા વિશ્વભારતી વિશ્વશાંતિ કેન્દ્રનાં સ્થાપક પ્રસિધ્ધ જૈનાચાર્ય લોકેશમુનિજીનાં માર્ગદર્શનમાં પ્રગતિ મેદાન ભારત મંડપમ્ દિલ્હીથી વિશ્વશાંતિ મિશન હેતુ માટે ૯૭૧મી રામકથાનાં આરંભે દિવ્ય ઉદ્ઘાટન પ્રકલ્પ રચાયો,પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રગીતનું બે વખત ગાન કરવામાં આવ્યું. લોકેશ મુનિજી દ્વારા સ્વાગત તેમજ આભાર તથા એનાઉન્સીંગનું કાર્ય થયું.
ભારત સરકાર દ્વારા પ્રકાશિત આખી રામયાત્રાની ટપાલ ટિકિટનું અનાવરણ રામનાથ કોવિંદે કર્યું ને કહ્યું કે આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે.ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધર્મ જલ્દી કોઈથી ક્યારેય નાશ નહીં થઈ શકે કારણ કે ધર્મ એ રામ છે અને રામ દરેક ભારતીયના હૃદયમાં રહે છે. ગુરુ શરણાનંદજીએ કહ્યું બાપુ સેતુબંધના આદર્શ ઉત્તરદાયિતત્વનું વહન કરી રહ્યા છે.
ગીતા મનીષીએ કહ્યું કે સનાતનની દિવ્યતા રામચરિત માનસમાં દેખાય છે.
સ્વામી ચિદાનંદ સરસ્વતીએ ભારતનું સૌભાગ્ય ગણાવ્યું કે યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી મળ્યા છે જેણે ખૂબ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. દુનિયાનું સૌથી મોટું અને સૌથી ઊંચું રામમંદિર બનવા જઈ રહ્યું છે એ માહિતી પણ આપી અને ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ કથા દરેકને પોતાની સાથે જોડે છે.
પરમ ધરમ શ્રુતિ બિદિત અહિંસા;
પર નિંદા સમ અઘ ન ગરિસા
ધરમુ દૂસર સત્ય સમાના;
આગમ નિગમ પુરાન બખાના
રામહિ કેવલ પ્રેમ પિયારા;
જાનિ લેઉ જો જાનનુહારા
જેહિ બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઇ;
કરુના સાગર કિજીઅ સોઇ
આ પંક્તિઓનો આશ્રય લઇ દરેકને પ્રણામ કરીને આ કથાનું બીજ જ્યાંથી પ્રગટયુ એ વાત કરીને જણાવ્યું કે સનાતન બધાનો સમાવેશ કરે છે. સનાતન શબ્દ રામચરિત માનસમાં નથી.પરંતુ સત્ય જ સનાતન છે,પ્રેમ સનાતન છે,કરુણા સનાતન છે અને અહિંસા સનાતન છે.આથી આ ચાર પંક્તિઓ જેમાં ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પણ છુપાયેલા છે. વૈદિક શબ્દમાં વૈ એટલે વૈશ્વિક અને દિ એટલે દિશા જે ધર્મ વૈશ્વિક દિશા દર્શાવતો હોય. બીજો એક  શબ્દ આવ્યો છે:ધીક્.તો વૈધિક એટલે કે વિશ્વમાં કોઈનો ધિક્કાર ન કરે એ સનાતન ધર્મનું લક્ષણ છે. ન આદિ ન અંત.બીજા ધર્મો અને કાલ ગણનામાં બાંધ્યા છે.રામ,કૃષ્ણ,શિવ સનાતન પુરુષ છે. મહાવીર,બુદ્ધની ધારામાં સનાતન સૂત્ર મળે છે.બહિર શત્રુને મારે એ વીર,અંતર શત્રુને મારે મહાવીર પણ કોઈને માર્યા વગર કેવળ તારે એ પરમવીર છે.ગ્રંથ દર્શન,વંદનાઓ બાદ કથા વિરામ પામી.
વિશેષ વાત:
અહિંસા વિશ્વ ભારતી વિશ્વ શાંતિ કેન્દ્રનાં સ્થાપક અને પ્રસિદ્ધ જૈનાચાર્ય લોકેશ મુનિજી દ્વારા આ કથા થઈ રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં અને વિશ્વ શાંતિ કેન્દ્રના આચાર્ય લોકેશ મુનિજીનાં માર્ગદર્શનમાં આ કથા થઈ છે.
