Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

જ્યારે પેશાબ માર્ગની સમસ્યાઓ હોય

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob: 9825009241
Email: sgvaid19@outlook.com

આ રોગને થતો જ ડામવો જોઇએ અને તે પરત્વેની બિનકાળજીથી ધીમે ધીમે રોગ આગળ વધે છે. આયુર્વેદમાં આ રોગને કષ્ટ સાધ્ય આનવામાં આવ્યો છે. કષ્ટ સાધ્ય એટલે મુશ્કેલીથી મટનારો રોગ. કિડનીમાં પાકને થતી રસીના રોગને પાશ્ચાત્ય ચિકિત્સામાં જંતુથી થતો રોગ માનવામાં આવ્યો છે. દવાઓથી બેક્ટેરીયાનો નાશ થતાંપેશાબમાં આવતી રસી બંધ થાય છે અને રોગ મટી ગયો હોય તેમ લાગે છે,પણ અવારનવાર ઉથલા આવ્યા જ કરે છે. આ રોગને જીવાણુઓથી થતો રોગ માનવામાં આવે છે.પાશ્ચાત્ય વૈદક જીવાણુવાદ ઉપર વધુ ભાર મૂકે છે. અને તેથી જ આ રોગમાં દાંત, ગળું, ટોનસીલ્સ(કાકડા) સોજી ગયા હોય,પાક થતો હોય તેવી વિક્રિયા એટલે જીવાણુ લોહીમાં ભળે છે અને કીડનીમાં પહોંચીને રોગનો ઉદભવકરે છે.

સોજાને આયુર્વેદમાં ઉત્સેધ કહે છે. કિડનીમાં આવતા સોજાને નેફ્રાઇટીશ કહે છે અને જ્યારે કિડનીમાં પાકનો ઉદભવ થાય છે તેને પાયલો નેફ્રાઇટીશનાં નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદે આ રોગને કફપ્રધાન વ્યાધિ માન્યો છે. કોઇપણ પાક શરૂ થવાનો હોય ત્યારે પહેલા સોજો આવે છે, વાયુને કારણે પીડા થાય છે અને તેમાં જ્યારે પાક થાય છે ત્યારે તે કફનોદોષ મુખ્યત્વે માનવામાં આવ્યો છે. મૂત્રાશયમાં પાક થયો હોય ત્યારે અને પેશાબની અટકાયત થતી હોય ત્યારે મૂત્રાશયમાંથી યુરેટરમાં અને ત્યાંથી કિડનીમાં પહોંચે છે. ઇકોલાઇ જંતુઓ બ્લેડરમાંથી ઉપર ચઢી જાય છે. યુરેટરની આસપાસનાં જાળાઓ તેમજ અષ્ઠિલા એટલે કે પ્રોસ્ટેટ વધવાના કારણે પણ પાક રસીનો ઉદભવ થાય છે. પેશાબના માર્ગમાં અટકાયત હોય,પ્રોસ્ટેટ મોટી હોય, પેશાબનો માર્ગ સ્ટ્રીક્ચરને લીધે સાંકડો થયો હોય અને મૂત્રાશયનાં મુખ આગળ અવરોધ હોય ત્યારે પાકનો ઉદભવ થાય છે. કરોડરજ્જુની ઇજાથી પેશાબ ઉપર કંટ્રોલ રહેતો નથી.પેશાબની અટકાયત થાય ત્યારે લાંબા સમય સુધી કેથેટર રાખવામાં આવે તેના કારણે પાક રસીપાક થવાની શક્યતા રહે છે.

