Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન બિઝનેસે 2025માં ભારતીય વ્યવસાયો માટે ₹2,000 કરોડથી વધુ રકમ અનલોક કરી

  • MSMEથી લઈને મોટા ઉદ્યોગો સુધીના તમામ કદના વ્યવસાયોએ – કેશબેક રિવોર્ડ્સ, બલ્ક ડિસ્કાઉન્ટ અને એમેઝોન બિઝનેસ પર એક્સક્લુઝિવ ડીલ્સ દ્વારા બચત કરી
  • દરેક ખરીદી પર સીમલેસ GST-અનુરૂપ ઇન્વોઇસિંગ થકી વ્યવસાયોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ અનલૉક કરવામાં મદદ મળી, જેનાથી ઑફલાઇન ચેનલોમાં વિભાજિત વ્યવસાય ખરીદીમાં પારદર્શિતા આવી 

બેંગાલુરૂ | ૧૨મી માર્ચ ૨૦૨૬ — એમેઝોન બિઝનેસે આજે જાહેર કર્યું છે કે તેણે વર્ષ 2025માં સમગ્ર ભારતમાં વ્યવસાયોને ₹2,000 કરોડથી વધુનું નાણાકીય મૂલ્ય પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યા છે. માઇક્રો-એન્ટરપ્રાઇઝ અને SMBથી લઈને મોટા કોર્પોરેશન સુધી, તમામ કદની સંસ્થાઓને કેશબેક રિવોર્ડ્સ, બલ્ક ડિસ્કાઉન્ટ અને એમેઝોન બિઝનેસ પર એક્સક્લુઝિવ ડીલ્સ દ્વારા કોઈને કોઈ લાભ મળ્યો છે. આ મૂલ્યનો નોંધપાત્ર હિસ્સો એમેઝોન બિઝનેસ પર સીમલેસ GST-અનુરૂપ ઇન્વોઇસિંગ દ્વારા પણ સંચાલિત હતો, જેણે વ્યાવસાયિક ખરીદીમાં લાંબા સમયથી અનુપસ્થિત પારદર્શિતા લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે – એક એવી જગ્યાએ જ્યાં GST ઇન્વોઇસ ઍક્સેસ કરવો ઐતિહાસિક રીતે ઑફલાઇન ચેનલોમાં બોજારૂપ અને અસંગત રહ્યો છે.

આ દેખીતું અને માપી શકાય તેવું મૂલ્ય જ સમગ્ર ભારતમાં એમેઝોન બિઝનેસને મજબૂત રીતે અપનાવવાનું કારણ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં, એકંદર વેચાણ 40%થી વધુના CAGR, લગભગ 35%ના જથ્થાબંધ વેચાણ અને 30%ના રજિસ્ટર્ડ ગ્રાહકના આધારમાં વૃદ્ધિ થઈ છે – જે ફક્ત પ્રયોગો જ નહીં, પરંતુ એમેઝોન બિઝનેસ પર ખરીદીને એકીકૃત કરવા પરત્વેના ઇરાદાપૂર્વકના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ઉત્તર અને પશ્ચિમમાં સુરત અને લુધિયાણા જેવા ટિયર 2 અને ટિયર 3 શહેરો, કોઈમ્બતુર અને કોચી ઉપરાંત દક્ષિણમાંના અન્ય શહેરોમાં વ્યવસાયો દ્વારા તેને સૌથી મજબૂત રીતે અપનાવવામાં આવ્યું છે, જે હવે ગ્રાહક આધારના 70%થી વધુનું પ્રતિનિધિત્વ કરે છે, જે બાબત ભાર મૂકે છે કે ડિજિટલ ખરીદી તરફનું પરિવર્તન હવે મેટ્રો પૂરતી સિમિત્ત ઘટના નથી. આ વૃદ્ધિ સમગ્ર ભારતમાં વ્યવસાયો માટે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ખરીદીને વધુ સુલભ અને વધુ લાભદાયી બનાવવા માટે સતત રોકાણ દ્વારા પ્રેરિત થઈ છે.

