Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

અમદાવાદમાં Qubaaticની અબેકસ અને માનસિક ગણિત સ્પર્ધામાં 1,400 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

અમદાવાદ, ગુજરાત | ૧૪ નવેમ્બર ૨૦૨૬ | બેંગલુરુ સ્થિત Qubaatic Edutech Private Limited દ્વારા અમદાવાદમાં શનિવારે ચોથી રાષ્ટ્રીય કક્ષાની અબેકસ અને માનસિક ગણિત સ્પર્ધા-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના આઠ રાજ્યોમાંથી આશરે 1,400 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને કેરળના વિદ્યાર્થીઓ જોડાયા હતા. કુલ સ્પર્ધકોમાંથી 1,000 વિદ્યાર્થીઓએ વિઝ્યુઅલ કેટેગરીમાં, જ્યારે 400 વિદ્યાર્થીઓએ લિસનિંગ કેટેગરીમાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ માત્ર આઠ મિનિટના સમયગાળામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારને લગતા કુલ 200 ગણિતના દાખલાઓ ઉકેલવાના હતા. આ પડકાર દ્વારા વિદ્યાર્થીઓની ગણતરી કરવાની ઝડપ અને ચોકસાઈની સાથે એકાગ્રતા, યાદશક્તિ તથા સમય વ્યવસ્થાપન કૌશલ્યની પણ કસોટી કરવામાં આવી હતી. સ્પર્ધા માટે વિદ્યાર્થીઓએ આશરે બે મહિના સુધી વિશેષ તૈયારી અને તાલીમ મેળવી હતી. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોચના સ્થાને રહેલા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Qubaatic Edutech Private Limitedના મેનેજિંગ ડિરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, “Qubaaticમાં અમારું માનવું છે કે યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને તક મળે તો દરેક બાળક પોતાની બૌદ્ધિક ક્ષમતાઓનો વિકાસ કરી શકે છે. આવી સ્પર્ધાઓ દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ચકાસવા, પોતાને વધુ સક્ષમ બનાવવા અને આત્મવિશ્વાસ કેળવવાની તક પૂરી પાડે છે. સાથે જ, તાલીમ દરમિયાન તેમણે જે કંઈ શીખ્યું છે તેનું કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે પણ આ એક સશક્ત મંચ છે.”

અબેકસ અને માનસિક ગણિતની તાલીમમાં ગણતરીની વિવિધ સુનિયોજિત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા બાળકોની સંખ્યાત્મક સમજ અને માનસિક પ્રક્રિયા કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે. Qubaaticના તાલીમ કાર્યક્રમો ખાસ કરીને 7થી 14 વર્ષનાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ગણતરીની ઝડપ, એકાગ્રતા, યાદશક્તિ, તાર્કિક વિચારશક્તિ અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

બેંગલુરુ સ્થિત Qubaatic હાલમાં ભારત સહિત અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, વિયેતનામ અને ઘાના એમ કુલ છ દેશોમાં કાર્યરત છે. ભારતમાં સંસ્થાનું નેટવર્ક 150થી વધુ કેન્દ્રો અને તેની તાલીમ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી 50થી વધુ શાળાઓ સુધી વિસ્તરેલું છે.

અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધા સંસ્થા દ્વારા આયોજિત ચોથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા હતી. આ ઉપરાંત સંસ્થા અત્યાર સુધીમાં ચાર રાજ્યકક્ષાની અને પાંચ ઝોનલ કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરી ચૂકી છે. મે 2025માં દુબઈ ખાતે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આવી સ્પર્ધાઓના માધ્યમથી Qubaatic વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન વિકસાવેલાં કૌશલ્યોને સ્પર્ધાત્મક વાતાવરણમાં અજમાવવાની તક પૂરી પાડે છે. અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધા દ્વારા વિવિધ પ્રદેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓને પોતાની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને માનસિક ગણિતની ક્ષમતાને પડકારવાની તક મળી હતી.

== સમાપ્ત ==

Related posts

તહેવારોની મૌસમમાં યેઝદીએ બનાવી મોટરસાયકલની ખરીદી સરળ, Amazon.in અને Flipkart પર લાવ્યું તેની ટ્રિનિટી રેન્જ

Master Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતની પ્રથમ MET સંસ્થા NAMTECHની મુલાકાત લીધી

Master Admin

ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું રચાયું

Master Admin

Leave a Comment

Translate »