લક્ષણો આ રોગમાં જ્યારે અચાનક હુમલો આવે છે ત્યારે પેટમાં સખત દુખાવો થાય છે. કિડની,સોજા અને પાકને લીધે મોટી થાય છે. સામાન્ય રીતે, મહીલાઓમાં આ જીવાણુઓ ગુદામાર્ગ દ્વ્રારા પણ પેશાબનાં માર્ગમાં જઇ શકે છે અને આ જિવાણુઓ, પેશાબ તપાસતા માલૂમ પડે છે. કિડનીમાં જ્યારે પાક થાય ત્યારે એટલેકે પાઇલોનેફ્રાઇટીશનાં રોગમાં માથાનો દુખાવો,અતિશય થાક લાગવો, ઉબકા આવવા, ઊલટી થવી, ઠંડી લાગીને તાવ આવવો, છાતીનાં પડખામાં સખત દુખાવો થવો, સાથળનાં મૂળમાં અને પેઢામાં પણ આ રોગીને કળતર થયાં કરે છે. પેશાબની હાજત વારંવાર થાય છે. પેશાબમાં સખત બળતરા થાય છે.અને પેશાબ તપાસતા પસસેલ્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે. આ રોગીનો પેશાબ એસિડિક હોવાથી પેશાબ કરતી વખતે સખત બળતરા થાય છે અને પેશાબ તપાસતા પસસેલ્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે. આ રોગીનો પેશાબ એસીડીક હોવાથી પેશાબ કરતી વખતે સખત બળતરા થાય છે,પીડા થાય છે, પેટનાં નીચેના ભાગમાં દુખાવો થાય છે. પેશાબમાં પરૂના કણો ખૂબ જ હોય છે. કિડનીમાં પાક હોય છે, ત્યારે તાવ ૧૦૪ થી૧૦૫ ડિગ્રી જેટલો થઇ જાય છે. ઊલટી થાય છે, પરસેવો વળે છે. આ દર્દમાં કેટલાકને પેશાબમાં કશીજ તકલીફ હોતી નથી.

આ રોગમાં હકીકત એ છે કે પેશાબમાં પસસેલ્સ લાંબા સમય સુધી ચાલુ રહે છે અને તેના કારણમાં પથરી, ગાંઠ અગર બીજી કોઇ ખામીને કારણે તપાસ કરવામાં આવતી નથી.ત્યારે લાંબા ગાળે બંને કિડનીઓ ઉપર તેની અસર થાય છે.પાક થાય છે અને કિડની ધીમેધીમે સંકોચાતી જાય છે અને તેના પરીણામે શરીરમાંથી બહાર ફેંકાતા ઝેરી તત્વો લોહીમાં ભેગા થાય છે અને બ્લ્ડપ્રેશર વધતું જાય છે. લોહી પાતળું પડતું જાય છે. ચહેરા અને પગ પર સોજા રહે છે. તેની વિશિષ્ટ અવસ્થામાં હેડકી આવે છે, ભૂખ લાગતી નથી, ઊલટી શરૂ થાય છે. પેટમાં આફરો ચઢે છે. બેભાન અવસ્થામાં દર્દી બબડે છે. દર્દી યુરેમિયાની સ્થિતિએ પહોંચી જાય છેં

