ઋણદારો સમય સંવેદનશીલ તકોને પહોંચ વળવા માટે ઝંઝટમુક્ત, ઝડપી, નીચા ખર્ચની ગોલ્ડ લોનનો ઉપયોગ કરે છે
કોટક મહિંદ્રા બેન્કે આજે જણાવ્યું કે ભારતમાં ગોલ્ડ લોન “છેલ્લો ઉપાય”ની જૂની ઘરેડમાંથી બહાર આવીને નિયોજનબદ્ધ ધિરાણ વિકલ્પમાં ફેરવાઈ રહી છે. ઋણદારો ગિરવે મૂકવા અને અસંરક્ષિત ધિરાણની તુલનામાં ઝંઝટમુક્ત, આસાન અને નીચા ખર્ચના ધિરાણને પહોંચ માટે ફાજલ પડેલી પૂર્વજોની જ્વેલરી વધુ ને વધુ પ્રમાણમાં ગિરવે મૂકવા લાગ્યા છે, એમ બેન્કે જણાવ્યું હતું.
કોટક મહિંદ્રા બેન્કના ગોલ્ડ લોન્સના પ્રેસિડેન્ટ અને હેડ શ્રીપાદ જાધવે જણાવ્યું હતું કે, ” આ વર્તનમાં સ્પષ્ટ રીતે પરિવર્તન દર્શાવે છે. ” ગોલ્ડ લોન હવે તાણનો મુદ્દો રહી નથી. સ્થિર આવકો અને એસેટ્સ સાથેના ગ્રાહકો સમય સંવેદનશીલ તકોને પહોંચી વળવા માટે ધિરાણ મેળવવા હંગામી ધોરણે સોનું ગિરવે મૂકવા લાગ્યા છે. ટૂંકા ગાળાની જરૂરતોને પૂરી કરવાની આ શિસ્તબદ્ધ રીત છે.”
સોનાના ભાવમાં તીક્ષ્ણ વધારા સાથે ઘરેલુ સોનાની જ્વેલરીનું મૂલ્ય ભૌતિક રીતે વધી ગયું છે, જેને કારણે પરિવારો ઊભરતી, સમય સંવેદનશીલ તકોને પહોંચી વળવા માટે ગોલ્ડ લોન થકી ટૂંકા અને મધ્યમ ગાળાની નાણાકીય જરૂરતો પહોંચી વળવા અભિમુખ બન્યા છે.
“આ વર્તન રિટેઈલ ઋણદારોમાં જોવા મળતો વ્યાપક સુવિધાજનક ધિરાણ પ્રવાહ પ્રદર્શિત કરે છે, કારણ કે ગોલ્ડ લોનમાં લઘુતમ દસ્તાવેજીકરણની આવશ્યકતા હોય છે,” એમ જાધવે ઉમેર્યું હતું.
પ્રથમ પસંદગી અને વ્યાપક સ્વીકાર્યતા
કોટકે સંકેત આપ્યો કે ગોલ્ડ લોનના ગ્રાહકોની રૂપરેખા ગોલ્ડ લોનની સ્વીકાર્યતા વધવા સાથે તીક્ષ્ણ રીતે વ્યાપક બની છે. આ પ્રોડક્ટ એક સમયે સમાજના મર્યાદિત વર્ગ દ્વારા મુખ્યત્વે ઉપયોગ કરાતી હતી ત્યારે હવે વ્યાપક રીતે તે અપનાવવામાં આવી રહી છે. નોકરિયાત વ્યાવસાયિકો, ઉદ્યોજકો અને એચએનઆઈ વેપાર વિસ્તરણ, શિક્ષણ, મિલકતમાં રોકાણ અને અન્ય જરૂરતો માટે ઝડપી, સુવિધાજનક અને ખર્ચ કિફાયતી ધિરાણ જોતા હોય તેઓ વધુ ને વધુ ગોલ્ડ લોનનો ઉપયોગ કરવા લાગ્યા છે.