વિશિષ્ટ વાત એ છે કે છેલ્લા ઘણા જ સમયથી લોકેશ મુનિજી સુપ્રસિદ્ધ ધાર્મિક,સામાજિક, ઉદ્યોગપતિઓ,તેમજ અનેક સંતો-મહંતો,કથાકારોને રૂબરૂ જઈને આ કથા માટે આમંત્રણ આપતા રહ્યા છે દિલ્હી ખાતેના પ્રખ્યાત ભારત મંડપમાં આ કથા થઈ રહી છે.
અમેરિકા,બ્રિટન,કેનેડા સહિત વિવિધ દેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ૪૦૦૦ થી વધારે શ્રદ્ધાળુઓ સામેલ થયા છે. માનનીય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણજી તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ અનેક મહાનુભાવો સાથે ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા. ઉદઘાટન સમારોહ ભવ્ય જ નહીં દિવ્ય પણ બની રહ્યો.
વિશ્વ શાંતિ મિશન માટે આ રામકથાનું આયોજન થયું છે.
અહીં સામેલ અનેક સન્માનનીયમાંથી થોડાક નામ જોઈએ તો:અખિલ ભારતીય અખાડા પરિષદ અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરી,પરમાર્થનિકેતન આશ્રમ અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતી,પતંજલિ આચાર્ય બાલકૃષ્ણજી,સ્થાપક સ્વામી રામદેવજી, મહામંડલેશ્વર સ્વામી બાલકાનંદ,કાર્ષ્ણિ પીઠાધીશ ગુરુ શરણાનંદજી,નિરંજન પીઠાધીશ સ્વામી કૈલાશાનંદગીરી,આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર,પતંજલિ યોગપીઠના સંસ્થાપક સ્વામી રામદેવ,રામ જન્મભૂમિ ટ્રસ્ટનાં કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદાસ ગીરી,આર્ષ વિદ્યામંદિર રાજકોટના સંસ્થાપક સ્વામી પરમાત્માનંદજી,આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક કવિ અને કથાકાર કુમાર વિશ્વાસ,કૃષ્ણકૃપા ધામ સંસ્થાના સ્વામી જ્ઞાનાનંદજી ગીતામનિષી,વિશ્વ જાગૃતિ મિશન સંસ્થાના સુધાંશુજી મહારાજ,સાંદિપની વિદ્યાનિકેતન સંસ્થાના સ્થાપક અને પ્રસિદ્ધ કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા,જગતગુરુ સતુઆ બાબા, વાત્સલ્ય ગ્રામ સંસ્થાના સાધ્વી ઋતંભરા દેવી,ધીરેન્દ્ર શાસ્ત્રી,પ્રદીપ મિશ્રા,ગુરુમા આનંદમૂર્તિ,દેવકીનંદન ઠાકૂર,પુંડરિક ગોસ્વામી મહારાજ,અનિરુદ્ધાચાર્ય, ચીન્મયાનંદ બાપુ,ઇન્દ્રેશ ઉપાધ્યાય,દેવી ચિત્રાંગદા, સંજીવ કૃષ્ણ ઠાકૂર,જયા કિશોરીજી… આવા અગણિત નામ ગણાવી શકાય.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમજ કેબિનેટનો સંપૂર્ણ સહયોગ સાથે-સાથે જેમાં માનનીય વડાપ્રધાન શ્રી,કેન્દ્રીય મંત્રીશ્રીઓ,વિવિધરાજનેતાઓ,મુખ્યમંત્રીશ્રીઓ,આધ્યાત્મિક ગુરુઓ, ઉદ્યોગપતિઓ,શિક્ષણવિદો,સમાજસેવકો,ચિંતકોને વિશેષ આમંત્રણ અપાયા છે.

Related posts

હવે રાત્રે પણ કરી શકાશે વૈષ્ણો દેવી માતાની ગુફાના દર્શન

Master Admin

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

Master Admin

સૌરાષ્ટ્રમાં તેમજ રાજસ્થાન ખાતે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1
Translate »