ઉપચારો આયુર્વેદનાં જ્ઞાતાઓએ આ રોગનાં દોષોને નિવારવા માટે પ્રથમતો લંઘન ઉપર ખૂબ જ ભાર મુક્યો છે. ઉકાળેલાપાણી સિવાય કશુંજ લેવામાં ન આવે અને લંઘનની મર્યાદા સાચવીને સમજપૂર્વક, ચિકિત્સકની દેખરેખ હેઠળ કરવામાં આવેતો લંઘનથી સોજા ઉતરી જાય છે. આ રોગનાં રોગીને બકરીનાં દૂધ ઉપર રાખવાના પ્રયોગથી ઘારી સફળતા મળે છે. બકરીનું દૂધ દર બબ્બે કલાકે સો ગ્રામ જેટલું લેવું. આ પ્રયોગની સાથે ચિકિત્સકની દેખરેખ હેઠળ બાષ્પસ્વેદ આપવો. તેનાથી પરસેવા વાટે ખૂબ જ પાણી છૂટે છે. પાણી છૂટવાથી રોગી રાહત અનુભવે છે. આ રોગથી પીડાતા એક રોગી મદ્રાસથી ચિકિત્સા અર્થે આવ્યા હતા.તેને પ્રાથમિક સારવારમાં માત્ર નારિયેળનું પાણી અને નારાયણ તેલની બસ્તિનો પ્રયોગ કરવાથી વાયુનું અનુલોમન થઇ પેશાબનું પ્રમાણ ૩૦૦૦સી.સી જેટલું વધવા છતાંય કોઇપણ જાતની તકલીફ જણાતી ન હતી.આ પ્રયોગમાં પાણી સદંતર બંધ રાખવામાં આવે છે. ત્રિવિક્રમરસ ૧૨૦ મિ.ગ્રામ,પુનર્નવાદિ મંડૂર ૧ ગ્રામનાં ૨-૨ પડીકા સવાર સાંજ મધ સાથે અને લાંબડીનાં બીજનું ચૂર્ણ સાકર મેળવી આપવામાં આવતુ હતું આ રોગીને અતિશય વાત પ્રકોપ થવાના કારણે માવાની પોટલીનો સ્વેદ અને ટબબાથ નિયમિત આપવાથી ફાયદો થાય છે. ઉપચારોઃ આયુર્વેદની દ્રષ્ટિએ વૃક્કાશયને વધુ બળ ન પડે અને તેની ક્ષમતાશક્તિ વધે તેવા આહાર અને ઔષધ આપવાનું હોય છે. ખોરાકમાં જવ પ્રાધાન્યવાળો ખોરાક, કફ ન કરે તેવો રૂક્ષ આહાર આપવો જોઇએ. નિમ્વાદી યોગઃ આ રોગમાં નિમ્વાદી યોગ પ્રશસ્ત્ર ઔષધ છે. આ ઔષધ બનાવવા માટે લીમડામાં કુમળા પાન ૨૫૦ગ્રામ, ફટકડી ૧૦૦ગ્રામ, કપૂર૨૫ ગ્રામ લેવું. લીમડાના પાનને ઝીણા ચટણી જેવાં લસોટી લઇ ફટકડીનો બારીક ભૂકો કરવો. માટીની હાંડલીમાં અડધી ફટકડી નીચે પાથરી ઉપર કપૂર મૂકી બાકીની ફટકડીથી કપૂર દબાવી દેવું. ત્યારબાદ લીમડાની ચટણીથી ચારેબાજુ દબાવી દેવું અને ધીમા તાપ ઉપર મૂકવું. જ્યારે આંગળીથી ભૂકો થઇ શકે ત્યારે નીચે ઉતારી ઠંડુ થવાથી વાટીને બારીક ચૂર્ણ કરી બાટલી ભરી દેવી. માત્રાઃ ૨માસ દિવસમાં ત્રણ વાર દૂધ સાથે આપવું, ૬થી૭ દિવસના પ્રયોગથી જ લાભ થવા માંડે છે.
પ્રોસ્ટેટની વૃધ્ધિના કારણે આ રોગ હોયતો સુવર્ણ વસંત કુસુમાકર ૨ રતી, પુનર્નવાદી ગુગળ ૬ રતી, ગોક્ષુરાદી ગુગળ ૬ રતી, ચંદ્રપ્રભા ૬ રતી મેળવી બે પડીકા કરવા. સાથે સરગવો, વાયવરણો અને ગોખરુ સમભાગે લઇ તેનો ભૂકો બે તોલા સવાર સાંજ કવાથ વિધિ પ્રમાણે બનાવી પડીકી ઉપર પીવો. સાથે નિમ્યાદીયોગનો ઉપયોગ કરવો. આ પ્રયોગ અન્ય શોથના કારણે થતાં પેશાબના રોગમાં ઉપયોગી છે. ઉપરોક્ત ઔષધોનો સફળતાપૂર્વક વર્ષોથી તેનો પ્રયોગ કરી લાભ મેળ્વ્યો છે. કેટલીકવાર ઉપચારો સામાન્ય હોવા છતાં કાળજી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ આપી જાય છે. એક સમયે ૧ થી ૨ પ્રયોગ કરી શકાશે. કેસુડાનાં પાન અને કેળાની છાલનું ચૂર્ણ અડધો તોલો લઇ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં પલાળવું. રાત્રે આ ચૂર્ણ પલાળી સવારે મસળીને ગાળી લઇ આ પાણી પીવાથી બંધ પેશાબ ઝડપથી છૂટે છે. પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચ તોલા અને સાકરનું શરબત બનાવી પીવું, જેથી, તરત જ પેશાબ માર્ગમાં થતી બળતરા બંધ થાય છે. જ્યારે દર્દીને પેશાબ માર્ગની સમસ્યાઓ હોય અને પેશાબ અટકી ગયો હોય ત્યારે – ૨ થી ૩ ગ્રામ જેટલી પ્રવાલપિષ્ટી તેટલી જ એલચી સાથે ગરમ દૂધમાં લેવાથી પેશાબની છૂટ થાય છે. આયુર્વેદિક ઔષધોમાં ગોક્ષુર, શિલાજીત, પુર્નનવા, ભોંયરીંગણી, ત્રિફળા, આમળા વગેરે મૂત્રરોગોમાં સારું પરિણામ આપે છે. આ ઔષધોનો ઉપયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરી શકાય છે. યોગ્ય સમયે કરેલો ઔષધ પ્રયોગ આ રોગમાં ઘણો જ ફાયદાકરાક સાબિત થાય છે, તે વાતમાં બે મત નથી ઘણી વાર પેશાબ ટીપે-ટીપે આવે છે જેથી પેશાબ ટપકતો રહેતો હોય ત્યારે નીચે બતાવેલાં સામાન્ય ઉપાયોથી પણ આ ફરિયાદમાં ઘણો જ ફાયદો થાય છે. વળી, ઈન્દ્રવરણાનું મૂળ પાણીમાં ઘસીને દર્દીને પીવડાવવાથી પણ ઝાડા અને પેશાબની છૂટ થાય છે. ગોખરુ ચૂર્ણને દૂધમાં પકવી તેની ખીર બનાવી ખડી સાકર નાખી પીવાથી પેશાબ માર્ગની તમામ સમસ્યાઓમાં રાહત થાય છે, અને પેશાબની છૂટ થાય છે. આદુનો રસ ખડી સાકરમાં મેળવીને પીવાથી પણ ટપકતાં પેશાબની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. .

