Nirmal Metro Gujarati News
national

શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર

તપાસ એજન્સી પાસે પુરાવા નથી : કોર્ટ

કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ક્લિનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે.
કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.
કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. ઁસ્ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. ૫ મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા. અમારા ડેપ્યુટી ઝ્રસ્ને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.જો કે, સીબીઆઇએ જણાવ્યું છે કે, તેઓ આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઇકોર્ટમાં પડકારશે. સીબીઆઇના વકીલોએ સંકેત આપ્યો છે કે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરાશે. કોર્ટની ટિપ્પણીથી તે સ્પષ્ટ થયું કે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઘણી ખામીઓ હતી. કોર્ટે કહ્યું કે ઘણા એવા બિંદુ છે જેના પર સંતોષજનક જવાબ આપવામાં આવ્યો નહીં. આ આધારે રાહત આપવામાં આવી છે.પરંતુ તપાસ એજન્સીનું કહેવું છે કે તે આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઈકોર્ટમાં પડકારશે. સીબીઆઈના વકીલો તરફથી સંકેત આપવામાં આવ્યો કે આદેશનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ ઉપરી અદાલતમાં અરજી કરવામાં આવશે. આ મામલો ૨૦૨૨-૨૦૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલો છે. તે આધાર પર સીબીઆઈએ કેસ દાખલ કર્યો અને બાદમાં ઈડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઘણા નેતા આ કેસમાં જેલમાં ગયા હતા. ઘણીવાર જામીન અરજીઓ નકારવામાં આવી અને બાદમાં જામીન મળ્યા હતા. શુક્રવારે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ સીબીઆઈની ચાર્જશીટના આધાર પર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ મામલો બનતો નથી. કોર્ટે ચાર્જશીટને નબળી ગણાવતા રાહત આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલો ૨૦૨૨-૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) સાથે જોડાયેલો છે. આ મામલે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો અને બાદમાં ઈડી(ઈડ્ઢ)એ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ શરુ કરી હતી. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ આ કેસમાં જેલમાં ગયા હતા અને ઘણી વખત તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પ્રથમ દૃષ્ટિએ સીબીઆઇની ચાર્જશીટના આધારે કેજરીવાલ અને સિસોદિયા વિરુદ્ધ કેસ બનતો નથી. આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે અત્યાર સુધીની સૌથી મોટી રાહત માનવામાં આવી રહી છે.

Related posts

મદ્રાસ હાઇકોર્ટની લિવ-ઇન રિલેશનશિપ પર કડક ટિપ્પણી

Master Admin

ચોરી કરવી એમનો ખાનદાની ધંધો, મહાત્મા ગાંધીની સરનેમ ચોરી લીધી

Master Admin

ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે : મોદી

Master Admin

Leave a Comment

Translate »