Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

શેરબજારમાં તોફાની તેજીઃ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો

રોકાણકારો ૧૬ લાખ કરોડ રૂપિયા કમાયા

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ અંતે ૨૯૪૬ પોઈન્ટના જંગી ઉછાળા સાથે ૭૭,૫૬૨ પર બંધ થયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૮ એપ્રિલ ૨૦૨૬ — શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ અંતે ૨૯૪૬ પોઈન્ટના જંગી ઉછાળા સાથે ૭૭,૫૬૨ પર બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ ૮૭૩ પોઈન્ટ ઉછળીને ૨૪,૦૦૦ની સપાટીની ખૂબ જ નજીક ૨૩,૯૯૭.૩૫ પર બંધ રહ્યો હતો. બજારમાં દિવસભર રહેલી આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં અંદાજે ૧૬ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બજારમાં જોવા મળેલી આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર આવતા જ માત્ર ભારતીય જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. યુદ્ધ શાંત થવાની આશાએ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ ઘટાડો થયો અને તે પ્રતિ બેરલ ૯૫ ડૉલરની આસપાસ આવી ગયું છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયાની મજબૂતીએ પણ શેરબજારને ટેકો આપ્યો હતો. આ તેજીના કારણે મ્જીઈનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ૪,૪૫,૫૭,૫૭૧.૪૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બજારના હીરો સાબિત થયેલા શેરની વાત કરીએ તો, અદાણી ગ્રીન ૧૧% અને અશોક લેલેન્ડ ૧૨.૬૫%ના ઉછાળા સાથે મોખરે રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિગો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ અને બજાજ ફાઈનાન્સ જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. મારુતિ, એચડીએફસી બેન્ક અને અદાણી પોર્ટ્‌સ જેવા શેર પણ રોકેટની ગતિએ ભાગ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓમાં પણ ખરીદીનો માહોલ રહેતા રોકાણકારોએ ધૂમ કમાણી કરી હતી.

Related posts

આંતરરાષ્ટ્રીય જાવા યેઝદી દિવસની 24મી આવૃત્તિ, સમગ્ર ભારતમાં 7500+ રાઇડર્સે વૈશ્વિક ઉજવણીનું નેતૃત્ત્વ કર્યું

Reporter1

૧૧ દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો કરાયો

Master Admin

‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે’

Master Admin

Leave a Comment

Translate »