Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

સાણંદમાં એમડી ડ્રગ્સ સાથે ૪ સપ્લાયરો ઝડપાયા

ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવ્યું હતું નેટવર્ક

પોલીસે આરોપીઓ પાસેથી ૨૦ ગ્રામથી વધુ સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થાની બજાર કિંમત લાખોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૬ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરફેરી રોકવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન સાણંદ પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરીને સ્ડ્ઢ ડ્રગ્સનું સપ્લાય કરનાર ટોળકીના ૪ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ પકડાયેલા સપ્લાયરો મુખ્યત્વે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સની હેરફેરી કરતા હતા. સાણંદ પોલીસે આરોપીઓ પાસેથી ૨૦ ગ્રામથી વધુ સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થાની બજાર કિંમત લાખોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.પકડાયેલા ચારેય આરોપીઓની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાણંદ પોલીસની આ સફળ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Related posts

૧૮ અત્યાધુનિક હથિયારો સાથે ૯ શખ્સોની ધરપકડ

Master Admin

મુખ્યમંત્રીએ ટાંકી કડડભૂસ થવાને લઈ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો

Master Admin

વિપક્ષના હોબાળા વચ્ચે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા

Master Admin

Leave a Comment

Translate »