Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratHealth Care

81 વર્ષની ઉંમરે પ્રોસ્ટેટ કેન્સર પર રોબોટિક સર્જરીથી સફળ જીત: HCG Cancer Centre Vadodaraમાં માત્ર 3 દિવસમાં ડિસ્ચાર્જ

વડોદરા, ગુજરાત | ૨૭ જુલાઈ ૨૦૨૬ | યોગ્ય નિષ્ણાતોની ટીમ અને અદ્યતન ટેક્નોલોજી સાથે હવે ઉંમર કેન્સરની સારવારમાં અવરોધ નથી રહી. તેનું જીવંત ઉદાહરણ HCG Cancer Centre Vadodaraમાં જોવા મળ્યું, જ્યાં 81 વર્ષના પ્રોસ્ટેટ કેન્સરના દર્દીની રોબોટિક સર્જરી દ્વારા સફળ સારવાર કરવામાં આવી અને સર્જરી બાદ માત્ર ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

દર્દીને લાંબા સમયથી પેશાબ સંબંધિત તકલીફો હતી. તપાસ દરમિયાન તેમને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું. વધુ ઉંમરને ધ્યાનમાં રાખીને તેમણે અનેક હોસ્પિટલોમાં સલાહ લીધી હતી, જ્યાં તેમને મુખ્યત્વે રેડિયેશન થેરાપી કરવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ દર્દી HCG Cancer Centre Vadodara ખાતે આવ્યા, જ્યાં તેમના કેસની હોસ્પિટલની મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ દ્વારા વિસ્તૃત ચર્ચા અને મૂલ્યાંકન કરવામાં આવ્યું.

વિવિધ કેન્સર નિષ્ણાતોની ટીમ દ્વારા દર્દીની સંપૂર્ણ સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે તેઓ રોબોટિક-સહાયિત રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી માટે યોગ્ય ઉમેદવાર છે. આ સારવાર દ્વારા કેન્સરને સંપૂર્ણપણે દૂર કરવાની સાથે દર્દીને ઝડપથી સાજા થવામાં પણ મદદ મળી શકે તેમ હતું.

આ સર્જરી ડૉ. સમકિત શર્મા, કન્સલ્ટન્ટ – યુરો ઓન્કોલોજી, રેનલ ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક સર્જન દ્વારા અદ્યતન રોબોટિક ટેક્નોલોજીની મદદથી સફળતાપૂર્વક કરવામાં આવી. 81 વર્ષની ઉંમર હોવા છતાં દર્દીની સર્જરી બાદની રિકવરી ખૂબ સારી રહી અને માત્ર ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.

આ અંગે ડૉ. સમકિત શર્માએ જણાવ્યું:HCG Cancer Centre Vadodaraમાં અમે દર્દીની સારવારનો નિર્ણય માત્ર તેમની ઉંમરના આધારે નહીં, પરંતુ તેમની સમગ્ર આરોગ્ય સ્થિતિ અને ફિટનેસને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. દરેક કેન્સરના કેસની અમારી મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ દ્વારા ચર્ચા કરવામાં આવે છે, જેથી દર્દીને સૌથી યોગ્ય અને વૈજ્ઞાનિક સારવાર મળી શકે. રોબોટિક સર્જરીના અનેક ફાયદા છે, જેમ કે નાના ચીરા, વધુ ચોકસાઈ, 3D મેગ્નિફાઇડ વિઝન દ્વારા સર્જરી કરવાની સુવિધા, ઓછો રક્તસ્ત્રાવ, સર્જરી બાદ ઓછો દુખાવો, જટિલતાઓનું ઓછું જોખમ, ઝડપથી સાજા થવાની ક્ષમતા અને હોસ્પિટલમાં ઓછા દિવસ રહેવું પડે છે. આ તમામ ફાયદાઓને કારણે વધુ ઉંમરના દર્દીઓ પણ ઝડપથી સ્વસ્થ થઈ પોતાની સામાન્ય જીવનશૈલી તરફ પરત ફરી શકે છે.”

આ કેસ દર્શાવે છે કે કેન્સરની સારવાર માટે અંતિમ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતોની સલાહ અને મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ દ્વારા કરવામાં આવતા મૂલ્યાંકનનું કેટલું મહત્વ છે. HCG Cancer Centre Vadodaraમાં દરેક દર્દીના કેસની વિવિધ કેન્સર નિષ્ણાતો દ્વારા સંયુક્ત રીતે સમીક્ષા કરવામાં આવે છે, જેથી દર્દીને તેમની સ્થિતિને અનુરૂપ શ્રેષ્ઠ સારવાર મળી શકે.

સેન્ટ્રલ ગુજરાતની સૌથી મોટી કેન્સર નિષ્ણાતોની ટીમ અને અદ્યતન રોબોટિક કેન્સર સર્જરીની સુવિધા સાથે HCG Cancer Centre Vadodara દર્દીઓને ઓછી પીડા, નાના ચીરા, વધુ ચોકસાઈ, ઓછો રક્તસ્ત્રાવ, હોસ્પિટલમાં ઓછો સમય, ઝડપી રિકવરી અને વધુ સારા સારવાર પરિણામો સાથે વિશ્વસનીય કેન્સર સારવાર પ્રદાન કરી રહ્યું છે.

== સમાપ્ત ==

Related posts

Tata Motors signs MoU with Green Energy Mobility Solutions to supply 100 Magna EV intercity coaches

Reporter1

NUVOCO Vistas announces its expansion plans in the East  

Reporter1

મુખ્યમંત્રીએ ટાંકી કડડભૂસ થવાને લઈ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો

Master Admin

Leave a Comment

Translate »