Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

આગામી બે મેચમાં એમએસ ધોની મેદાનમાં નહીં ઉતરે

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોનીના ચાહકોને મોટો ઝટકો

ચેન્નાઈ સુગર કિંગ્સને સતત ૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને અત્યાર સુધી એક પણ જીત મળી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮ એપ્રિલ ૨૦૨૬ — IPL 2026ની શરૂઆતમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમને સતત ૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને અત્યાર સુધી એક પણ જીત મળી નથી. બીજી તરફ ટીમના આઈકોન અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની પિંડલી (Calf)ની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું કે ધોની રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને પ્રથમ બે અઠવાડિયા સુધી મેદાન પર ઉતરી શકશે નહીં. આ મુજબ એમએસ ધોની ઓછામાં ઓછી ૩ મેચ રમી શકશે નહીં. પરંતુ હવે ચોથી મેચ પહેલા માહીની વાપસી પર વધુ એક અપડેટ સામે આવ્યું છે.

મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસને લઈને ચિંતા યથાવત છે. ક્રિકબઝ રિપોર્ટ મુજબ ધોની હજુ પણ ઈજામાંથી બહાર આવવા માટે રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે અને હજુ તે મેચ ફિટ નથી. સિઝનની શરૂઆતની ત્રણ મેચોમાં તેણે ટીમ સાથે મુસાફરી કરી ન હતી, જ્યારે ઘરેલુ મેચમાં પણ તે મેદાન પર ઉતર્યો ન હતો. ૪૪ વર્ષીય ધોની હાલમાં ચેન્નાઈમાં તેના પરિવાર સાથે છે અને ટીમના ફિઝિયો અને મસાજરની દેખરેખ હેઠળ રિકવરી કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે નેટ્‌સ પર બેટિંગ સેશન પણ કર્યું હતું, પરંતુ ફૂલ ફિટનેસ મેળવવામાં હજુ સમય લાગશે.

રિપોર્ટ મુજબ, ધોનીને મેચ રમવા લાયક ફિટ થવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું હજુ વધુ લાગી શકે છે. આવી સ્થિતિમાં ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં દિલ્હી કેપિટલ્સ સામેની હોમ મેચમાં માહી રમશે તેવી શક્યતા ઘણી ઓછી છે. ત્યારબાદ ૧૪ એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ તેના મેદાનમાં ઉતરવાની આશાઓ નબળી જ છે.

ધોનીની ગેરહાજરીમાં CSKની શરૂઆત નિરાશાજનક રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમે હજુ સુધી કોઈ મેચ જીતી નથી, જે સિઝનની બીજી સૌથી લાંબી શરૂઆતી હારની શ્રેણી છે. ટીમને ધોનીના અનુભવ અને ફિનિશિંગ સ્કિલ્સની ઘણી જરૂર અનુભવાઈ રહી છે. આ સિવાય યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ પણ સાઇડ સ્ટ્રેન ઈજાને કારણે પ્રથમ ત્રણ મેચમાંથી બહાર રહ્યો છે, જો કે તેની રિકવરી સારી ચાલી રહી છે અને આગામી મેચમાં રમશે તો ટીમના દેખાવમાં મોટો ફર્ક પડી શકે તેમ છે.

Related posts

કેપ્ટનશીપ તો દૂરની વાત, શુભમન ગિલ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ નથી

Master Admin

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ત્રીજા દિવસે ભારતે 7 મેડલ કર્યા નિશ્ચિત

Master Admin

વેસ્ટ ઈન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી

Master Admin

Leave a Comment

Translate »