Nirmal Metro Gujarati News
business

વેજ પિઝાના 1.64 લાખ ઓર્ડરથી સ્વિગી ડાઇનઆઉટ પર 2.53 કરોડ રૂપિયાની બચત સુધી… અહીં જુઓ 2025માં વડોદરાએ કેવી રીતે સ્વિગી કર્યું

  • નાસ્તાના સમયમાં (બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી) ઓર્ડરમાં વડાપાંઉએ આગેવાની લીધી, દરરોજે સાંજે લગભગ 157 ઓર્ડર મળ્યા
  • મોડી રાત્રે (મધરાત્રે 12થી 2 વાગ્યા સુધી) બિંગિંગ લોકપ્રિય બન્યું, ઓર્ડર વાર્ષિક ધોરણે 32.4% જેટલા વધ્યા
  • વડોદરા જંકશન પર ફૂડ ઓન ટ્રેન સુવિધા દ્વારા ઓર્ડરમાં 2025માં 216%નો જંગી વધારો થયો

વડોદરા | ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ — વડોદરાનો ખાણીપીણી સાથે સદીઓ જૂનો પ્રેમસંબંધ છે. આ “ફૂડી” ભાવના જૂના શહેરની ઐતિહાસિક ગલીઓથી ડિજિટલ યુગમાં, પ્રચલિત નાસ્તાના મુખ્ય ભોજન અને સાંજના નાસ્તાથી લઈને મોડીરાતના કટક-બટક સુધી, એકીકૃત થઈ છે…

હાઉ ઇન્ડિયા સ્વિગીડનું વડોદરા સંસ્કરણ ચકાસો, શહેરની ઉત્ક્રાંતિ પામતી ખાદ્યઆદતોનો સ્નેપશોટ અને ગયા વર્ષનું સ્વાદિષ્ટ રીકેપ.