“દરેક સંસ્થા, પછી તે દૂરના હિલ સ્ટેશનમાં આવેલી એક ખાસ રેસ્ટોરાં હોય કે પછી ફોર્ચ્યુન 500 એન્ટરપ્રાઇઝ, તે બધાં એક દિવસમાં હજારો ખરીદી ઓર્ડરનું સંચાલન કરે છે, અને તેઓ એક જ આવશ્યકતાનો સામનો કરે છે: ઓછા સંસાધનોમાં વધુ કામ કરો. એમેઝોન બિઝનેસ હરિફાઈને સમાન સ્તરે લાવે છે, જે સ્પર્ધાત્મક કિંમત અને ડિજિટલ ખરીદીની સરળતા સાથેMSME અને મોટા કોર્પોરેશનને પસંદગીના સમાન સુધી પહોંચ પૂરી પાડે છે. વર્ષ 2025માં અમારા ગ્રાહકોએ અનુભવેલું₹2,000 કરોડથી વધુ મૂલ્યનું દેખીતું મૂલ્ય પ્રતિબિંબિત કરે છે કે, આ સંસ્થાઓ ખંડિત, ઑફલાઇન ખરીદીથી માળખાગત, પારદર્શક અને ડેટા-આધારિત અભિગમ તરફ આગળ વધી રહી છે. બિનકાર્યક્ષમતાથી મુક્ત કરેલી મૂડીને વિકાસમાં ફરીથી રોકાણપેટે જોતરી શકાય છે અને તે જ પરિવર્તન એમેઝોન બિઝનેસને અહીં સક્ષમ કરવા માટે છે,” એમ એમેઝોન બિઝનેસના ડિરેક્ટર મિત્રંજન ભાદુરીએ જણાવ્યું હતું.

પહોંચનો વિસ્તાર, મૂલ્ય દરખાસ્તને વધુ ગાઢ બનાવવી

વર્ષ 2025માં, એમેઝોન બિઝનેસે ઉદ્યોગ અને FSSAI લાઇસન્સધારકો સુધી તેની પહોંચને વિસ્તારી હતી, જેણેપાડોશમાં આવેલા કિરાણા સ્ટોર્સથી લઈને ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં ખાદ્ય ઉત્પાદકો સુધી ભારતનીMSME ઇકોસિસ્ટમના 80%થી વધુ ભાગને ખોલ્યા હતા. આમાંના ઘણા વ્યવસાયો પહેલીવાર ઑનલાઇન ખરીદી કરી રહ્યા હતા. પહોંચ પૂરી પાડવા ઉપરાંત, એમેઝોન બિઝનેસે નોંધાયેલા ખરીદદારો માટે મૂલ્ય પ્રસ્તાવને વધુ ગાઢ બનાવ્યો છે. હવે IT અને ઇલેક્ટ્રોનિક્સ પર 5%થી લઈને ઓફિસ સપ્લાય પર 30%સુધીના જથ્થાબંધ ડિસ્કાઉન્ટમાં વધારો થાય છે, જેમાં બિઝનેસ-એક્સક્લુઝિવ સેલ ઇવેન્ટ્સ અને કેશબેક ઑફર્સ સમગ્ર વર્ષ દરમિયાન વધારાની બચતની તકો સર્જે છે. એકસાથે, આ રોકાણો ખાતરી કરે છે કે ભારતના 100% સેવાયોગ્ય પિન કોડ્સ પરના વ્યવસાયો સ્પર્ધાત્મક ભાવો, વિશાળ ઉત્પાદન શ્રેણી અને વિશ્વસનીય ડિલિવરીનો ઉપયોગ કરી શકે છે.