આ રોગનીએ ચિકિત્સામાં અવિપત્તિકર ચૂર્ણ ૩ગ્રામ, સોડાબાયકાર્બ ૩ ગ્રામ, ૨થી૩ વાર પડીકી આપવાથી પેશાબ ક્ષારીય થતાં ખૂબ ઝડપી લાભ થાય છે. સુરોખાર ૧૦૦ગ્રામ લઇને બારીક ચૂર્ણ કરી, કેસૂડાનાં રસની અથવા ક્વાથની ભાવના આપવી.આ રીતે ૨૧ ભાવનાઓ આપી બનાવેલો સૂર્યક્ષાર, મૂત્રલ ઔષધિ તરીકે આકસ્મિક સ્થિતિમાં તરતજ લાભ બતાવે છે. આ ઔષધિ અમારે ત્યાં સૂર્યક્ષારના નામથી ખૂબ જ છૂટથી વાપરવામાં આવે છે. આ ઉપરાંત, આયુર્વેદની પ્રસિધ્ધ વનસ્પતિઓ ગળો, ગોખરું, ધમાસો, વાયવારણો, સાટોડી તથા હરિત્તક્યાદિ કવાથ, પુનર્નવાદિ ક્વાથ, પુનર્ન્વાષ્ટક ક્વાથ, પુનર્નવાદિ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ આ રોગમાં પ્રચલિત ઔષધો છે.

Related posts

More than 80 Students from Aakash Educational Services Limited in Gujarat secure 99 percentile and above in JEE Mains 2025 (Session 2); AIR 675, 775, 900, 950, 990, 1023, 1065, 1150 are Aakashians

Reporter1

ફ્રાન્સમાં આવેલ વિનાશક વાવાઝોડામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Reporter1

TOMMY HILFIGER LANDS IN MUMBAI: A STYLISH IN-STORE TALK AND STAR-STUDDED BOLLYWOOD DINNER TO CELEBRATE FASHION, CULTURE & CREATIVITY

Reporter1

Leave a Comment

Translate »