Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

હિમાચલમાં આફતની હિમવર્ષા, ૧૦ જિલ્લામાં એલર્ટ આપ્યું

હિમવર્ષાએ જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું

ભારે હિમવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને લોકોને અનાવશ્યક મુસાફરીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૭ માર્ચ ૨૦૨૬ — રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલી બરફે રસ્તાઓને જાડા બરફના પડથી ઢાંકી દીધા છે, જેના કારણે અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. ખાસ કરીને રોહતાગ પાસ, મનાલી અને સીમલા જેવા પ્રવાસન સ્થળોએ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

પ્રવાસીઓ આ હવામાનનો આનંદ માણવા આવ્યા હતા, પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. અનેક સ્થળોએ પ્રવાસીઓ પોતાની કારોમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. હિમવર્ષાને કારણે રસ્તાઓ ભીના થઇ ગયા છે અને ચીકાશ વધી ગઈ છે અને અનેક વાહનો સ્લિપ થવાની ઘટનાઓ પણ સામે આવી છે. પ્રશાસન અને પોલીસની ટીમો રાહત કામગીરીમાં લાગી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

હવામાન વિભાગે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યુ છે. ભારે હિમવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને લોકોને અનાવશ્યક મુસાફરીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી વસ્તુઓ પહેલેથી જ એકત્રિત રાખવાની સૂચના આપવામાં આવી છે.

હિમવર્ષાના કારણે વીજ પુરવઠો અને સંચાર સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ઘણા વિસ્તારોમાં વીજળી બંધ થવાના સમાચાર મળ્યા છે, જેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રશાસને રાહત અને બચાવ કામગીરી તેજ બનાવી છે અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ હવામાનની માહિતી મેળવીને જ મુસાફરી કરે. હાલ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ સુંદર ખીણોને સફેદ ચાદરથી ઢાંકી દીધી છે, પરંતુ સાથે સાથે આ પરિસ્થિતિ આફત રૂપે પણ સામે આવી છે.

Related posts

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂકઃ ગેટ તોડી અંદર ઘૂસી કાર

Master Admin

એમેઝોન ફેશન અને બ્યુટી AI સાથે સ્પ્રિંગ સ્ટાઈલની શોધને સીમલેસ બનાવે છે

Master Admin

૩૫ નહીં, ૨૫ દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર

Master Admin

Leave a Comment

Translate »