Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલ, બાળકોની બેન્ચ પર પીરસાયો દારૂ

વિદ્યાના પવિત્ર ધામમાં રાત્રિના અંધારામાં છલકાયા જામ

ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગર મ્યુ. શાળામાં દારૂની મહેફિલ માણવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૬ — સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગર સરકારી શાળામાંથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં શાળાના પરિસરમાં દારૂની મહેફિલ માણી રહેલા ૫થી ૬ લોકો નજરે પડે છે. આ વાયરલ વીડિયોમાં લોકો પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરીને બિંદાસપણે પીતા જોવા મળી રહ્યા છે. શિક્ષણના ધામ સમાન સરકારી શાળામાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વીડિયો સામે આવતા જ સ્થાનિક તંત્રમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભેસ્તાન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને આ વીડિયો હાલનો છે કે જૂનો તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને જવાબદારોને શોધી કાઢવાની તજવીજ શરૂ કરી છે.

સુરતમાં સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. ભેસ્તાનની સિદ્ધાર્થનગર શાળાનો દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં શાળાની અંદર ૫ થી ૬ જેટલા શખ્સો પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરીને ખુલ્લેઆમ મહેફિલ માણતા નજરે પડે છે. બાળકોના ભવિષ્ય ઘડવાના પવિત્ર સ્થળ એવા શૈક્ષણિક સંકુલમાં જ આ પ્રકારે નશાખોરી થતી હોવાના દ્રશ્યો સામે આવતા સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિક્ષણ સમિતિ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શાળા પરિસરની સુરક્ષા અને તેની ગરિમા જાળવવામાં બેદરકારી દાખવવા બદલ ફરજ પરના વોચમેનને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યો છે. જે બેન્ચ પર બેસીને માસૂમ બાળકો શિક્ષણ મેળવે છે અને પોતાનું ભવિષ્ય ઘડે છે, તે જ ટેબલ-બેન્ચ પર પ્લાસ્ટિકના ગ્લાસ રાખીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર શરમજનક કરતૂતને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ મામલે વિગતો આપતા જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં આ વીડિયો આશરે ૧૫ દિવસ જૂનો હોવાનું અને શાળાના બાળકો સાથે કોઈ બાબતે થયેલી તકરાર બાદ આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. બીજી તરફ, ભેસ્તાન પોલીસ પણ વીડિયો વાયરલ થયા બાદ સક્રિય થઈ ગઈ છે અને વીડિયોની સત્યતા તેમજ તે ખરેખર ક્યારનો છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Related posts

પોલીસકર્મીએ લારીવાળી યુવતી પર ગરમ પાણી ફેંક્યું

Master Admin

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

Master Admin

આનંદમ પરિવાર દ્વારા જાસપુર ખાતેના આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું

Reporter1

Leave a Comment

Translate »