શહેરના મનપસંદ

  • શાકાહારી વાનગીઓએ કાર્ટમાં રાજ કર્યું. વેજ પિઝા 1.64 લાખ ઓર્ડર સાથે શહેરની સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગી તરીકે ઉભરી આવી. તેના પછી 1.55 લાખ ઓર્ડર સાથે પૌષ્ટિક વેજ બર્ગર અને 1.33 લાખ ઓર્ડર સાથે ચિકન બિરયાનીનો સમાવેશ થાય છે.
  • મિઠાઈની પસંદગીઓ કાલાતીત ક્લાસિક્સ તરફ ઝુકાવ ધરાવે છે. ગુલાબજાંબુ આ યાદીમાં ટોચે, ત્યારબાદ ચોકલેટ કેક, બુંદીના લાડુ અને કાજુ બરફીનો ક્રમ આવે છે. વડોદરાએ પણ કાલા જામ, માજુમ (મગદાળનો શીરો), ફ્રૂટ જલેબી અને મોહનથાળ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો જે ટોપ 10 ઓર્ડર કરાયેલી મિઠાઈઓમાં સ્થાન ધરાવે છે.
  • શહેરમાં સવારનો સમય ક્લાસિક રહ્યો. નાસ્તાના ઓર્ડરમાં સમોસા (લગભગ 58 ઓર્ડર પ્રતિ સવારે), ત્યારબાદ વેજ ઢોસા અને આદુવાળી ચાનો ક્રમ હતો. ઇડલી, વડાપાંઉ, પૌંઆ અને આલુ પરાઠા પણ દિવસ માટેની પહેલી પસંદગી હતા.
  • નાસ્તાનો સમય (બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી) ગલી સ્ટાઈલની મનપસંદ વાનગીઓ તરફ ઝુકાવ ધરાવે છે. વડાપાંઉ સાંજે લગભગ 157 ઓર્ડર સાથે અગ્રેસર રહ્યા, ત્યારબાદ સમોસા (આ સમય દરમિયાન સરેરાશ 105 ઓર્ડર) અને ત્યારબાદ વેજ બર્ગરનો ક્રમ આવ્યો, જે સાબિત કરે છે કે વડોદરામાં નાસ્તાનો સમય એક ટ્વિસ્ટ સાથે પરિચિતતા પર આધારિત છે.
  • મધરાત્રે (12થી ૨ વાગ્યા સુધી) ખાવાની લોકપ્રિયતા અલગ હતી, ઓર્ડર વાર્ષિક ધોરણે 32.4%થી વધુ વધ્યા. વેજ પિઝા આ ચાર્ટમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારબાદ વેજ બર્ગર અને ચિકન બર્ગરનો ક્રમ આવે છે
  • વડોદરાનો ઉત્ક્રાંતિ પામતો સ્વાદ પ્રાદેશિક ભોજનમાં તેની વધતી જતી રુચિમાં પ્રતિબિંબિત થાય છે, જેમાં કર્ણાટકી ભોજન 69.3% સાથે વાર્ષિક ધોરણે સૌથી ઝડપથી વિકસતા ભોજન તરીકે ઉભરી આવ્યું છે. આંધ્ર ભોજન પણ 34.39%ના દરે વાર્ષિક ધોરણે વધ્યું છે.
  • પોષાય તેવી વાનીઓ વડોદરામાં ખૂબ ચાલે છે. શહેરના 99 સ્ટોર પર, વેજ બર્ગર સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગી હતી, ત્યારબાદ વેજ પિઝા અને વેજ સેન્ડવિચનો ક્રમ આવે છે.
  • મુસાફરીના સમયની પેટપૂજાની તૃષ્ણાએ પણ ગતિ પકડી. વડોદરા જંકશન પર ફૂડ ઓન ટ્રેન સુવિધા દ્વારા ઓર્ડરમાં 2025માં 216% નો મોટો વધારો થયો છે, જે દર્શાવે છે કે ફૂડ ડિલિવરી મુસાફરીનો એક આવશ્યક ભાગ બની ગયો છે.
  • કામ સાથે કટક-બટક? કોઈ વાંધો નહીં. ડેસ્કઈટ્સ પર, મેકઆલૂ ટિક્કી બર્ગર 32,000થી વધુ ઓર્ડર સાથે સૌથી વધુ ઓર્ડર કરાયેલ વાનગી છે, ત્યારબાદ કેપ્સિકમ, પનીર અને રેડ પૅપ્રિકા પિઝા અને ક્રિસ્પી વેજ બર્ગરનો ક્રમ આવે છે. એક ગ્રાહકે એક જ ઓર્ડરમાં કોકા-કોલા ઝીરો સુગર, ફાર્મહાઉસ પિઝા, ગાર્લિક બ્રેડસ્ટિક્સ અને ચોકો લાવા કેકના 15-15 ઓર્ડર આપ્યા – શહેરમાં સૌથી વધુ. ઓફિસ પાર્ટીની વાત કરીએ તો!

બોલ્ટ સાથે ઝડપી ફૂડ ડિલિવરી શક્ય બની

  • બોલ્ટ પર, ઝડપી ડિલિવરીના મનપસંદમાં વડાપાંઉ, વેજ સમોસા અને વેજ બર્ગરનો સમાવેશ થાય છે.
  • રસમલાઈ બોલ્ટ પર સૌથી વધુ ઓર્ડર કરાયેલ મીઠાઈ હતી. અન્ય મનપસંદ મીઠાઈઓમાં મિલ્ક કેક, કાજુકતરી અને કલાકંદનો સમાવેશ થાય છે.
  • બર્ગર પ્રત્યેનો પ્રેમ મધરાત્રે (12થી 2 વાગ્યા સુધી) બિંગિંગ સાથે ઉભરી આવ્યો, જેમાં વેજ બર્ગર્સ સૌથી આગળ હતા, અને ચિકન બર્ગર્સ બીજા ક્રમે હતા. ત્યારબાદ વેજ પિઝા અને આલૂ બર્ગર્સ આવ્યા.
  • છેલ્લી ઘડીની જરૂરિયાતો? શહેરમાં સૌથી મોટો બોલ્ટ ઓર્ડર એક ગ્રાહક દ્વારા આપવામાં આવ્યો હતો જેણે ફરાળી ચેવડાના 3 પેકેટ, કાજુકતરીનું એક બોક્સ, મથુરા પેંડાના 4 બોક્સ અને જૈન ભાખરવડીનો 4 બોક્સ સહિત ભવ્ય સ્પ્રેડનો ઓર્ડર આપ્યો હતો!

