Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કોર્ટના ચુકાદા બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા કેજરીવાલ

હું ભ્રષ્ટ નહીં, કટ્ટર ઈમાનદાર છું : અરવિંદ કેજરીવાલ

ભાજપે સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યું : કેજરીવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – દિલ્હી લીકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા. તેમણે રડતાં-રડતાં કહ્યું કે, આ કેસ તેમની વિરુદ્ધ રચાયેલું આઝાદ ભારતનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર હતું. કોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મેં જિંદગીમાં માત્ર ઈમાનદારી જ કમાઈ છે. મારા પર ભાજપે ખોટા આરોપો લગાવ્યા. આજે કોર્ટે પણ કહી દીધું કે કેજરીવાલ-સિસોદિયા કટ્ટર ઈમાનદાર છે. રાઉઝ એવન્યુ કોર્ટના ચુકાદા બાદ તેઓ મીડિયાની સામે આવ્યા અને ભાવુક થઈને બોલ્યા, હું ભ્રષ્ટ નથી. આજે કોર્ટે પણ કહી દીધું છે કે કેજરીવાલ અને સિસોદિયા ઈમાનદાર છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દારૂ કૌભાંડ.. દારૂ કૌભાંડ.. કરી રહી હતી અને અમારા પર આરોપો લગાવવામાં આવી રહ્યા હતા. આજે કોર્ટે બધા આરોપો ફગાવી દીધા અને અમને બધાને મુક્ત કર્યા છે. અમે હંમેશા કહ્યું કે અમને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું ન્યાયાધીશનો ખૂબ આભારી છું જેમણે અમને ન્યાય આપ્યો. સત્યનો વિજય થયો છે. ભગવાન અમારી સાથે છે.

તેમણે કહ્યું કે, ભાજપે સ્વતંત્ર ભારતમાં સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યું. આમ આદમી પાર્ટીના ૫ નેતાઓને પાર્ટીનો નાશ કરવા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. એક સિટીંગ મુખ્યમંત્રીને તેમના ઘરેથી ખેંચીને ૬ મહિના માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અમારા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બે વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અમારા પર કાદવ ફેંકવામાં આવ્યો. ટીવી ચેનલો પર ડીબેટો કરીને તેમને ભ્રષ્ટાચારી જણાવવામાં આવ્યા. પણ આજે એ સાબિત થયું છે કે કેજરીવાલ ખૂબ જ પ્રામાણિક છે. મનીષ સિસોદિયા ખૂબ જ પ્રામાણિક છે, અને આમ આદમી પાર્ટી પણ ખૂબ જ પ્રામાણિક છે.

નોંધનીય છે કે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ક્લીનચીટ આપી છે. આ જ કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાને પણ તમામ આરોપોથી મુક્ત કરી દીધા છે. કોર્ટના આ ચુકાદાએ છછઁ નેતૃત્વને મોટી કાનૂની રાહત આપી છે અને પાર્ટીએ તેને સત્યનો વિજય ગણાવ્યો છે.

Related posts

પગાર વધારા માટેની માંગણી ફાઈનલ કરવા થશે મોટી બેઠક

Master Admin

સહમતિથી બનાવેલો સંબંધ રેપ ન કહી શકાય

Master Admin

પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના: કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, ૯ શ્રમિકોના મોત

Master Admin

Leave a Comment

Translate »