Nirmal Metro Gujarati News
business

હર્બલાઈફ ઈન્ડિયાની ઊભરતા ક્રિકેટ સ્ટાર યશસ્વી જયસ્વાલ સાથે ભાગીદારી

 

બેન્ગલોર, 14 ફેબ્રુઆરી, 2025: એક અગ્રણી હેલ્થ અને વેલનેસ કંપની, કમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઇફ ઇન્ડિયા ઉભરતા ક્રિકેટ સ્ટાર યશસ્વી જયસ્વાલ સાથેની તેની ભાગીદારીની ગર્વથી જાહેરાત કરે છે. આ જોડાણ ભારતમાં પ્રીમિયમ સ્પોર્ટસ ન્યુટ્રિશન થકી એથ્લેટિક કામગીરી બહેતર બનાવવાની હર્બલાઈફ ઈન્ડિયાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

વર્ષોથી, હર્બલાઈફ ટોચના એથ્લીટ્સને અનન્ય સફળતા હાંસલ કરવા માટે જરૂરી ન્યુટ્રિશનલ ટૂલ્સ પૂરાં પાડીને તેમની મજબૂત સમર્થક રહી છે. જયસ્વાલ સાથે ભાગીદારી સ્વાસ્થ્ય અને સમુદાય સહભાગને પ્રમોટ કરવા માટે સ્પોર્ટસની શક્તિમાં હર્બલાઈફનો વિશ્વાસ આલેખિત કરે છે.

જયસ્વાલનો ઉત્તર પ્રદેશના નાના શહેરમાંથી ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાનો પ્રેરણાત્મક પ્રવાસ તેની સ્થિતિસ્થાપકતા અને સમર્પિતતાનો દાખલો છે. ફક્ત દસ વર્ષની ઉંમરથી ક્રિકેટ કારકિર્દી શરૂ કરતાં તેણે અનેક પડકારોનો સામનો કર્યો છે, જેથી તે ઊભરતા એથ્લીટ્સ માટે રોલ મોડેલ બની ગયો છે. આ ભાગીદારી સુખાકારીને પ્રોત્સાહન આપવા અને હકારાત્મક પરિવર્તન પ્રેરિત કરવા માટે સ્પોર્ટસનો ઉપયોગ કરવાનો સમાન ધ્યેય પ્રદર્શિત કરે છે.

હર્બલાઈફ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અજય ખન્નાએ જણાવ્યું હતું કે, “અમને ખરા અર્થમાં સખત મહેનત અને ઉત્કૃષ્ટ આલેખિત કરતા યશસ્વી જયસ્વાલ સાથે ભાગીદારી કરવાની બેહદ ખુશી છે. તેનો પ્રવાસ હર્બલાઈફમાં અમે જેની કદર કરીએ તે કટિબદ્ધતા દર્શાવે છે. અમે ભારતમાં અમારી 25મી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ પ્રવાસ યોગ્ય પોષણ થકી એથ્લીટ્સને સશક્ત બનાવવામાં અમારી સફળતા અને અમારી વૃદ્ધિ પ્રદર્શિત કરે છે. અમે માનીએ છીએ કે અમારી વિજ્ઞાન આધારિત પ્રોડક્ટો અને નિષ્ણાતનો ટેકો એથ્લીટ્સને ઉત્તમ કામગીરી બતાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. યશસ્વી સાથે મળીને અમે ભારતભરના યુવા એથ્લીટ્સને તેમનાં સપનાં સાકાર કરવા અને તેમના સ્વાસ્થ્યને અગ્રતા આપવા માટે પ્રેરણા આપવાનું લક્ષ્ય રાખ્યું છે.’’

યશસ્વી જયસ્વાલ કહે છે, “હું હર્બલાઈફના ન્યુટ્રિશન અને વેલનેસના પ્રવાસનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છું. યોગ્ય પોષણને પહોંચ એ ઉચ્ચ કામગીરી અને સહનશીલતા જાળવવા એથ્લીટ્સને મદદરૂપ થવાની ચાવી છે અને મને તે માટે હર્બલાઈફ સાથે ભાગીદારી કરવાની ખુશી છે. તેઓ ન્યુટ્રિશનલ સપોર્ટ ઉપરાંત એકંદર સુખાકારીને પણ પ્રમોટ કરે છે.’’

હર્બલાઈફ દુનિયાભરમાં 150 એથ્લીટ, ટીમો અને લીગ્સને સપોર્ટ કરે છે. તેમની તાલીમ અને સ્પર્ધાના સર્વ તબક્કામાં ગુણવત્તાયુક્ત સ્પોર્ટસ ન્યુટ્રિશન પ્રોડક્ટ્સ સાથે તેમને ટેકો આપે છે. ભારતમાં હર્બલાઈફે સ્મૃતિ મંધાના, લક્ષ્ય સેન, મનિકા બત્રા, મેરી કોમ અને પલક કોહલી જેવા ક્રિકેટ અને નોન-ક્રિકેટ એથ્લીટ્સને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે. હર્બલાઈફે 2016, 2021 અને 2024માં સમર ઓલિમ્પિક્સ માટે, 2022માં કોમનવેલ્થ ગેમ્સ અને 2023માં સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત માટે ટીમ ઈન્ડિયા સાથે વિધિસર ન્યુટ્રિશન ભાગીદારી સહિત મુખ્ય ટીમો અને સ્પોર્ટિંગ ટીમોને ટેકો આપ્યો છે. ઉપરાંત હર્બલાઈફ સીઝન 8માં 7 પ્રો કબડ્ડી ટીમો માટે વિધિસર ન્યુટ્રિશન પાર્ટનર રહી છે અને 2022થી આયર્નમેન 70.3 ગોવાની વિધિસર પ્રેઝેન્ટિંગ સ્પોન્સર અને અયન્ય ભાગીદારીઓનો સમાવેશ થાય છે.

 

Related posts

Orchid Pharma announces National Launch of Orchid AMS division, to combat the rising threat of Antimicrobial Resistance

Reporter1

એકંદર વિકાસ માટે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે સંકલન જરૂરી છે – શ્રી બી.આર. શંકરાનંદ

Reporter1

SwiftNLift Tech LLP Hosts Gujarat Global Business Awards 2024

Reporter1
Translate »