આ જોવા મળેલા વલણો ઉપર વિગતવાર માહિતી આપતાં સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના ચીફ બિઝનેસ ઓફિસર સિદ્ધાર્થ ભાકૂએ જણાવ્યું હતું કે,“સમગ્ર ભારત ત્યારે પોતાની મનપસંદ વાનગીઓની મિજબાની કરી રહ્યું છે ત્યારે 2025માં ફૂડ આપણાં રોજિંદા જીવન અને ઉજવણીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. વડોદરા શહેરમાં, અમને પરંપરાગત વાનગીઓ અને સમગ્ર દેશની મનપસંદ ફૂડ આઇટમને સુવિધાયુક્ત રીતે મેળવવાના વલણ વચ્ચે અદ્ભુત સમતુલા જોવા મળી રહી. લેઇટ નાઇટ સ્નેક્સ મંચિગથી માંડીને પ્રિમિયમ ડાઇનિંગ આઉટ સુધી, વડોદરાતે પોતાની ખાદ્યપસંદગીઓ મારફતે ભવ્ય ખાદ્યવારસાનું પ્રદર્શન કર્યુ છે. ફૂડ એક ભાવના છે અને અમે શહેરના દરેક ખૂણે ખૂણે વન મીલ, વન સેલિબ્રેશન સાથે અદ્રિતીય ફૂડ એક્સપિરિયન્સ પુરો પાડવા માટે કટિબદ્ધ છીએ.”

ડાઇનિંગ આઉટ

  • વડોદરાના ડાઇનિંગ-આઉટ સીનમાં 2025માં તીવ્ર વધારો જોવા મળ્યો. સ્વિગી ડાઇનઆઉટ દ્વારા, 1.4 લાખથી વધુ ડાઇનર્સ બેઠા હતા. શહેરમાં સામૂહિક રીતે રૂ. 2.53 કરોડની બચત થઈ, જે ગયા વર્ષની સરખામણીમાં 58.13%નો મજબૂત વધારો દર્શાવે છે કારણ કે મૂલ્ય-આધારિત આઉટિંગ્સે વેગ પકડ્યો હતો.
  • મોટી ઉજવણીઓ ઘણીવાર મોટી બચતમાં પરિણમે છે. ગ્રાહકે એક જ બુકિંગમાં સૌથી વધુ બચત નોંધાવી, રૂ. 18,393 બચાવ્યા.
  • ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ (GIRF) 2025 દરમિયાન, ભોજન કરનારાઓએ સામૂહિક રીતે રૂ. 1.07 કરોડ બચાવ્યા, જેનાથી ઉજવણીની સહેલગાહને મૂલ્યવાન અનુભવોમાં ફેરવાઈ ગઈ.
  • ખાસપ્રસંગે બહાર જમવા માટે મહત્વપૂર્ણ ક્ષણો રહી. મધર્સ-ડેના આઉટિંગ્સમાં અસાધારણ આનંદ જોવા મળ્યો, જેમાં સૌથી વધુ બિલ રૂ. 15,649 નોંધાયું. ફાધર્સ-ડે પર એક ગ્રાહકે રૂ. 14,789 ખર્ચ કર્યા – જે શહેરમાં સૌથી વધુ છે.

અને રસપ્રદ માહિતીમાં ઉમેરો કરતાં, 2025 દરમિયાન ભારતના કેટલાક ફૂડ ટ્રેન્ડ્સ નીચે મુજબ છે

