Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું

ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર

વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નાઈ, તા.૧૫ માર્ચ ૨૦૨૬ — તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કડગમ (્‌ફદ્ભ) અને ભાજપ (મ્ત્નઁ) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને દ્ગડ્ઢછમાં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં ૮૦ બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, અહેવાલો મુજબ વિજય પોતે મુખ્યમંત્રી પદની ઈચ્છા ધરાવે છે, જેના કારણે હાલ વાટાઘાટોમાં મામલો સમજાઇ રહ્યા છે.

તમિલનાડુના રાજકારણમાં વિજયની વિશાળ ફેન ફોલોઈંગ ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ભાજપના વ્યૂહરચનાકારો માને છે કે, રાજ્યમાં માત્ર ૨% મતોનો તફાવત પણ હાર-જીતનું ચિત્ર બદલી શકે છે. વિજયને સાથે રાખીને ભાજપ રાજ્યમાં મજબૂત પકડ બનાવવા માંગે છે. આ માટે ભાજપ અન્ય એક રાજ્યના ડેપ્યુટી ઝ્રસ્ દ્વારા મધ્યસ્થી પણ કરાવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ, ભાજપ સાથે જોડાવાના સમાચારથી વિજયના અંગત સલાહકારો ચિંતિત છે. તેમને ડર છે કે, રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાવાથી ્‌ફદ્ભની સ્વતંત્ર છબી ખરડાઈ શકે છે.

વિજયે પોતાની પાર્ટીને તમિલનાડુમાં ત્રીજા વિકલ્પ તરીકે રજૂ કરી છે, જે નેરેટિવ ગઠબંધનથી નબળો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિજય ભાજપની આ ઓફર સ્વીકારીને સત્તાના સમીકરણોમાં જોડાય છે કે પછી એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરે છે.

Related posts

SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 14 જુલાઈ, 2026 ના રોજ ખૂલશે પ્રાઇસ બેન્ડ રૂ. 545 – રૂ. 574 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

Reporter1

નવો મોડેલ પોર્ટફોલિયો? રેણુકા રામનાથ સમજાવે છે કે ખાનગી સંપત્તિઓ ઇક્વિટી ફાળવણીના 30% કેમ દાવો કરી શકે છે

Master Admin

હાયરએ લોન્ચ કરી M3 સિરીઝ વૉશિંગ મશીન, જેમાં AI મલ્ટી વૉશ ટેક્નોલોજી સાથે ભારતનું એકમાત્ર ટ્રિપલ ડ્રમ છે

Master Admin

Leave a Comment

Translate »