Nirmal Metro Gujarati News
article

શૂન્યમાંથી સર્જનઃ નાણાકીય સ્વતંત્રતા અને કુબેરના ભંડાર સુધી પહોંચવાની સફર

નરેન્દ્ર જોષી

આજના સમયમાં ‘અમીર’ બનવું એ માત્ર નસીબનો ખેલ નથી, પરંતુ તે ગણિત, મનોવિજ્ઞાન અને અડગ શિસ્તનું મિશ્રણ છે. ગરીબીમાંથી સમૃદ્ધિ તરફની યાત્રામાં જે પાંચ પાયાના સિદ્ધાંતો અને ઐતિહાસિક નાણાં ધીરનારાઓની જે નીતિઓ કામ કરે છે, તેને સમજવી અનિવાર્ય છે. જ્યારે તમારી પાસે વિચારોની સ્પષ્ટતા અને અમલીકરણની શક્તિ હોય, ત્યારે રૂ. ૧ કરોડનો આંકડો માત્ર એક શરૂઆત બની જાય છે.

૧. અવરોધોઃ સફળતાનો અનિવાર્ય ‘ટોલ ટેક્સ’
કોઈપણ આર્થિક સામ્રાજ્ય રાતોરાત ઊભું થતું નથી. સફળતાના હાઈવે પર મુસાફરી કરવા માટે તમારે ‘ટોલ ટેક્સ’ ચૂકવવો જ પડે છે. આ ટેક્સ એટલે – નિષ્ફળતાનો ડર, લોકોનો વિરોધ અને શરૂઆતની આર્થિક તંગી.

ઐતિહાસિક રીતે જોઈએ તો, રોથચાઈલ્ડ પરિવાર (The Rothschild Family) એ આ સિદ્ધાંતનો સુપેરે ઉપયોગ કર્યો હતો. ૧૯મી સદીના યુદ્ધો દરમિયાન જ્યારે આખું યુરોપ મુસીબતમાં હતું, ત્યારે રોથચાઈલ્ડે તે અવરોધોને અવસર માન્યા. તેમણે પોતાની ખાનગી કુરિયર સિસ્ટમ બનાવી અને સામાન્ય જનતા સુધી માહિતી પહોંચે તે પહેલા ‘માહિતીના તફાવત’ (Information Trage) દ્વારા શેરબજારમાં રોકાણ કર્યું. તેમણે મુસીબતોના સમયે પીછેહઠ કરવાને બદલે ’ટોલ’ ચૂકવીને આગળ વધવાનું પસંદ કર્યું અને વિશ્વનું સૌથી શક્તિશાળી બેંકિંગ નેટવર્ક ઊભું કર્યું.

૨. કાઈઝેન પદ્ધતિઃ નાના ડગલાં અને ચક્રવૃદ્ધિની શક્તિ
મોટાભાગના લોકો એટલે નિષ્ફળ જાય છે કારણ કે તેઓ શરૂઆતમાં જ ખૂબ મોટા લક્ષ્યો નક્કી કરી લે છે. નાણાકીય જગતમાં અચાનક મોટો ફેરફાર કરવાને બદલે ‘કાઈઝેન’ એટલે કે સતત નાના સુધારાઓની શક્તિને સમજો.

આધુનિક બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. તેઓ તમારી પાસેથી અચાનક બધી મિલકત નથી માંગતા, પણ દર મહિને નાનું વ્યાજ વસૂલે છે. આ નાની રકમ ‘ચક્રવૃદ્ધિ વ્યાજ’ ના કારણે વર્ષો પછી વિશાળ બની જાય છે. જો તમારે કરોડપતિ બનવું હોય, તો પહેલા રૂ. ૫ લાખ ભેગા કરવાનું નાનું લક્ષ્ય રાખો. જેમ દશરથ માંઝીએ એક-એક પથ્થર તોડીને પહાડ કોતર્યો હતો, તેમ તમારી નાની બચત અને રોકાણ લાંબા ગાળે પર્વત જેવડું ફંડ ઊભું કરશે.

૩. વાતાવરણ અને સંગતઃ તમારા ‘મિરર ન્યુરોન્સ’ને જગાડો
વિજ્ઞાન કહે છે કે આપણા મગજમાં ‘મિરર ન્યુરોન્સ’ હોય છે, જે આપણી આસપાસના લોકોની નકલ કરે છે. તમે જે પાંચ લોકો સાથે મહત્તમ સમય વિતાવો છો, તેની અસર તમારી આવક પર પડે છે.

ગામડાના જૂના શાહુકારો કે નાણાં ધીરનારાઓ હંમેશા એવા લોકો સાથે ઉઠતા-બેસતા જેઓ વેપાર અને જમીન-જાયદાદની સમજ ધરાવતા હોય. તેઓ ક્યારેય ઉડાઉ લોકોની સંગત નહોતા રાખતા. જો તમારે આકાશમાં બાજની જેમ ઊડવું હોય, તો જમીન પર ચણતા મરઘાઓનો સાથ છોડવો જ પડશે. તમારા ડિજિટલ અને સામાજિક વાતાવરણને એવું બનાવો જે તમને ખર્ચ કરવાને બદલે રોકાણ કરવા માટે પ્રેરિત કરે.

