Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

૧૫મી ગુજરાત વિધાનસભાની ૧૯ સમિતિની જાહેરાત થઈ

અલ્પેશ ઠાકોર-હાર્દિક પટેલ સહિતના નેતાને મળી જવાબદારી

આ સમિતિઓ વિધાનસભાની નાણાંકીય અને વહીવટી કામગીરી પર દેખરેખ રાખવાનું મહત્વનું કાર્ય કરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૦ મે ૨૦૨૬ — ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની ૧૫મી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે વિધાનસભાની જુદી જુદી સમિતિઓના ચેરમેન અને સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકોમાં ભાજપના અનેક દિગ્ગજ અને યુવા નેતાઓનો સમાવેશ કરીને મોટું રાજકીય સંતુલન સાધવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, રમણલાલ વોરા અને સી. જે. ચાવડા સહિત દિગ્ગજ નેતાઓને મોટી જવાબદારી મળતા આ મામલે ચર્ચાઓ શરૂ થઈ છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભાની કામગીરી માટે અધ્યક્ષ શંકર ચૌધરીએ કુલ ૧૯ સમિતિઓની જાહેરાત કરી છે, જેમાં ૪ નાણાંકીય અને ૧૫ બિન-નાણાંકીય સમિતિઓનો સમાવેશ થાય છે.

વિધાનસભાની સૌથી મહત્વની ગણાતી સમિતિઓમાં રાજ્યના ટોચના નેતાઓને ચેરમેન પદ સોંપાયું છે. આ સમિતિઓ વિધાનસભાની નાણાંકીય અને વહીવટી કામગીરી પર દેખરેખ રાખવાનું મહત્વનું કાર્ય કરે છે. રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભાની આ સમિતિઓ મિની એસેમ્બલી જેવું કામ કરે છે. સરકારી વિભાગોના ખર્ચ, સરકારે આપેલા વચનોનું પાલન અને પછાત વર્ગોના કલ્યાણ માટે થતી કામગીરી પર સીધી વોચ રાખવાની સત્તા આ સમિતિઓ પાસે હોય છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓને ચેરમેન બનાવીને પક્ષે સંગઠન અને સરકાર બંને સ્તરે મજબૂત મેસેજ આપ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિધિવત રીતે આ નામો પર મહોર મારી દેવામાં આવતા હવે આગામી દિવસોમાં આ સમિતિઓ પોતાની કામગીરી વેગવંતી બનાવશે.

કયા નેતાને કઈ સમિતિની જવાબદારી મળી ?
ક્રમ સમિતિનું નામ ચેરમેનનું નામ
૧ અંદાજ સમિતિ ડૉ. સી. જે. ચાવડા (Estimates Committee)
૨ જાહેર હિસાબ સમિતિ (PAC) પંકજ દેસાઈ
૩ જાહેર સાહસોની સમિતિ રમણલાલ વોરા
૪ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણની સમિતિ અલ્પેશ ઠાકોર
૫ ગૌણ વિધાન સમિતિ હાર્દિક પટેલ
૬ પંચાયતી રાજ સમિતિ ઉદય કાનગડ
૭ સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ અમિત શાહ
૮ અનુસૂચિત જાતિઓ (SC) ના કલ્યાણ માટેની સમિતિ માલતી મહેશ્વરી
૯ અનુસૂચિત જનજાતિઓ (ST) ના કલ્યાણ માટેની સમિતિ મોહનભાઈ ઢોડિયા
૧૦ વિશેષાધિકાર સમિતિ કેશુભાઈ પટેલ
૧૧ સભ્ય નિવાસ સમિતિ સંગીતા પાટીલ
૧૨ સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિ મુકેશભાઈ પટેલ

Related posts

AMCએ આગામી સાત દિવસ ગરમીનું યલો એલર્ટ આપ્યું

Master Admin

મહુવા તાલુકાના ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય

Master Admin

Leave a Comment

Translate »