Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsEducation

MICA નો 31મો પદવીદાન સમારોહ: ‘એજ ઓફ ઈમેજિનેશન’ માટે સર્જનાત્મક લીડર્સનું ઘડતર

કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં પ્રેસ્ટીજ કરતા પર્પસને વધુ પ્રાધાન્ય આપો: સુશાંત દાસ 

અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — વ્યૂહાત્મક માર્કેટિંગ અને કોમ્યુનિકેશન માટે ભારતની અગ્રણી સંસ્થા, MICA – ‘ધ સ્કૂલ ઓફ આઈડિયાઝ’ દ્વારા વર્ષ 2026ની બેચ માટે 31મો પદવીદાન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ સમારોહમાં 255 તેજસ્વી સ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ સમારોહ એક યાદગાર પુનઃમિલન જેવો રહ્યો, કારણ કે મુખ્ય અતિથિ અને સંસ્થાના ડાયરેક્ટર અને CEO બંને 1996ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (Alumni) તરીકે એક જ મંચ પર સાથે હતા. ટાટા સ્ટારબક્સ પ્રાઇવેટ લિમિટેડના CEO અને MICA ના ભૂતપૂર્વ વિદ્યાર્થી (બેચ 1994-1996) સુશાંત દાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘સ્પાર્ક્સ ઓફ એક્સેલન્સ’  વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.ઉદ્યોગ જગતના ત્રણ દાયકાના અનુભવના આધારે,  સુશાંત દાસે AI-સંચાલિત યુગમાં કારકિર્દી બનાવવા માટે સૂચનો કરતા કહ્યું કે, માત્ર પ્રતિભા હોવી એ પૂરતું નથી;  સાચી ઉત્કૃષ્ટતા ટીમ વર્ક અને શિસ્તથી આવે છે. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં પ્રતિષ્ઠા (Prestige) કરતા હેતુ (Purpose) ને વધુ પ્રાધાન્ય આપો. સમસ્યાના ઉકેલ માટે જટિલતાને બદલે સરળતા અપનાવવાનો આગ્રહ રાખ્યો. AI ના યુગમાં સાચી નિર્ણયશક્તિ (Sound Judgment) એ સૌથી મહત્વપૂર્ણ માનવીય કૌશલ્ય છે. માત્ર નવા વિચારો (Ideation) કરવા પૂરતું નથી, પરંતુ તેનું સચોટ અમલીકરણ (Execution) કરવું પણ એટલું જ જરૂરી છે.

MICA નું વિઝન અને સિદ્ધિઓ

MICAના ડાયરેક્ટર અને CEO જયા દેશમુખે સંસ્થાના ‘MICA લેન્સ’ (સર્જનાત્મકતા, સંસ્કૃતિ, કોમ્યુનિકેશન, કોમર્સ અને કોમ્યુનિટી) પર આધારિત ભવિષ્યનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આજના ટેકનોલોજીકલ વિશ્વમાં સર્જનાત્મક વિચારસરણી એ જ મનુષ્યનો સૌથી મોટો ફાયદો છે. જયા દેશમુખે અંતમાં સ્નાતકોને યાદ અપાવ્યું કે તેઓ ‘વિકસિત ભારત’ ના રાષ્ટ્રીય લક્ષ્યમાં મહત્વનો ફાળો આપશે અને MICA ના DNA ને કારણે તેઓ હંમેશા અન્યોથી અલગ તરી આવશે.

વર્ષ 2026 માં કુલ 255 વિદ્યાર્થીઓ સ્નાતક થયા

વર્ષ 2026 માં કુલ 255 વિદ્યાર્થીઓ સ્નાતક થયા, જેમાં PGDMC (152), PGDM (49), CCC (48) અને FPM (6) ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રિક્રૂટર્સની સંખ્યામાં 31% નો વધારો થયો અને 97 કંપનીઓએ આખી બેચની ભરતી કરી.અત્યાર સુધીમાં 130 થી વધુ કંપનીઓ જોડાઈ ચૂકી છે.ગૂગલ (Google) દ્વારા ₹45.67 LPA નું વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યું છે.

સંસ્થાની મહત્વની સિદ્ધિઓ:

  • પાંચ નવી વિશિષ્ટતાઓ સાથે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
  • ‘AI ઈન્ડિયા ઈમ્પેક્ટ સમિટ 2026’ માં સહભાગિતા.
  • ભારત સરકાર સમર્થિત ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી’ (IICT) સાથે જોઈન્ટ માસ્ટર પ્રોગ્રામ માટે કરાર.
  • MICA ના ફેકલ્ટી અને સ્કોલર્સ દ્વારા 53 શૈક્ષણિક પ્રકાશનો અને 3 પેટન્ટ મેળવવામાં આવ્યા છે.

Related posts

​અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા ‘ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ પર વિશેષ સેશનનું આયોજન

Master Admin

૫૮૬ પાથરણાવાળાઓને ભદ્ર પરિસરમાં ફરી જગ્યા આપો

Master Admin

પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના ૫૦૦માંથી ૫૦૦ માર્ક્‌સ આવ્યા!

Master Admin

Leave a Comment

Translate »