Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AwarenessCity NewsHealth Care

રોટરી ક્લબ અસ્મિતા અને શત્તાયુ આયુર્વેદ દ્વારા સાંધાના દુખાવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — શત્તાયુ આયુર્વેદના Dr. Ankur Kotadiya તથા રોટરી ક્લબ અમદાવાદ અસ્મિતાના સંયુક્ત ઉપક્રમ હેઠળ એક વિશેષ આયુર્વેદિક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરનું નેતૃત્વ રોટરી ક્લબના પ્રમુખ નેહા શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ આરોગ્ય શિબિરનું સંકલન વર્ષાબેન પ્રજાપતિ અને હેતલબેન શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ટ્રસ્ટીશ્રી વિરેનદ્રગીરી ગોસ્વામી, સુનિલભાઈ શાહ, મહેન્દ્રભાઈ મોદી અને કનુભાઈ શાહ (જક્ષિણી અન્નપૂર્ણા કેન્દ્ર, સાદરા) દ્વારા આ ઉપક્રમને મજબૂત સહકાર આપવામાં આવી રહ્યો છે.

આ શિબિર ખાસ કરીને સાંધાના દુખાવા (Arthritis) અને Joint Pain થી પીડાતા દર્દીઓ માટે આયોજન કરવામાં આવી છે. શિબિરમાં દર્દીઓને નિઃશુલ્ક દવાઓ તથા આયુર્વેદિક અગ્નિકર્મ સારવારની સુવિધા આપવામાં આવશે.

વિશેષ નોંધનીય છે કે આ આરોગ્ય શિબિર દર પૂનમના દિવસે નિયમિત રીતે યોજવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ સારવારનો લાભ લઈ શકે.

સાંધાના દુખાવા અથવા કોઈપણ પ્રકારની શારીરિક પીડાથી પીડાતા તમામ લોકોને વિનંતી છે કે તેઓ આ શિબિરમાં હાજરી આપી નિઃશુલ્ક સારવારનો લાભ લે.

Related posts

ફ્લાઇટના ટોયલેટમાંથી ઝડપાયું ૪.૨૬ કરોડનું સોનું

Master Admin

અમદાવાદમાં સસ્તામાંથી મોંઘો દારૂ બનાવવાનું કૌભાંડ

Master Admin

દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી

Master Admin

1 comment

Israel4530 April 4, 2026 at 10:27 pm Reply

Leave a Comment

Translate »