Nirmal Metro Gujarati News
business

ટાટા મોટર્સ દ્વારા તેના લખનૌ એકમમાંથી 9 લાખમું વાહન બહાર પડાયું તેની ઉજવણી કરાઈ

અત્યાધુનિક એકમ ગ્રીન મોબિલિટી સમાધાન સહિત કમર્શિયલ વાહનોના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે

લખનૌ, 7 મે, 2024: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહનની ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા તેના અત્યાધુનિક એકમમાંથી તેનું 9 લાખમું વાહન બહાર પાડવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પાર પાડી હોવાની ઘોષણા કરવામાં આવી. આ ઉજવણીમાં ઉત્તર પ્રદેશ સરકારના ચીફ સેક્રેટરી શ્રી દુર્ગા શંકર મિશ્રા અને ટાટા મોટર્સના વરિષ્ઠ મોવડીઓની એકમ ખાતે હાજરીમાં વાહનને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.

600 એકરમાં પથરાયેલું લખનૌ એકમ સક્ષમ ઉત્પાદન વ્યવહારો પ્રત્યે ટાટા મોટર્સની કટિબદ્ધતાનો દાખલો છે, જેને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા જળ હકારાત્મક એકમ તરીકે માન્યતા આપવામાં આવી છે. એકમમાં 6 મેગાવેટ સોલાર પાવર પ્લાન્ટ છે, જે તેનું કાર્બન ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઓછું કરે છે. એકમમાં અત્યાધુનિક વાહન ઉત્પાદન મથકો, જેમ કે, રોબોટિક પેઈન્ટ બૂથ અને રોબોટિક સ્પોટ વેલ્ડિંગ સાથે બોડી-ઈન-વ્હાઈટ શોપ વગેરેનો સમાવેશ થાય છે. 1992માં આરંભથી એકમે લાઈટ, ઈન્ટરમિજિયેટ, મિડિયમ અને હેવી કમર્શિયલ વેહિકલ્સ સહિત કાર્ગો અને પેસેન્જર કમર્શિયલ વાહનો તેમ જ ઈલેક્ટ્રિક અને ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રિક બસો બહાર પાડવામાં આવી છે.

ટાટા મોટર્સના લખનૌ એકમમાંથી 9 લાખમું વાહન બહાર પડાયું તે વિશે બોલતાં ઉત્તર પ્રદેશ સરકારના ચીફ સેક્રેટરી શ્રી દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, આ નોંધપાત્ર સિદ્ધિ સુધી પહોંચવા માટે ટાટા મોટર્સની હું સરાહના કરું છું. આ સિદ્ધિ વર્તમાન અને ભાવિ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે આધુનિક, સુરક્ષિત અને હરિત મોબિલિટી સમાધાન પૂરા પાડવામાં ટાટા મોટર્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અધોરેખિત કરે છે. ઉપરાંત મહિલા સશક્તિકરણ પ્રત્યે કંપનીની કટિબદ્ધતા આ વર્ષે નવા નોકરીમાં રખાયા તેમાં 22 ટકાથી વધુ મહિલાઓને પ્રતિનિધિત્વ અપાયું તે પરથી સિદદ્ધ થાય છે, જે ઉત્પાદન ક્ષેત્રમાં મહિલાઓ માટે નોંધપાત્ર આગેકૂચ પણ છે.

આ સિદ્ધિ વિશે બોલતાં ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સનાં વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ શ્રી વિશાલ બાદશાહે જણાવ્યું હતું કે, “લખનૌ એકમમાંથી અમારું 9 લાખમું વાહન બહાર પડાયું તે ટાટા મોટર્સ માટે યાદગાર અવસર છે. આ એકમ અમારી આધુનિક ઈલેક્ટ્રિક બસોના ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ છે અને સફળતાથી 1200થી વધુ યુનિટ્સની ડિલિવરી કરી છે, જેણે એકત્રિત રીતે દેશમાં લાખ્ખો કિલોમીટર નોંધાવ્યા છે. ઉત્તર પ્રદેશ અમારી મુખ્ય બજારમાંથી એખ છે અને ઉત્તર પ્રદેશ સરકારનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર કમર્શિયલ વાહનોના વેચાણમાં વૃદ્ધિ માટે મુખ્ય એનેબ્લર છે. ઈન્ડસ્ટ્રી 4.0 ઈન્ટીગ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ એકમે અમારા ગ્રાહકોને સુરક્ષિત, સ્માર્ટ અને હરિત મોબિલિટી સમાધાન ડિલિવરી કરી રહ્યું છે. અમે અમારા ગ્રાહકો, ભાગીદારો અને સર્વ સાથીઓનો આભાર માનીએ છીએ અને આ સિદ્ધિની ઉજવણી કરીએ છીએ.

આ અવસરે બોલતાં ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સના લખનૌના પ્લાન્ટ હેડ શ્રી મહેશ સુગુરુએ જણાવ્યું હતું કે,લખનૌ એકમમાંથી અમે 9 લાકમું વાહન બહાર પાડવાની સિદ્ધિ પ્રાપ્ત કરી તે ઉત્કૃષ્ટતા અને નાવીન્યતા પ્રત્યે અમારી કટિબદ્ધતાનો દાખલો છે. અત્યાધુનિક ટેકનોલોજીઝના ઈન્ટીગ્રેશન થકી અમે અમારી કામગીરીને મહત્તમ બનાવી છે, કાર્યપ્રવાહો પ્રવાહરેખામાં લાવ્યા છીએ અને ગ્રાહકોને અપેક્ષાઓને પાર કરે તેવાં ઉત્કૃષ્ટ વાહનો ડિલિવરી કરવા ઉત્પાદનનાં અમારાં ધોરણોને નવી ઊંચાઈ પર લઈ ગયા છીએ.

ટાટા મોટર્સે તેના લખનૌ એકમમાં લિંગ સમાવેશકતા અને મહિલા સશક્તિકરણમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. હાલમાં મહિલાઓ ટેક્નિકલ કાર્યબળમાં એકતૃતીયાંશ છે, જેઓ સર્વ સંચાલન પાળીઓમાં સક્રિય રીતે ભાગ લે છે અને ટ્રકો અને બસો સહિત વિવિધ પ્રોડક્ટોના ઉત્પાદનમાં તેમની વ્યાપક કુશળતા દર્શાવે છે. કંપનીએ મહિલાઓની કુશળતા વધારવા માટે તૈયાર કરાયેલા વિસિષ્ટ તાલીમ અને વર્કશોપ થકી હાથોહાથનો ઉદ્યોગ અનુભવ તેમને પૂરો પાડીને તેની મહિલા કર્મચારીઓના વ્યાપક વિકાસમાં ભારે રોકાણ કર્યું છે. મહિલાઓ આ વર્ષે નવી ભરતી કરાઈ તેમાં 22 ટકાથી વધુ છે ત્યારે ટાટા મોટર્સ ઉત્પાદન ઉદ્યોગમાં મહિલાની પ્રગતિ માટે ગૌરવશાળી આધાર તરીકે અડીખમ છે.

 

Related posts

myTrident eyes growth of 40% in FY 25 by doubling its retail touchpoints

Reporter1

Samsung To Launch 2025 Line-up of Vision AI Television on May 7

Reporter1

EXPERIENCE THE THUNDER, BE THE HERO; HERO MOTOCORP AND THUMS UP INTRODUCE A SPECIAL-EDITION MAVRICK 440 THUNDERWHEELS

Reporter1
Translate »