Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

પોલીસકર્મીએ લારીવાળી યુવતી પર ગરમ પાણી ફેંક્યું

જયપુરમાં CM કાફલાના રૂટ પર હોબાળો

આ ભયાનક ઘટના ૧૯ જૂનની સાંજે ઘટી હતી, જે અંગે ૨૨ જૂનના રોજ પીડિતાની બહેને ઓફિશિયલ FIR નોંધાવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર,તા.૨૩ જૂન ૨૦૨૬ — રાજસ્થાનની રાજધાની જયપુરના રામનગરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખાખી વર્દીને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મુખ્યમંત્રીના (CM) કાફલા માટે રસ્તો ખાલી કરાવવા ગયેલા પોલીસકર્મીઓ અને લારી ચલાવતી યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન એક પોલીસકર્મીએ મોમોઝની લારીને જોરદાર ધક્કો મારીને પલટાવી દીધી હતી અને લારી પર રાખેલું ઉકળતું પાણી યુવતી પર ફેંકી દીધું હતું. આ ભયાનક ઘટના ૧૯ જૂનની સાંજે ઘટી હતી, જે અંગે ૨૨ જૂનના રોજ પીડિતાની બહેને ઓફિશિયલ FIR નોંધાવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, જગતપુરાના મહલ રોડ પરથી મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હતો, જેના થોડા સમય પહેલાં પોલીસ રસ્તા કિનારેથી લારીઓ હટાવી રહી હતી. પીડિતા રેશુ ગુપ્તા અક્ષય પાત્ર મંદિર પાસે મોમોઝની લારી લગાવે છે. જ્યારે પોલીસે તેને તાત્કાલિક લારી હટાવવા કહ્યું, ત્યારે રેશુએ વિનંતી કરી કે વાસણમાં પાણી ગરમ છે એટલે થોડો સમય આપો. પરંતુ પોલીસે બળજબરી કરી લારી પાછળ ધકેલી દીધી, જેના કારણે ઉકળતું પાણી રેશુ પર પડતાં તેનો ખભો, છાતી અને સાથળનો ભાગ ગંભીર રીતે દાઝી ગયો છે.

પીડિતાની બહેન ખુશબૂએ જણાવ્યું કે તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. વર્ષ ૨૦૨૦ માં કોરોનાને કારણે પિતાનું અવસાન થયા બાદ તેઓ જયપુર આવ્યા હતા. ઘરનો ખર્ચ ચલાવવા માટે નાની બહેન રેશુ મોમોઝની લારી ચલાવતી હતી.
હાલ આ મામલે બંને પક્ષો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ડીસીપી ઈસ્ટ રંજીતા શર્માએ જણાવ્યું કે ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જે પણ દોષિત હશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

જાવા યઝદી મોટરસાઇકલ્સે નવી યઝદી રેન્જ સાથે વર્ષ 2026ની ફેસ્ટિવ સીઝનનો ધમાકેદાર પ્રારંભ કર્યો; કેરળથી લઇને સમગ્ર દેશમાં ડીલર નેટવર્કનું વ્યાપક વિસ્તરણ કરવાની યોજના

Master Admin

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો

Master Admin

Leave a Comment

Translate »