મોટાપાયે વ્યવસાય ખરીદીને સરળ બનાવવી

ભારતમાં, સંસ્થાઓને 17 લાખથી વધુ વિક્રેતાઓ પાસેથી 19 કરોડથી વધુ ઉત્પાદનો સુધી પહોંચ પ્રાપ્ત છે, જે ભારતના 100% સેવાયોગ્ય પિન કોડ્સ પર વિશ્વસનીય રીતે પહોંચાડવામાં આવે છે. એમેઝોનના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતા સાહસોમાંનું એક, એમેઝોન બિઝનેસ વૈશ્વિક સ્તરે વાર્ષિક વેચાણમાં $35 બિલિયનથી વધુનું સંચાલન કરે છે – વિશ્વાસનો એક એવો માપદંડ અને ઊંડાઈ જેના સુધી મોટો કે નાનો એવો દરેક ભારતીય વ્યવસાય પહોંચ પ્રાપ્ત કરી શકે છે.

એમેઝોન બિઝનેસ પસંદગી અને પહોંચ ઉપરાંત, સાધનોનો એક સમૂહ પ્રદાન કરે છે જે સંસ્થાઓને વધુ સ્માર્ટ ખરીદી કરવામાં મદદ કરે છે. મલ્ટિ-યુઝર એકાઉન્ટ્સ વ્યવસાયોને યોગ્ય શાસન અને નિયંત્રણો સાથે તેમના સંગઠનાત્મક ખરીદીની ટેવને પ્રતિબિંબિત કરવાની મંજૂરી આપે છે. સ્પેન્ડ એનાલિટિક્સ થકી સંસ્થાઓને ખરીદી પેટર્નમાં વિઝિબિલિટી સાંપડે છે, જે તેમને બચતની તકોને ઓળખવામાં અને બજેટને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરે છે. એકંદરે, આ સાધનો વ્યાવસાયિક ખરીદીને એક જટિલ, સમય માંગી લેતી પ્રક્રિયામાંથી એક સરળ, ઓછી ખર્ચાળ પ્રક્રિયામાં પરિવર્તિત કરે છે.

વ્યાપક એમેઝોન ઇકોસિસ્ટમ દ્વારા આ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવામાં આવે છે. એમેઝોન પે લેટર લગભગ 8.5 લાખ વ્યવસાયોને 30-દિવસની વ્યાજ-મુક્ત શાખ પૂરી પાડે છે – જે તેમને પોતાની કામગીરીમાં વિક્ષેપ પાડ્યા વિના મોટી ખરીદી પર રોકડ પ્રવાહનું સંચાલન કરવા માટે તરલતા આપે છે. એમેઝોન પ્રાઇમ થકી મફત અનેઝડપી ડિલિવરી મળે છે, જે સુનિશ્ચિત કરે છે કે ખરીદી સમયરેખા એ જ વિશ્વસનીયતા સાથે પૂર્ણ થાય છે જે સંસ્થાઓ તેમની સૌથી મહત્વપૂર્ણ સપ્લાય ચેઇન્સ પાસેથી અપેક્ષા રાખે છે. એકસાથે, આ ફાયદા સંસ્થાઓને ખર્ચ ઘટાડવા, કાર્યકારી કાર્યક્ષમતા વધારવા અને બચતનેપ્રગતિમાં ફરીથી રોકાણ કરવામાં મદદ કરે છે.

Related posts

Aspirations Unveiled: Yamaha Showcases Iconic Heritage and Futuristic Vision at Bharat Mobility Global Expo

Reporter1

એબોટ દ્વારા ભારતમાં તેની સૌથી અદ્યતન ડ્રગ-એલ્યુટિંગ સ્ટેન્ટ ઝાયન્સ સ્કાયપોઇન્ટ™ રજૂ

Master Admin

નકુલ શેરદલાલને ALB ઇન્ડિયા ટોપ IP લોયર્સ 2026 યાદીમાં સ્થાન મળ્યું

Master Admin

Leave a Comment

Translate »