Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

રિક્ષાની પાછળ પોલીસે લગાવેલા સ્ટીકર કાઢીને લૂંટારુઓ ગુનાને અંજામ આપે છે

રિક્ષામાં પેસેન્જરના સામાનની ચોરી કરતી ગેંગની નવી મોડસ ઓપરેન્ડી

પેસેન્જર રિક્ષામાં બનતા ગુનાઓને અટકાવવા માટે થઈને રિક્ષાચાલકે પોલીસ સ્ટેશનના નામ સાથેનું સ્ટીકર લગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૮ એપ્રિલ ૨૦૨૬ — શહેરના ઠેક ઠેકાણે રિક્ષામાં બેસતા પેસેન્જરના કિંમતી સામાન સહિતની ચીજવસ્તુઓની ચોરીના કિસ્સાઓ તથા રિક્ષામાં બનતા અન્ય ગુનાઓ પર કાબૂ મેળવવા માટે થઈને શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ચાલકે રિક્ષાના આગળના તથા પાછળના ભાગે ચોક્કસ નંબર તથા પોલીસ સ્ટેશનનું નામ લખવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જેના લીધે રિક્ષામાં બનતા ગુનાઓ પર આંશિક અંકુશ લાદી શકાયો છે. પરંતુ પોલીસની આ નવી ટેકનિકને માત આપવા માટે ગુનેગારોએ ચાલકી અપનાવી છે. જ્યારે પણ ગુનાને અંજામ આપવાનો હોય ત્યારે પોલીસના સ્ટીકર લગાડેલા હોય નહીં તેવી જ રિક્ષાનો ઉપયોગ કરે છે. અથવા તો રિક્ષા પર લાગેલા સ્ટીકરને કાઢીને ત્યારબાદ ગુનાને અંજામ આપે છે. પેસેન્જર રિક્ષામાં બનતા ગુનાઓને અટકાવવા માટે થઈને રિક્ષાચાલકે પોલીસ સ્ટેશનના નામ સાથેનું સ્ટીકર લગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુનાને અંજામ આપતા પહેલાં જ ગુનેગારો પોલીસના સ્ટીકરને કાઢી નાખે છે અને બાદમાં ગુનાને અંજામ આપવા માટે નીકળી પડતા હોય છે. નિકોલમાં રહેતા વૃદ્ધ ઘરેથી નીકળીને મંદિરે પહોંચ્યા અને દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે એક રિક્ષામાં ડ્રાઈવર સહિત ત્રણ શખ્સો બેસીને વૃદ્ધને ઊભા રાખ્યા અને “દાદા ક્યાં ઘરે જઈ રહ્યા છો? અમે તમને ઉતારી દઈએ” આવી મીઠી ભાષા વાપરીને વૃદ્ધને જાળમાં ફસાવે છે અને ત્યારબાદ જો વૃદ્ધ આનાકાની કરે તો બળજબરી તેમનો હાથ પકડીને રિક્ષામાં બેસાડી દેવામાં આવે છે. બાદમાં વૃદ્ધને ક્યા રહો છો?, શું કરો છો? જેવા સવાલો પૂછીને વાતોમાં ઉલજાવી રાખવામાં આવે છે. વૃદ્ધ વાતોમાં આવી જાય એટલે રિક્ષામાં પેસેન્જરની સીટ પર બેઠેલા બે શખ્સો સિફત પૂર્વક વૃદ્ધના સર સામાન અને દાગીનાની ચોરીને ખૂબ જ સરળતાથી અંજામ આપી દેતા હોય છે. વૃદ્ધ પાસે રહેલા કિંમતી સામાનની ચોરી થઇ જાય એટલે રિક્ષામાં પાછળની સીટ પર બેઠેલ લૂટારું ટોળકી ચાલકને ઇશારાથી સમજાવી દેતા હોય છે કે કામ થઇ ગયું છે. એટલે ચાલક તુરંત તેની રિક્ષા ઊભી રાખીને વૃદ્ધને અધવચ્ચે ઉતારી દઈને રિક્ષા હંકારી મુકતા હોય છે. જો કે નિકોલમાં મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ સાથે બનેલો બનાવ સામે આવતા જ વૃદ્ધે તેના દીકરાને જાણ કરી અને આ મામલે નિકોલ પોલીસ મથકે પોતાની સાથે બનેલા બનાવ સંદર્ભે અરજી પણ નોંધાવી ચૂક્યા હોવા છતાં પોલીસ સ્ટીકર વિનાની રિક્ષા શોધવામાં સફળતા હાંસલ કરી ચૂકી નથી.

Related posts

બોપલમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો

Master Admin

શહેરમાં ખાણીપીણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો

Master Admin

ભાભર પંથકમાં ખેડૂતોની જાણ બહાર જમીન પર લોન લેવાનું કૌભાંડ

Master Admin

Leave a Comment

Translate »