Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ, દેશભરમાં જનઆંદોલનનું એલાન

૨૦ જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ

દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચારોને લઈને જનઆંદોલનનું એલાન

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ જૂન ૨૦૨૬ — કોંગ્રેસ પાર્ટીએ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચારોને લઈને મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં જનઆંદોલનનું એલાન કર્યું છે. તેવામાં ભારતીય યુવા કોંગ્રેસ પહેલાથી જ દ્ગઈઈ્‌ પેપર લીકને લઈને દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે, કોંગ્રેસ એક સાથે બે મુખ્ય મુદ્દાઓ પર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

દિલ્હીમાં બે મુખ્ય કોંગ્રેસના વિભાગો અનુસૂચિત જાતિ વિભાગ અને લઘુમતી વિભાગની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આ બંને વિભાગો ભાજપ સરકાર હેઠળ સમાજના નબળા વર્ગો સાથે થઈ રહેલા અન્યાય સામે સંયુક્ત રીતે દેશભરમાં અવાજ ઉઠાવશે. આ બેઠક બાદ કોંગ્રેસ મુખ્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં લઘુમતી વિભાગના અધ્યક્ષ ઇમરાન પ્રતાપગઢી અને અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ રાજેન્દ્ર પાલ ગૌતમે મોદી સરકાર પર અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

બંને નેતાઓએ જાહેરાત કરી કે, આગામી ૨૦ જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેમાં દેશભરના દલિત અને લઘુમતી સમુદાયોના સંસદસભ્યો, ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ ભાગ લેશે.
જ્યારે જૂનના ત્રીજા અઠવાડિયામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બંને વિભાગોની એક મોટી સંયુક્ત બેઠક યોજાશે. પછી આ અભિયાનને અન્ય રાજ્યોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે. આમ માત્ર મોટા શહેરોમાં જ નહીં, પરંતુ જિલ્લા અને પાયાના સ્તરે પણ અભિયાન ચલાવાશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, દેશમાં જ્યાં પણ કોઈ સંવેદનશીલ વ્યક્તિ પર અત્યાચાર થાય છે, ત્યાં બંને વિભાગોના નેતાઓ તેમને ટેકો આપવા માટે સાથે ઉભા રહેશે. જરૂર પડશે તો પીડિતોને કાનૂની સહાય, સામાજિક સહાય અને વહીવટી સહાય પૂરી પાડવામાં આવશે. ઈમરાન પ્રતાપગઢીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઇચ્છે છે કે દેશના ગરીબ, હાંસિયામાં ધકેલાયેલા અને નબળા લોકો મનમાં એ વિશ્વાસ રાખે કે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલુ બંધારણ બધાને સમાન અધિકારો અને ન્યાયની ખાતરી આપે છે.

રાજેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં ફક્ત દલિતો અને લઘુમતીઓને જ નહીં, પરંતુ આદિવાસી સમુદાય, ઓબીસી સમુદાય, અત્યંત પછાત વર્ગો અને સામાન્ય વર્ગના ગરીબોને પણ સામેલ કરવામાં આવશે. જેનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે, આ બધા સમુદાયોના અવાજને દબાવવામાં ન આવે.

Related posts

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરુ!

Master Admin

યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલો

Master Admin

ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઈઝરી જાહેર

Master Admin

Leave a Comment

Translate »