Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું

ચાંદખેડામાં ચાલતું નેટવર્ક

આ ટોળકી કેનેડા રેવન્યુ એજન્સી અથવા બેન્કના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને વિદેશી નાગરિકોને ફોન કરતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૫ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ સાયબર ક્રાઇમે ચાંદખેડા વિસ્તારના ન્યુ સીજી રોડ પર આવેલા સોંપાન હાઈટ્‌સના એક મકાનમાં દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અહીંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર શખસોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી લાખોની ઠગાઈ આચરતા હતા. મળતી માહિતી અનુસાર, આ ટોળકી કેનેડા રેવન્યુ એજન્સી અથવા બેન્કના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને વિદેશી નાગરિકોને ફોન કરતી હતી અને તેમના બેન્ક એકાઉન્ટ જોખમમાં હોવાનો ડર બતાવી વિશ્વાસમાં લેતી હતી. ખાસ સોફ્ટવેર અને નકલી ડિજિટલ આઈડીનો ઉપયોગ કરીને તેઓ સામેની વ્યક્તિની અંગત વિગતો મેળવી લેતા અને ત્યારબાદ એકાઉન્ટ સુરક્ષિત કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા પડાવી લેતા હતા. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ઠગાઈ કરવા માટે તૈયાર રાખેલી સ્ક્રિપ્ટ, ૬ લેપટોપ, ૫ મોબાઈલ ફોન અને હેડફોન સહિત કુલ ૧.૮૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ છેતરપિંડીના નાણાં શિવાંગ નામના યુવકના ખાતામાં ટ્રાન્સફર થતા હતા, જે હાલ પોલીસ પકડથી દૂર છે. સાયબર ક્રાઇમે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને ફરાર પાંચમા સાથીદારની શોધખોળ તેજ કરી છે અને આ નેટવર્ક અન્ય કેટલા દેશો કે શહેરોમાં ફેલાયેલું છે તે અંગે તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદના 16 અગ્રણી બિઝનેસ નેટવર્ક્સ “નેટવર્કર્સ મહાકુંભ 2.0” માટે એક મંચ પર

Master Admin

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

Master Admin

અમદાવાદ “ધ ગાના એરેના – ગુરુ શિષ્ય કનેક્ટ સીઝન 3” સાથે એક ભવ્ય સંગીતમય સાંજનું સાક્ષી બનવા માટે તૈયાર

Master Admin

Leave a Comment

Translate »