૪. બર્નિંગ ડિઝાયરઃ મજબૂરીને મજબૂતીમાં ફેરવો
જ્યારે કામ ‘જબરદસ્તી’ કરવામાં આવે ત્યારે તે બોજ લાગે છે, પણ જ્યારે તે ‘જબરદસ્ત’ રીતે કરવામાં આવે ત્યારે તે જુસ્સો બની જાય છે. સફળતા માટેની તમારી તડપ એટલી તીવ્ર હોવી જોઈએ જેટલી પાણીમાં ડૂબતા માણસને શ્વાસ લેવાની હોય છે.

આંતરિક અગ્નિ તમને આજીવન ગતિશીલ રાખે છે. જ્યારે તમારી પાસે લક્ષ્ય પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હોય, ત્યારે તમે ૧૬-૧૮ કલાક થાક્યા વગર કામ કરી શકો છો. આ જ જુસ્સો એક સામાન્ય માણસને અસામાન્ય ઊંચાઈ પર લઈ જાય છે. જે લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે, તેમની પાસે માત્ર તેજ મગજ નહોતું, પણ તેમનામાં પોતાના કામ પ્રત્યે ઊંડો રસ અને કઈક કરી છૂટવાની તીવ્ર ઈચ્છા હતી.

૫. ડેટા અને મૂલ્યાંકનઃ નાણાકીય શિસ્તનો અરીસો
“જે માપી શકાતું નથી, તેને સુધારી શકાતું નથી.” અમીર બનવા માટે તમારે તમારા સમય અને નાણાંનું ઓડિટ કરવું પડશે. બેંકો આમાં માહેર હોય છે. તેઓ લોન આપતા પહેલા ગ્રાહકનો ’ડેટા’ (CIBIL સ્કોર, આવકનો પુરાવો) તપાસે છે. તેઓ ક્યારેય અંદાજે નિર્ણય લેતા નથી.

઼ મૂલ્યાંકનનું સાધન ઼ શા માટે જરૂરી? ઼ શું ફાયદો થાય? ઼

સમયનું ઓડિટ
તમે કેટલો સમય સોશિયલ મીડિયા પર બગાડ્યો? ઼ સમયના વ્યવસ્થાપનમાં સુધારો
રોકડ પ્રવાહઃ પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? ઼ બિનજરૂરી ખર્ચ પર અંકુશ.
મિલકત વિરુદ્ધ દેવું ઼ તમારી પાસે કેટલી એસેટ છે? ઼ દેવા મુક્ત થવાની દિશા મળે છે
ડોક્ટર જેમ રિપોર્ટ જોઈને દવા આપે છે, તેમ તમારે દર અઠવાડિયે તમારો ‘નાણાકીય રિપોર્ટ’ તપાસવો જોઈએ. ડેટા એનાલિસિસ તમને ભાવનાત્મક બનવાને બદલે તાર્કિક બનવામાં મદદ કરે છે.
પૈસા માટે કામ ન કરો, પૈસાને કામ પર લગાવો

નાણાં ધીરનારાઓ ક્યારેય પોતાની મહેનતથી અમીર નથી બન્યા, તેઓ બીજાના શ્રમ અને સમય પર વ્યાજ વસૂલીને સમૃદ્ધ બન્યા છે. તેઓ ‘પૈસા’ ને એક કામદાર (Tool) તરીકે વાપરે છે. જ્યારે તમે ઉપરોક્ત પાંચ સિદ્ધાંતોને જીવનમાં ઉતારો છો, ત્યારે તમે પોતે એક ‘મની મેગ્નેટ’ બની જાઓ છો.

યાદ રાખો, અમીર બનવું એ કોઈ ઘટના નથી, તે એક પ્રક્રિયા છે. શું તમે આજે આ પ્રક્રિયા શરૂ કરવા તૈયાર છો? તો હો જાઓ તૈયાર અને અભ્યાસ પણ સફળ માણસોનો કરો, આમ ન થાય કહેનારાઓથી દૂર રહો, આત્મ વિશ્વાસ રાખો, તમારામાં શક્તિ છે એ ભૂલવાનું નથી. રામાયણમાં વાત આવે ે કે હનુમાનજીને પણ જાંબુવને તેમની શક્તિ યાદ કરાવી હતી અને તેઓ આખો દરિયો કૂદી ગયા હતા. તમારામાં શક્તિ છે, માત્ર તેની હાજરી અનુભવી કાર્ય શરુ કરવો, તમારી સફળતાને કોઈ રોકી શકશે નહીં.

Related posts

Ahmedabad Times Fashion Week 2024 off to a dazzling start

Reporter1

નરેન્દ્ર મોદી વિચાર મંચ અને મિશન ન્યુ ઈન્ડિયાની 21મી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સોમનાથમાં યોજાઈ

Reporter1

વસંત પંચમી એ જ્ઞાન અને અનાસક્તતાનો તહેવાર છે

Master Admin

Leave a Comment

Translate »