“ખર્ચ અને સમયનો લાભ સિદ્ધ છે,” એમ જાધવે જણાવ્યું હતું. “ગોલ્ડ લોન પર વ્યાજ દરો લાક્ષણિક રીતે અસંરક્ષિત ધિરાણ કરતાં ઓછા હોય છે, મંજૂરીઓ ઝડપી હોય છે અને પુનઃચુકવણી સાનુકૂળ હોય છે. નિયોજનબદ્ધ ઉપયોગના કિસ્સા માટે તે સહજ રીતે વધુ સ્માર્ટ સાધન છે. ગ્રાહકો જ્વેલરી ગિરવે મૂકે છે, લોનનો ઉપયોગ કરે છે, પુનઃતુકવણી કરે છે અને ફરી તેમની જ્વેલરી પાછી લે છે.”
લોનનો વધતો આકાર
ઐતિહાસિક રીતે દક્ષિણીય રાજ્યો અને અર્ધશહેરી બજારોમાં એકાગ્રતા સાથે ગોલ્ડ લોન વૃદ્ધિ હવે ગતિ અને સાનુકૂળતાને મહત્ત્વ અપાય ત્યાં મિલકત સામે લોન અને હોમ લોન ટોપ-અપને બદલે રૂ. ૨-૧૦ લાખની શ્રેણીમાં ગોલ્ડ લોન સાથે વ્યાપક આધારિત બની છે. ગ્રાહકો તેમની ગોલ્ડ એસેટ્સ ‘ ગિરવે મૂકે છે, પરંતુ રોકડી કરતા નથી ‘ જેનું મૂલ્ય ગિરવે મૂકીને પણ વધતું રહે છે.
“સમયનું મૂલ્ય મહત્ત્વપૂર્ણ બની ગયું છે,” એમ જાધવે ઉમેર્યું હતું. “વેપાર પરિવારો, એમએસએમઈ અને એચએનઆઈ પાસે તકનો લાભ લેવા માટે ૪૮-૭૨ કલાક હોય ત્યારે મિનિટોમાં મળતી ગોલ્ડ લોન તેમને માટે વધુ અનુકૂળ બની જાય છે.”
ગોલ્ડ લોન મુખ્ય એસેટ ક્લાસ શા માટે બની છે
ભારતનું ઘરેલું ગોલ્ડ હોલ્ડિંગ્સનું મૂલ્ય ૫ ટ્રિલિયન ડોલર છે, જેમાં મોટે ભાગે પૂર્વજોની જ્વેલરી હોય છે, જે લોકરમાં પડી રહેલી હોય છે અને આશરે ૯૦ ટકા અનમોનેટાઈઝ્ડ રહે છે. એકંદર ગોલ્ડ લોનનો આંક આશરે રૂ. ૧૫ લાખ કરોડને આંબી ગયો છે, જેણે મિલકત સામે લોનને પણ પાછળ મૂકી દીધી છે અને હવે સંરક્ષિત રિટેઈલ શ્રેણીઓમાં હાઉસિંગની લગોલગ છે. કોટક ધારે છે કે ગોલ્ડ લેન્ડિંગ આગામી થોડાં વર્ષોમાં મુખ્ય સ્ટેન્ડઅલોન એસેટ ક્લાસ તરીકે ઊભરી આવશે.
“‘ગિરવે મૂકો, રોકડી નહીં કરો’ નાણાકીય રીતે હોશિયાર પરિવારો માટે સહજ નિયમ બની ગયો છે,” એમ જાધવે જણાવ્યું હતું. “ગોલ્ડ લોન હવે લાંબા ગાળાની સંપત્તિ સાથે બાંધછોડ કર્યા વિના તકોને પહોંચી વળવા માટે પારદર્શક અને કાર્યક્ષમ રીત બની ચૂકી છે.”

