Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ

કેરલમમાં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન

પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ રાજકીય ફાયદા માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
થિરૂવનંતપૂરમ્‌, તા.૨૯ માર્ચ ૨૦૨૬ — કેરલમના પલક્કડમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને તેના પર ભારતમાં થઈ રહેલી રાજનીતિને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે, “કોંગ્રેસ રાજકીય ફાયદા માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે.”

પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ પર ભારત સરકારની સક્રિયતા અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સરકાર સતત પ્રયત્નશીલ છે કે આ યુદ્ધની ભારત પર ઓછામાં ઓછી અસર પડે. તેમણે જણાવ્યું કે, “જ્યારથી યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી હું વિશ્વના નેતાઓના સંપર્કમાં છું. તમામ દેશો સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.” પીએમએ ઉમેર્યું કે, કોંગ્રેસ દ્વારા ખાડી દેશોના મુદ્દે કરવામાં આવતી ટિપ્પણીઓ અત્યંત ખતરનાક છે, જે ત્યાં વસતા અંદાજે ૧ કરોડ ભારતીયોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.

કેરલમના ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યમાં ડાંગરની ખરીદીમાં વિલંબ અને સમયસર નાણાં ન મળવાને કારણે હજારો ખેડૂતો પરેશાન છે. તેમણે ખાતરી આપી હતી કે, “ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન જો કોઈ કરી શકે તેમ હોય તો તે ભાજપ છે. અમે સ્જીઁમાં પણ વધારો કર્યો છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને લાભ આપવાને બદલે તેમને દેવામાં ધકેલી રહી છે. દ્ગડ્ઢછ સરકાર આવશે તો ખેડૂતોને આ સમસ્યામાંથી ચોક્કસ રાહત મળશે, આ મોદીની ગેરંટી છે.”

વડાપ્રધાને કેરલમના બંને મુખ્ય રાજકીય ગઠબંધન ન્ડ્ઢહ્લ અને ેંડ્ઢહ્લ પર નિશાન સાધતા કહ્યું કે, આ બંને પક્ષો ભ્રષ્ટાચારી છે અને ભાજપથી ડરેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે, દાયકાઓથી આ બંને પક્ષોએ મોટા કૌભાંડો કર્યા છે, પરંતુ એકબીજા સામે ક્યારેય કાર્યવાહી કરતા નથી. તેમણે જનતાને વિશ્વાસ અપાવ્યો કે જો ભાજપ સત્તામાં આવશે તો આ તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે.

Related posts

૩ માર્ચે ભારતમાં દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો

Master Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાર્યાલય સેવાતીર્થનું લોકાર્પણ કર્યું

Master Admin

૧૬ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

Master Admin

Leave a Comment

Translate »