  • એક દાયકાથી સૌથી મનપસંદ ફૂડ આઇટમ હોવાનો રેકોર્ડ ધરાવતી બિરયાની આ વર્ષે પણ ટોચ પર છે! 2025માં 93 મિલિયન બિરયાનીના ઓર્ડર સાથે (એટલે કે પ્રતિ મિનિટ 194 ઓર્ડર અને દર સેકંડે 25 બિરયાનીનો ઓર્ડર), તે નિર્વિવાદિત રીતે ગ્રાહકોની નંબર 1 પસંદગી છે. આ વાત સાબિત કરે છે કે ટ્રેન્ડ્સ ભલે આવે કે જાય, આ સુંગધીદાર વાનગી માટે ભારતીયોનો પરંપરાગત પ્રેમ હંમેશા બરકરાર રહેવાનો છે. સૌથી વધુ સંખ્યામાં રિપીટ ઓર્ડર્સની સાથે બિરયાનીના વિશ્વમાં ચિકન બિરયાની (57.7 મિલિયન ઓર્ડર) સૌથી પસંદ કરાયેલી બિરયાની છે.
  • 2 મિલિયન ઓર્ડર સાથે બર્ગર સૌથી વધુ પસંદ કરાયેલું સ્નેક છે, ત્યારબાદ પિઝાના 40.1 મિલિયન ઓર્ડર નોંધવામાં આવ્યાં હતાં. 26.2 મિલિયન સાથે વેજ ઢોસા ભારતીયોની વધુ એક ફેવરિટ ડિશ છે, જે સાબિત કરે છે કે આ ક્રિસ્પી, ગોલ્ડન ક્લાસિક ફૂડીઝની મનપસંદ ફૂડ આઇટમ છે.
  • સ્નેક ટાઇમ (બપોરે 3થી સાંજે 7) એક એવો સમય છે જ્યારે આપણે બધા કંઇકને કંઇક નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ. બર્ગર સૌથી વધુ ઓર્ડર કરાયેલું સ્નેક છે, જેમાં ચિકન બર્ગર સૌથી ઉપર (3 મિલિયન ઓર્ડર) અને વેજ બર્ગર 4.2 મિલિયન ઓર્ડર સાથે બીજા ક્રમ ઉપર છે. અન્ય પસંદગીના સ્નેક્સ ચિકન રોલ (4.1 મિલિયન ઓર્ડર), વેજ પિઝા (3.6 મિલિયન ઓર્ડર) અને ચિકન નગેટ્સ (2.9 મિલિયન ઓર્ડર) છે.
  • 2025માં સ્નેક ટાઇમ (બપોરે 3થી સાંજે 7) દરમિયાન 42 મિલિયન સમોસા અને 2.9 મિલિયન અદરક ચા સાથે ચા-સમોસા ભારતીયોની પસંદગીની સ્નેક આઇટમ છે.
  • ડેઝર્ટ ડિલાઇટઃ 9 મિલિયન ઓર્ડર સાથે વ્હાઇટ ચોકોલેટ કેક ચાર્ટમાં ટોપ પર છે ત્યારે 2025માં દેશી ફેવરિટ્સ માટે પણ વિશેષ પસંદગી જોવા મળી હતી. ઓર્ડર કરાયેલા ટોપ 3 ડેઝર્ટમાં ચોકોલેટ કેક (5.4 મિલિયન ઓર્ડર) અને ગુલાબ જાંબુ (4.5 મિલિયન ઓર્ડર)નો સમાવેશ થાય છે. ભારતીય મીઠાઇઓમાં કાજુ બરફી (2 મિલિયન ઓર્ડર) અને બેસન લડ્ડુ (1.9 મિલિયન ઓર્ડર) સાથે અનુક્રમે 2જા અને 3જા સ્થાને છે.
  • 3 મિલિયન ડાર્ક ચોકોલેટ આઇસક્રીમ અને 2.6 મિલિયન ચોકોલેટ સન્ડેઝ ઓર્ડર સાથે આઇસક્રીમમાં સમગ્ર વર્ષ દરમિયાન ચોકોલેટ ફ્લેવર ઉપર સૌથી વધુ પસંદગી ઉતારવામાં આવી હતી.
  • વૈશ્વિક વાનગીઓની પણ હવે કાર્ડમાં એન્ટ્રી જોવા મળી છે, જેમાં મેક્સિકન (16 મિલિયન ઓર્ડર), તિબેટિયન (12 મિલિયન+ ઓર્ડર), કોરિયન (7 મિલિયન ઓર્ડર) વાનગીઓ ગ્રાહકોની સૌથી પસંદગીની વાનગીઓ બની રહી છે. 2025માં માચા સૌથી વધુ સર્ચ કરાયેલી વૈશ્વિક વાનગી હતી.
  • સ્થાનિક વાનગીઓની પસંદગી સાથે હાઇપરલોકલ નવી ઓથેન્ટિક વાનગી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં પહાડી વાનગીએ 9x વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે માલબારી, રાજસ્થાની, રાલવાની અને અન્ય પ્રાદેશિક વાનગીઓમાં પણ લગભગ બે ગણો વધારો જોવા મળ્યો છે.
