Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

૧ એપ્રિલથી અન્ય દેશોને પેટ્રોલ વેચવાનું બંધ કરી દેશે રશિયા

સ્થાનિક પુરવઠો જાળવવા અને કિંમતોને સ્થિર કરવા નિર્ણય

પ્રતિબંધ આગામી ચાર મહિના માટે ચાલુ રહેવાની ધારણા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્કો, તા.૨૮ માર્ચ ૨૦૨૬ — રશિયાએ પેટ્રોલના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. રશિયન સરકારે ૨૮ માર્ચે આ જાહેરાત કરી હતી. રશિયન સરકારે જણાવ્યું હતું કે આ નિર્ણય સ્થાનિક પુરવઠો જાળવવા અને કિંમતોને સ્થિર કરવા માટે લેવામાં આવ્યો છે. પુતિનના નેતૃત્વ હેઠળની સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે ઈરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે, અને સપ્લાય ચેઇન પણ ભારે ખોરવાઈ ગઈ છે.
આ નવો નિર્ણય ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવશે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, આ પ્રતિબંધ આગામી ચાર મહિના માટે, ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી ચાલુ રહેવાની ધારણા છે.

રશિયન ઉર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે તેલ શુદ્ધિકરણ દર માર્ચ ૨૦૨૫ના લેવલે રહે છે. દેશની માંગને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સંગ્રહ છે. બધી રિફાઇનરીઓ ક્ષમતા પર કાર્યરત છે.

રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાક દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલના મધ્ય પૂર્વ સંકટને કારણે, તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વૈશ્વિક સ્તરે નોંધપાત્ર વધારો થયો છે. નોવાકની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ, રશિયા દરરોજ ૧૦૦,૦૦૦ બેરલ ગેસોલિનની નિકાસ કરે છે. ગયા વર્ષે, રશિયાના ઘણા ભાગોમાં ગેસોલિનની અછતના અહેવાલો આવ્યા હતા. રશિયન સરકારે આ નિર્ણયને ધ્યાનમાં રાખીને લીધો હતો.

રશિયાના આ નિર્ણયથી ચીન, તુર્કી, બ્રાઝિલ, આફ્રિકા અને સિંગાપોર પર પ્રતિકૂળ અસર પડશે, જે એવા દેશો છે જે રશિયા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદે છે.

પેટ્રોલિયમ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પૂરતું ક્રૂડ તેલ, પેટ્રોલ અને ડીઝલ છે. દેશની રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે. સરકારે આ રિફાઇનરીઓને ન્ઁય્ ઉત્પાદન ૨૦ ટકા વધારવાનો નિર્દેશ આપ્યો છે.

Related posts

હવે આરપારની જંગ, “તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે”

Master Admin

અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાનની એરસ્ટ્રાઈકઃ હોસ્પિટલ પર બોમ્બવર્ષા

Master Admin

ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે

Master Admin

1 comment

Leave a Comment

Translate »