  • કોઇપણ શંકા વગર, મીલટાઇમ માટે ડિનર સૌથી મોટો બાહુબલી છે, જેમાં લંચ ઓર્ડર કરતાં આશરે 32% વધુ ઓર્ડર જોવા મળે છે.
  • મોટું મન, મોટી ઉજવણીઃ હૈદરાબાદમાં એક ગ્રાહકે સિંગલ ઓર્ડરમાં રૂ.47,106 ખર્ચ્યા હતા અને ફેસ્ટિવ સમયગાળાની શરૂઆતમાં ઓગસ્ટમાં ડ્રાય ફ્રુટ કૂકીઝ ગિફ્ટ પેકના 65 બોક્સનો ઓર્ડર કર્યો હતો.
  • મુંબઇના એક ફૂડીઝે “ડાઇનિંગ ઓલ ધ ડે”ની વ્યાખ્યા નવેસરથી કરી છે અને 2025માં 3,196 ફૂડ ઓર્ડર કર્યા છે. તે લગભગ દરરોડના 9 ફૂડ ઓર્ડ ર છે – જે દેશમાં સૌથી વધુ હતા.
  • જ્યારે જબરજસ્ત ભૂખ લાગી હોય ત્યારે બોલ્ટ સાથે ઝડપી ફૂડ ડિલિવરી એક સરળ વિકલ્પ છે. સૌથી વધુ સંખ્યામાં ડિલિવરી બેંગલુરુમાં જોવા મળી હતી, ત્યારબાદ હૈદરાબાદ અને મુંબઇનું સ્થાન જોવા મળે છે. બોલ્ટ ઉપર અમદાવાદ, જયપુર, વિઝાગ અને કોચી પણ બોલ્ટ માટે ઊભરી રહેલા બજાર છે.
  • રસપ્રદ રીતે, મુંબઇમાં એક ગ્રાહકે 99 સ્ટોર ઉપર 15 દમ ચિકન બિરયાની, 10 પ્લેટ ચિકન મીટબોલ કબાબ, 5 પ્લેટ ફલાફલે ખાસ અને પેપર પનીર બિરયાની અને 100 ગુલાબ જાંબુના ઓર્ડર કર્યા હતા. કોઇ મોટી પાર્ટીનું આયોજન હશે!
  • અમારા પ્રયત્નોને સાર્થક બનાવવામાં અમારા ડિલિવરી પાર્ટનર્સનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે, જેમણે તેની ખાતરી કરી છે કે ગરમાગરમ ભોજન સાથે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવીને તમારી ભૂખ સંતોષે છે! અમારા ડિલિવરી પાર્ટનર્સે આ વર્ષે 24 બિલિયન કિલોમીટરની સફર કરી હતી – જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3,40,000 વખત અંતર કાપવા બરાબર છે અને તે પણ ચાની ચુસ્કી માટે ઊભા રહીને!
  • બેંગલુરુના અમારા ડિલિવરી પાર્ટનર મોહમ્મદ રાઝિકે આ વર્ષે અદ્ભુત 11,718 ઓર્ડર ડિલિવર કર્યા છે, જ્યારે 2025માં ચેન્નાઇના અમારા ડિલિવરી પાર્ટનર પૂનગોદી 8196 ઓર્ડર ડિલિવર કરીને મહિલા પાર્ટનર્સમાં સૌથી આગળ છે.

 ≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡

Related posts

Samsung Expands Its Galaxy Wearables Ecosystem in India to Bring Premium Healthcare Experience with Galaxy Ring Starting INR 38999

Reporter1

Samsung QLED TVs Redefine Home Entertainment with Real Quantum Dot Tech, Knox Security, and Cadmium-Free Innovation

Reporter1

Turkish Airlines Opens Its Largest International Lounge Outside Istanbul at Tokyo Narita Airport

Reporter1

Leave a Comment

Translate »